મોંઘવારીનો માર, ફરી કેટલો મોંઘો થયો ગેસ

અબતક, રાજકોટ

ઘરેલું ફોર્મ્યુલા આધારિત કુદરતી ગેસના ભાવમાં ૧ ઓક્ટોબરના આગામી સુધારામાં ૫૭% નો વધારો થવાનો અંદાજ છે. એટલે કે ગેસના ભાવમાં સીધો રૂ . ૬નો ભાવ વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. જેના પગલે સીએનજી અને ઘરેલુ પાઇપ ગેસના ભાવમાં વધારો જોવા મળશે. સરકાર દર એપ્રિલ અને ઓક્ટોબરમાં ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં સુધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાવ આધારિત સૂત્રનો ઉપયોગ કરે છે. ICICI સિક્યોરિટીઝના જણાવ્યા પ્રમાણે ચોખ્ખી કેલરીફિક મૂલ્યના આધારે ઓક્ટોબરમાં  ૨ થી વધીને  ૩.૧૫ પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થશે. ત્યારે ઘરેલું ગેસના ભાવમાં વધારો એનો અર્થ એ થશે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ નગુજરાત ગેસ, મહાનગર ગેસ અને ઇન્દ્રપ્રસ્થ ગેસને ઓક્ટોબરમાં ૧૦-૧૧ ટકા ભાવ વધારવા પડશે.

પ્રાદેશિક માંગ વધારાને કારણે નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થશે: સરકાર આંતરરાષ્ટ્રીય દરને ધ્યાને રાખી એપ્રિલ અને ઓક્ટોબરમાં ગેસના ભાવમાં કરે છે સુધારો

એક અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બર ૨૦૨૦ માં કેન્દ્રએ ઘરેલુ ગેસની કિંમતમાં ૧.૭૯ ડોલર/ળઇિીંનો ઘટાડો કર્યો હતો.ત્યાર આ તેનો ઓલ-ટાઇમ લો રેટ હતો. ત્યારે હવે સરકારે એપ્રિલ-ઓક્ટોબર ૨૦૨૧ ના સમયગાળા માટે દર યથાવત રાખ્યો હતો. મોટાભાગના ઘરેલુ ગેસ ક્ષેત્રો માટે ભાવ  ૩.૨-૩.૫/ળબિીંના બ્રેક-ઇવન પોઇન્ટથી નીચે આવ્યા છે ત્યારે રાજ્ય સંચાલિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને ઓઇલ ઇન્ડિયા જેવા સ્થાનિક ઉત્પાદકો પર અસર કરી છે. ત્યારે ઘરેલું ગેસની કિંમત ચાર વૈશ્વિક બેન્ચમાર્ક (યુએસ, યુકે, કેનેડા અને રશિયા) ની ભારિત સરેરાશ કિંમત સાથે જોડાયેલી છે.

ICICI સિક્યોરિટીઝના વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે સરકારે નક્કી કરેલા ઘરેલું ગેસનો ભાવ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૨ માટે  ૫.૯૩ પ્રતિ MBTU  અને આગામી છ મહિના માટે ૭.૬૫ પ્રતિ MBTU થશે. ત્યારે મજબૂત પ્રાદેશિક માંગને કારણે એશિયાના સ્પોટ લિક્વિફાઇડ નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

હેનરી હબના ભાવ પણ એપ્રિલમાં આશરે ૨.૪/ MBTUથી વધીને ઓગસ્ટમાં લગભગ ૪.૨/ MBTU થયા છે. ICRA ના વિશ્લેષકોએ તાજેતરમાં જ કહ્યું હતું કે, વિવિધ આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર ભાવમાં વધારાને કારણે ઘરેલું ગેસના ભાવ આગામી સુધારામાં લગભગ બમણા થવાની ધારણા છે.

રાંધણ ગેસમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

ગેસનો ભાવ વધારો રાંધણ ગેસને પણ અસર કરવાનો છે. એક તરફ આ મોંઘવારીને કારણે અગાઉથી જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયેલી હાલતમાં છે તેવામાં રાંધણ ગેસના ભાવમાં વધારો થશે તો ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાઈ જશે.

સિરામિક ઉદ્યોગ સંપૂર્ણ નેચરલ ગેસ આધારિત, ફરી ભાવવધારાથી મોટો ફટકો પડશે

વૈશ્વિક કક્ષાએ છવાયેલો મોરબીનો સિરામિક સંપૂર્ણ પણે ગેસ આધારિત છે. ગુજરાત ગેસ દ્વારા ઉદ્યોગોને ગેસ પૂરો પાડવામાં આવે છે. હજુ તાજેતરમાં જ આ ગેસમાં અંદાજે રૂ . ૫નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે ઓક્ટોબરના ગેસના વધારાને ધ્યાને લઈને જો સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં પણ વધારો થશે તો ઉદ્યોગોની કમ્મર તૂટી જશે તે નક્કી છે.

સીએનજીનો ઉપયોગ વધ્યો, હવે તેમાં પણ ભાવવધારો વાહનચાલકોને નિરાશ કરી દેશે

પેટ્રોલ- ડિઝલમાં થયેલા અસહ્ય ભાવ વધારાને કારણે મોટાભાગના વાહનચાલકો સીએનજી તરફ વળ્યાં છે. તેઓ ફાયદો થાય તે માટે પેટ્રોલ કારમાં સીએનજી કીટ પણ ફિટ કરાવી રહ્યા છે. તેવામાં હવે સીએનજીના ભાવમાં વધારો ઝીંકાવાથી આ વાહનચાલકોને નિરાશાનો સામનો કરવો પડશે.