Abtak Media Google News

શહેરના ત્રણેય ઝોનમાં મોંઘવારીરૂપી રાક્ષસને સળગાવાયો: સરકાર સામે પ્રજામાં ભભૂકતો રોષ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દશેરાએ પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન તેમજ  શહેર કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું.  મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહન કરતા કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહન નો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજયાદસમી ના દિવસે પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન તેમજ શહેર કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન નો કાર્યક્રમ યોજાયો. પૂર્વ ઝોન સામાકાંઠે કાર્તિક પાર્ટી પ્લોટ બાજુમાં 80 ફૂટ રોડ ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન કરવામાં આવ્યું હતું.

વોર્ડ પ્રમુખ અલ્પેશભાઈ ટોપિયા, ઠાકરસીભાઈ ગજેરા, આશિષસિંહ વાઢેર, રામભાઈ આહીર, સંદીપભાઈ મહેતા, કૈલાશભાઈ નકુમ, હિરેનભાઈ મકવાણા, મનસુખભાઈ સાંગાણી સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પશ્ચિમ ઝોનમાં ઉમિયા ચોક વોર્ડ 12 કોંગ્રેસ કાર્યાલય ખાતે મોંઘવારીરૂપી રાક્ષસના પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં વોર્ડ પ્રમુખ કેતનભાઈ તાળા, પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, મનીષભાઈ વાગડિયા, મુનાભાઈ ચાવડા, વિશાલભાઈ ભંડેરી, રસિકભાઈ સીદપરા, દેવદાનભાઈ માલા, વિપુલભાઈ ગૌસ્વામી  અને દિલીપભાઈ નિમાવત સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મધ્યઝોન માં મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન કરે તે પહેલાજ એ ડીવીઝન પોલીસ દ્વારા રણજીતભાઈ મુંધવા, ભાવેશભાઈ પટેલ, રમેશ તલાટિયાની અટકાયત કરવામાં આવી અને મધ્યસ્થ કાર્યાલય ખાતે મોંઘવારીરૂપી રાક્ષસના પૂતળાનું દહન કરતા કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, દિનેશભાઈ મકવાણા, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, દિપ્તીબેન સોલંકી, ગોવિંદભાઈ સભાયા, નીલેશભાઈ મારૂ પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, મનીષભાઈ વાગડિયા, પ્રવીણભાઈ સોરાણી, ડીબી ગોહિલ, જીતેન્દ્રભાઈ રૈયાણી, વોર્ડ પ્રમુખ કેતનભાઈ જરીયા, ગીરીશભાઈ ઘરસંડિયા, કેતનભાઈ તાળા, રવિભાઈ ડાંગર, ગોપાલભાઈ બોરાણા, મુકેશભાઈ પરમાર, હિમતભાઈ મૈયાત્રા, નરેશભાઈ પરમાર, રાજુભાઈ પટેલ, તમામ આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.