ફેડરેટમાં કરવામાં આવેલો વધારો આજે જાહેર કરાશે

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફુગાવાનો દર સતત વધી રહ્યો છે અને તેને નિયંત્રણમાં લાવવા માટે વિશ્વના દરેક દેશો મહેનત પણ કરી રહ્યા છે. ત્યારે હજુપણ તજજ્ઞોનું માનવું છે કે જે રીતે ઉગાડવો દિનપ્રતિદિન વધી રહ્યો છે તેને નાથવા અથવા તો તેને નિયંત્રણમાં લાવવા માટે કોઈ કારગત પગલાં લેવા જરૂરી છે. ત્યારે હાલના તબક્કે અમેરિકામાં ફુગાવાએ જાણે માઝા મૂકી હોય ચિત્ર સામે આવ્યું છે અને ત્યારે આજે કદાચ અડધા ટકા જેટલો વધારો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

અમેરિકા ખાતે ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવેલું છે જેમાં તજજ્ઞો દ્વારા અમેરિકામાં ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે વિશેષ પગલાં લેવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે જેના ભાગરૂપે અધિકારીઓનું માનવું છે કે અમેરિકામાં ફુગાવાને નિયંત્રણમાં લાવવો હોય તો ફેડરેટ ફરી એક વખત વધારવો પડશે. તેના માટે આજે યોગ્ય નિર્ણય પણ આવી જશે અને આશરે અડધા ટકા જેટલો વધારો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

એ વાત સ્પષ્ટ છે કે ફુગાવાએ અમેરિકાને પણ બક્ષ્યું નથી કારણ કે છેલ્લા 27 વર્ષમાં અમેરિકા દ્વારા ફેડરેટમાં સહેજ પણ વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ જે રીતે ફુગાવા દ્વારા માજા મૂકવામાં આવી તેમાં અમેરિકા પણ જાણે ધમરોળાયું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. એ વાત ઉપર પણ સ્પષ્ટતા કરવામાં આવી કે જે રીતે તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તે ફેડરલ રિઝર્વના નિયંત્રણમાં નથી પરિણામે આવા સતત વધતો જોવા મળ્યો છે. સ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો આરબીઆઈ ઘણા ખરા અંશે ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં સફળ નીવડ્યો છે પરંતુ હજુ પણ યોગ્ય પગલાં લેવા એટલા જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.