૧૦૦ બિલિયન ડોલર કલબમાં એન્ટર થતી ભારતની ચોથી કંપની બનતી ઇન્ફોસીસ!!

ઇન્ફોસીસ શેરના ભાવ ૫૨ સપ્તાહની ટોચે: રૂ. ૧૭૫૫ની કિંમતે થયું ટ્રેડિંગ 

ઇન્ફોસિસ લિમિટેડ મંગળવારે ૧૦૦ બિલિયન ડોલરના બજાર મૂલ્યને સ્પર્શ કરતી ચોથી ભારતીય કંપની બની છે. માર્કેટ કેપિટલાઇઝેશન(એમ-કેપ)ની દ્રષ્ટિએ ૧૦૦ અબજ ડોલરનો આંકડો પાર કરવા માટે આઇટી સર્વિસ મેજર ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકની લીગમાં જોડાઇ ગયું છે.

સવારના વેપાર દરમિયાન આ સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું હતું જ્યારે બીએસઈ ૫૨ સપ્તાહના સૌથી ઉંચા મૂલ્ય રૂ. ૧૭૫૫ પર ટ્રેડ થઈ રહી હતી જેણે એમ-કેપને ૧૦૦.૭૮ બિલિયન ડોલર સુધી લઈ ગઈ હતી.જો કે ટ્રેડિંગ સત્રની સમાપ્તિ દરમિયાન અગાઉના ભાવમાં ૧.૦૬%ના ઘટાડા સાથે ૧૭૨૦ પર સ્થિર થયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) પર, શેર રૂ. ૧૭૫૦ પર ખુલ્યો હતો અને પછી તેની ૫૨ સપ્તાહની ઉંચી કિંમત રૂ. ૧૭૫૭ રહી હતી. અગાઉના બંધની સરખામણીમાં કાઉન્ટર રૂ. ૧૭૨૧ એટલે કે ૦.૯૯ ટકા ઓછું બંધ થયું હતું.

ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ બીએસઇ પર ૨.૨૭ લાખ શેરનો વેપાર થયો હતો જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ૭૬.૦૨ લાખ શેરોએ એનએસઇ પર હાથ બદલ્યા હતા.

તાજેતરના એમ-કેપ ડેટા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ મૂલ્ય ધરાવતી પેઢી રૂ. ૧૩.૭ લાખ કરોડ છે, ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) રૂ. ૧૩.૪૪ લાખ કરોડ અને એચડીએફસી બેન્ક રૂ. ૮.૪૨ લાખ કરોડની કિંમત ધરાવે છે.