ચોટીલામાં આરોગ્ય કર્મીઓનું જલદ આંદોલન  છેડવાનું તંત્રને ઈન્જેકશન

અબતક, રણજીતસિંહ ધાધલ, ચોટીલા

ચોટીલા આરોગ્ય વિભાગમાં 70 થી વધુ આરોગ્યકર્મીઓ ફરજ બજાવે છે.અને હાલ સરકાર દ્વારા કોરીના વાયરસને નાથવા માટે પુરજોશમાં વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને ચોટીલા આરોગ્યકર્મીઓ પડતી મુશ્કેલીઓ અંગે ચોટીલા ડેપ્યુટી કલેકટર આર.બી.અંગારીને લેખિત રજુઆત કરવામાટે ડાઈડી ગયા હતા.મેડલ વિગત મુજબ આરોગ્યકર્મીઓ ફરજ ના સમય દરમિયાન વધારે સમય કામગીરી, પગાર પણ સમય સર તંત્ર દ્વારા ન જમા થતો હોવાથી તેમજ વેકસીન ના ડોઝ લાભાર્થીઓ ન હોવા છતાં દબાણ પૂર્વક વેકસીનની કામગીરી સહિતના અનેક પ્રશ્નો ને લઈને ડેપ્યુટી કલેકટર આર.બી.અંગારી ને લેખિત રજુઆત કરી હતી.અને આ પ્રશ્નો નું નિરાકરણ બે દિવસમાં ન આવે તો આગામી સમય જલદ કાર્યક્રમ અંગેની ચીમકી ઉચ્ચારી હતી..