રાજકોષીય રાહતનું ‘ઈન્જેકશન’ બજારને વેગવંતુ કરી દેશે… વાંચો શું કહ્યું નાણાંમંત્રી નિર્મલા સિતારામને

રસીકરણ લોકોનું થશે અને કોરોનાની અસરમાંથી અર્થતંત્ર ઝડપથી બેઠું થશે….. બજારને ધબકતું રાખવા માટે રસીકરણ અને રાજકોષીય રાહતનું ઈન્જેકશન ખૂબ જરૂરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામનએ અર્થતંત્રને વેગવંતુ કરવા માટે રસીકરણ અને રાજકોષીય નિર્ણયો પર જ ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું છે કે બીજી લહેર ઘાતકી સાબિત થઈ પણ અને અર્થતંત્રનો રિકવરી રેટ આંશિક ઘટે તેવી પણ સંભાવના છે પરંતુ જો રસીકરણ ઝડપભેર થશે અને રાજકોષીય પગલાં ભરવામાં આવશે તો વધુ કોઈ અસર અર્થતંત્ર પર વર્તાશે નહીં. સરકાર આ માટે કટિબદ્ધ છે એન શક્ય તેટલા તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં હવે, ઈકોનોમી રીકવરી V શેપમાં રહે તેવી ધારણા

નાણાં મંત્રાલયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અનુગામી તરંગો એટલે કે આવનારી કોરોનાની તમામ લહેર અને આર્થિક વિકરાળતાને ટાળવા અથવા ઘટાડવા માટે રસીકરણનો ઝડપી વેગ આવશ્યક છે. અને આ માટે  30 સપ્ટેમ્બર સુધીમાં રસીના ઓછામાં ઓછા  70 કરોડ ડોઝ આપી દેવામાં આવવા જોઈએ. 24સ7 કલાક રસીકરણ અને 120 દિવસમાં લક્ષ્યાંકને પૂર્ણ કરવાની ભલામણ સાથે તેમણે જણાવ્યું કે, યુદ્ધના ધોરણે રસીકરણનો વ્યાપ વધારવોએ રોગચાળાના પ્રભાવને રોકવામાં ભારતને મોટી મદદ કરશે. અત્યાર સુધીમાં 192 મિલિયન લોકોને પ્રથમ ડોઝ જ્યારે 47 મિલિયન લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી ચૂકી છે.

મેરે દેશ કી ધરતી સોના ઉગલે… મહામારીના સમયમાં પણ ખેત પેદાશોની જમાવટ, કરાવી કરોડોની કમાણી

ઉલ્લેખનીય છે કે ભારતીય જીડીપી દર ચાલુ વર્ષે 9.5 ટકાથી 10 ટકાની વચ્ચે રહે તેવો લક્ષ્યાંક સેવાયો છે અને આ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે સરકાર દ્વારા રાજકોષીય ખાધ અને નાણાકીય તરલતા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.