લીંબડી પાસે મજૂર ભરેલી છોટા હાથી પલ્ટી ખાઈ જતા 12ને ઈજા

અબતક, સબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં ખાસ કરી સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે ઉપર અકસ્માતો વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં વધુ એક અકસ્માત લીમડી અમદાવાદ હાઈવે ઉપર સર્જાયો છે જાખણ ગામ ના પાટીયા પાસે છોટા હાથી પલટી ખાઈ જતા 12 જેટલા સવારોને ઇજાઓ પહોંચવા પામી છે.

ત્યારે મળતી વિગત અનુસાર  લીબડી અમદાવાદ હાઈવે ઉપર પસાર થઈ રહેલા છોટા હાથી ટ્રકના ડ્રાઇવર ચાલક દ્વારા સ્ટેરીંગ પર કાબુ  ગુમાવતા જાખણ ગામના પાટિયા નજીક આ છોટા હાથી ટ્રક ખેતરમાં ઉતરી જવા પામ્યો હતો અને પલટી પણ ખાઈ જવા પામ્યો હતો ત્યારે આ પલટી ખાઇ જતાં તેમાં સવાર 12 જેટલા પેસેન્જરોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે.

ત્યારે અકસ્માતના પગલે ઇજાગ્રસ્તોને લીબડી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે લીબડી સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર પણ શરૂ કરાવી દેવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રિની સીઝન દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં ખાસ કરીને અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે. ત્યારે આ છોટા હાથી પલટી ખાઈ જતા કામ અર્થે જઈ રહેલા 12 જેટલા મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે તેમને તાત્કાલિક સારવાર માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તમામે તમામ ની સારવાર શરૂ કરાવી દેવામાં આવી છે તે ઉલ્લેખનીય છે કે હાલમાં તમામની તબિયત સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લીંબડી પોલીસને આ બાબતની જાણકારી થતાં તાત્કાલિક પણ એ  પોલીસ જાખણ ગામના પાટિયા નજીક દોડી ગઇ છે અને જે સ્થળે આ છોટાહાથી પલટી ખાઇ ગયો છે ત્યાં ટ્રાફિક જામ સર્જાયો છે તે હળવો કરવાનો પ્રયાસ પણ  પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે આ બાબતે અકસ્માતનો ગુનો દાખલ કરી અને લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.