Abtak Media Google News

દેશભરની ૫૦૦૦ ગ્રામપંચાયતોને સેટેલાઈટ નેટવર્ક હેઠળ જોડવા બીબીએનએલ અને ટીસીઆઈએલને કોન્ટ્રાકટ સોંપાયો

પડી ભાંગેલી કંપનીઓને ફરી બેઠી કરવા સરકારની કવાયત: હવે, સરકારી દફતરોમાં BSNL  અને MTNL નેટવર્કનો જ ઉપયોગ થશે

આજના ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટ અને બ્રોન્ડબેન્ડ સુવિધાઓનો ઉપયોગ ખૂબ વધ્યો છે. જેના લીધે ડીજીટલ માર્કેટમાં કંપનીઓ વચ્ચે તીવ્ર હરિફાઈ ઉભી થઈ છે. પરંતુ આ હરિફાઈમાં સરકારી કંપનીઓ ઉણી ઉતરી હોય તેમ દિવસે ને દિવસે પડ ભાંગી રહી છે. જીઓ, વોડાફોન અને એરટેલ જેવી ખાનગી ટેલીફોન કંપનીઓએ ડીજીટલ માર્કેટમાં જાણે નઈજારાથ ઉભો કર્યો હોય, તેમ બીએસએનએલ, એમટીએનએલ, બીબીએનએલ અને ટીસીઆઈએલ જેવી સરકારી કંપનીઓ પાછળ ધકેલાઈ રહી છે. જેને બેઠી કરવાં સરકારે કમર કસી છે. અને હવે, તમામ મંત્રાલયો સરકારી વિભાગો તેમજ પીએસયુ (પબ્લિક સેકટર યુનિટ)માં બીએસએનએલ અને એમટીએનએલ નેટવર્કનો જ ઉપયોગ ફરજીયાત બનાવી દેવાયો છે. તો ભારત સરકારનાં મહત્વકાંક્ષી પ્રોજેકટ એવા ભારનેટ યોજનાની સંપૂર્ણ કામગીરી બીબીએનએલ (ભારત બ્રોડબેન્ડ નીગમ લીમીટેડ) અને ટીસીઆઈએલ (ટેલીકોમ્યુનિકેશન ક્ધસલ્ટન્ટસ ઈન્ડિયા લીમીટેડ)ને સોપાઈ છે કે જેથી કરીને આ સરકાર હસ્તકની કંપનીઓ હાલની કથળતી પરિસ્થિતિમાંથી બહાર આવે અને નુકશાનમાથી નફાના ગ્રામ તરફ આગળ વધે.

હાલના સમયમાં બજારમાં ખાનગી કંપનીઓનો ફેઝ ખૂબ વધ્યો છે. તેની પાછળનું મુખ્યકારણ આ કંપનીઓ દ્વારા અપાતી સેવાઓ છે. જીઓ, વોડાફોન, એરટેલ કંપનીઓ દિવસે દિવસે નવા નવા ડેટા પેક જારી કરી રહી છે. તેના નેટવર્કનો વ્યાપ વધ્યો છે. આથી તેમના ગ્રાહકોની સંખ્યા પણ ખૂબ વધીછે. જેનું જવંલત ઉદાહરણ જીઓને ગણી શકાય. કારણ કે, ખૂબ ટુંકા એવા ગાળામાં જીઓ ડીજીટલ માર્કેટમાં મોટી હરણફાળ ભરી છે. જીઓની એન્ટ્રીથી ટેલીકોમ કંપનીઓમાં મોટી હરિફાઈ ઉભી થઈ હતી. જેની મોટો ફાયદો ગ્રાહકોને જ ફળ્યો છે. જયારે આની સામે બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ)ની લોકપ્રિયતા ખૂબ ઓછી થઈ ગઈ છે. ગ્રાહકોમાં સતત ઘટાડો થયો છે. એવાઓતો ફરિયાદોના નિવારણમાં વિલંબ જેવા પ્રશ્ર્નોને લઈ લોકોમાં બીએસએનની લોકપ્રિયતા અને વિશ્ર્વનિયતા ઘટી છે. બીએસએનએલની આ પરિસ્થિતિ સુધારવા સરકારે નવો તખ્તો તૈયાર કર્યો છે. જે મુજબ હવે, તમામ સરકારી મંત્રાલયો અને દફતરોમાં બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્કનો જ ઉપયોગ થશે.

ઉલ્લેખનીય છે કે, સરકારે વર્ષ ૨૦૧૧માં નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પરિયોજના લોન્ચ કરી હતી. જે અંતર્ગત દેશભરની અઢી લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડની સુવિધા પુરી પાડી એક પ્લેટફોર્મ પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, હાલ આ યોજનાનું નામ બદલાવી નભારત નેટ યોજનાથ કરી દેવાયું છે. આ યોજના બીબીએનએલ અને ટીસીઆઈએલને ફળી છે. કારણ કે આ યોજનાની સંપૂર્ણ કામગીરી આ બંને સરકારી કંપનીઓને જ સોપાઈ છે. જેથી કરીને તેમને ઉગારી શકાય. ભારતનેટ યાજેના અંતર્ગત વર્ષ ૨૦૨૦ માટે ૬ હજાર કરોડ ફાળવાયા છે. આ યોજના ખાસ દૂરના છેવાડાનાં ગામડાઓ પણ ઈન્ટરનેટ જોડાણથી જોડાય અને મોટાભાગનાં લાભ ઓનલાઈન તરીકે મેળવી શકે તે માટે છે. હાલ, દેશના ૧૫ રાજયોની પાંચ હજાર પંચાયતોને સેટેલાઈટ નેટવર્કથી જોડવા પર કામ ચાલી રહ્યું છે. આ ૧૫ સ્થળોમાં ખાસ મીઝોરમ, ત્રીપુરા, અરૂણાચલપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ સમુહ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ રાજયોનો સમાવેશ કરાયો છે. સેટેલાઈટ નેટવર્ક હેઠળ આવતા જ આ રાજયોમાં અંતરિયાળ પ્રદેશો પર નજર રાખી શકાશે ગ્રામ્ય વિસ્તારોમાં ઈ.ગવર્નન્સ, વીમા, પેન્શન, અને બેકિંગ સહિતની તમામ ઓનલાઈન સુવિધા ઘેરબેઠા મળે એ માટે તો આ પ્રોજેકટ મહત્વ ધરાવે જ છે. પણ આ સાથે સેટેલાઈટ દ્વારા નિરીક્ષણ થતા આ પ્રોજેકટનું મહત્વ વધુ વધી જાય છે. આ ૧૫ સ્થળોમા લદાખની ગલવાન ખીણનો પણ સમાવેશ થાય છે. જે ચીન ભારતની સરહદ પર વ્યુહાત્મક દ્રષ્ટિએ ખૂબ મહત્વકાંક્ષી છે. સેટેલાઈટ દ્વારા નિગરાણીના આ પ્રોજેકટથી આવા ઉંડા અને ટોચના હિમાલીયન વિસ્તારો પર નજર રાખી શકાશે. આ અંગે બીબીએનએલના મેનેજીંગ ડીરેકટર સર્વેસસિંઘે કહ્યું કે, ડીજીટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવાં માટે ભારતનેટ પ્રોજેકટ એક પાયાના સ્તંભ તરીકે છે. દરેક ગામડાઓમાં ઘરે ઘરે ઈન્ટરનેટની સુવિધા પુરી પડાશે. જેનાથી ડીજીટલ ક્રાંતિ ઉભી થશે. આ ભારતનેટ લોજેકટ અંતરિયાળ ગામડાઓને એક બીજાથી જોડી શકાશે અને ડીજીટલ સેવાઓ ઘર આંગણે પહોચાડવાનો ફાયદો તો થશે જ પણ આ સાથે સરકારી ટેલીકોમ કંપનીઓ કે જે સાવ પડી ભાંગી છે. તેને ફરી બેઠી કરવાનો સરકારને મોકો મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.