રાજકોટની બજારોમાં ‘રાખડી’ની અવનવી ડિઝાઇન:મહિલાઓમાં ખરીદીનો આનંદ ઉલ્લાસ

રાખી ધાગો કા ત્યોહાર

શહેરની ગુંદાવાડી, પેલેસ રોડ, અમીન માર્ગ અને યાજ્ઞીક રોડ ઉપર ખરીદીનો

જબ્બર ક્રેઝ: નાના બાળકો માટે વિવિધ કેરી કેચર સાથે લાઇટીંગ રાખડી

 

રક્ષાબંધનના તહેવાર આડે હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રંગીલા રાજકોટની ગુંદાવાડી, પેલેસ રોડ, અમીન માર્ગ અને યાજ્ઞીક રોડની રાખડીની દુકાનોમાં ખરીદીનો માહોલ જોવા મળેલ છે. બાળથી મોટેરા ભાઇ-બહેનના આ પવિત્ર તહેવારે ખરીદી સાથે વિવિધ ગીફટ ખરીદી રહ્યા છે. શ્રાવણ માસમાં વિવિધ પર્વોમાં રક્ષાબંધન અને લોકમેળો સૌથી અગત્યનો તહેવાર હોવાથી લોકો ખરીદી કરી રહ્યા છે.

પ્રાચિન કાળથી ‘રાખડી’ નું મહત્વ સાથે બદલાતા યુગમાં આ ‘રાખી ધાગો કા ત્યોહાર’ માં પણ બદલાવ જોવા મળ્યો છે. આજે બઝારોમાં વિવિધ કલાત્મક નયન રમ્ય રાખડી સાથે નાના ટબુકડા બાળકો માટે વિવિધ રાખડી બજારોમાં જોવા મળે છે.

વર્ષોથી ચાલી આવતી ‘રક્ષાબંધન’ ની સંસ્કૃતિ પર્વમાં આજના ર1મી સદીમાં મહત્વ અકબંધ રહ્યું છે. આપણા પૌરાણીક ગ્રંથોમાં તેમનું મહત્વ અને તેની ઉજવણી જોવા મળે છે. આપણી ફિલ્મો અને ટીવી ધારાવાહિકમાં પણ આ પ્રસંગને આવરી લેવામાં આવે છે. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના જેવા ફિલ્મ ગીતો આજના યુગમાં ફેવરીટ ગણાય છે.

શ્રાવણી પર્વના વિવિધ તહેવારોની ઉજવણીમાં રાજકોટિયન્સ આનંદ ઉમંગ સાથે જોડાઇ રહ્યા છે. ખાસ યુવા વર્ગ અને બાળકો આ તહેવારની ઉજવણી માટે અત્યારથી વિવિધ આયોજન કરી રહ્યા છે.