‘મહિલા દિવસ’નિમિત્તે ગોંડલ વોર્ડ નંબર નવના નવનિયુક્ત મહિલા સદસ્યાઓની પ્રેરણાદાયક પહેલ, જાણો વિગતો

ગોંડલ: એક સપ્તાહ પહેલા જ ગોંડલ નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાઇ જવા પામ્યો છે ત્યારે શહેરના વોર્ડ નંબર ૯ માંથી ચૂંટાઇને આવેલા મહિલા સદસ્ય ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી તેમજ મિતલબેન ચિરાગભાઈ ધાનાણી દ્વારા મહિલા દિન નિમિત્તે સરાહનીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નંબર નવ માં રહેતા સિનિયર સિટીઝનોને વેક્સિનેશન આપવામાં આવનાર છે. બ્લોક હેલ્થ ઓફિસર ગોયલ સાથે કોઓર્ડીનેટ કરી રોજિંદા વર્લ્ડ નંબર 9 ના 30 સિનિયર સિટીઝનોને એક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં બેસાડી વેક્સીનેશન સેન્ટર ખાતે લઇ જઇ વેક્સિન અપાવવામાં આવશે. ત્યારબાદ સિનિયર સિટીઝનોને ઘરે પણ પહોંચાડવાની જવાબદારી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ મહિલા આગેવાનો દ્વારા આવી પહેલ કરવામાં આવી નથી ગોંડલના નવનિયુક્ત મહિલા સદસ્યોએ સિનિયર સિટીઝનનો હાથ પકડી સરાહનીય કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે. જો સરકારી તંત્ર દ્વારા 30થી વધારેની મંજૂરી આપવામાં આવશે તો તે અંગે સેવા કરવા પણ કટીબધ્ધ હોવાનો દ્રઢ નિર્ણય દાખવ્યો છે.