કાચી કેરીની સિઝન આવી ગઈ છે અને આ સમયે કાચી કે પાકી કેરીની કોઈ રેસીપી અજમાવી શકાતી નથી. આજકાલ ઈન્ટરનેટ પર એક નવી રેસિપી વાયરલ થઈ રહી છે. આ વાનગીઓમાં કેટલીક એવી વાનગીઓ છે જે આપણા દેશના ગામડાઓમાં વર્ષોથી બનાવવામાં આવે છે.આજના આર્ટીકલમાં અમે તમારી સાથે ખાસ કેરીના અથાણાની રેસિપી શેર કરીશું.
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું 1 રેસીપી
સામગ્રી
250 ગ્રામ કાચી કેરી
3 ચમચી મેથીનો મસાલો
2 ચમચી તેલ
રાંધવાની સૂચનાઓ
1
કાચી કેરી ધોઈ તેના ટુકડા કરી લેવા તેમાં મેથી મસાલો ઉમેરી મિક્સ કરવું
2
છેલ્લે તેલ ઉમેરી મિક્સ કરી બોટલમાં ભરી લેવું તૈયાર છે કેરીનો ચટપટું અથાણું
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બીજી રેસીપી સાથે
સામગ્રી
250 ગ્રામ કાચી કેરી
3 ચમચી મેથીનો મસાલો
મીઠું સ્વાદ અનુસાર
2 ચમચી તેલ
રાંધવાની સૂચનાઓ
1
કાચી કેરી ધોઈ તેના ટુકડા કરી લેવા
2
તેમાં મેથી મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરવું
3
છેલ્લે તેલ ઉમેરી મિક્સ કરી બોટલમાં ભરી લેવું તૈયાર છે કેરીનો ચટપટું અથાણું
કેરીનું ગળ્યું અથાણું
સામગ્રી
૩ નંગ કાચી કેરી
૫૦ ગ્રામ રાઈના કુરિયા
૫૦ ગ્રામ ધાણાના કુરિયા
૫૦ ગ્રામ મેથીનાં કુરિયા
૧ વાટકી તેલ
મીઠું હળદર હિંગ
૧ ચમચી વરિયાળી
૧ વાટકી દળેલી ખાંડ
રાંધવાની સૂચનાઓ
1
સૌ પ્રથમ કાચી કેરી લો. તેને ધોઈ છાલ છોલી નાનાં કટકા કરો.
કેરીનું ગળ્યું અથાણું રેસીપી સ્ટેપ1ફોટો
2
હવે આ કેરીનાં કટકા ને એક બાઉલમાં લઈ તેમાં મીઠું હળદર નાખી આખી રાત રાખો.
3
હવે આ કેરીનાં કટકાને કાણાવાળી ચારણીમાં નીતારી એક બાઉલમાં કાઢી લો. તેમાં દળેલી ખાંડ નાખી હલાવો.
4
હવે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી રોજ હલાવતાં રહો.
5
હવે બધાં કુરિયા ભેગાં કરી એક તપેલીમાં રાખો. તેમાં હિંગ નાખી.વરિયાળી પણ નાખો. એક તપેલીમાં તેલ ગરમ કરી કુરિયામા નાખો.
6
આ મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં મીઠું મરચું હળદર નાખી મિક્સ કરો.
7
હવે આ સંભારને કેરી વાળી તપેલીમાં નાખી મિક્સ કરો.
8
હવે તેને કાંચની એરટાઈટ બરણીમાં ભરી લેવું. આ અથાણું થેપલા સાથે સારૂ લાગે છે.
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન
સામગ્રી
1 કિલો લાડવા દેશી કેરી
500 ગ્રામ ગુંદા
1/2 વાટકી મીઠું
2 ચમચી મીઠું
1 કિલો વાટકી અથાણા નો સંભાર
1/2 કિલો સરસવ નુ તેલ
રાંધવાની સૂચનાઓ
1
પહેલા બધી કેરીને ધોઇને, કેરીના ટુકડા કરી લેવા. વચ્ચે ગોટલો કે જણ નહિ રહેવા જોઈએ. ટુકડાને એક તપેલીમાં લઈને તેમાં હળદર અને મીઠું નાખીને, બરાબર હલાવી, ઢાંકી ત્રણ દિવસ રહેવા દેવું. સવાર બપોર અને સાંજ 3 દિવસ 3 ટાઈમ બરાબર હલાવી, અને ઉછળતા રહેવુ. તેલને ગરમ કરીને ઠંડુ કરી ને વાપરવાનું.
2
ગુંદાને ડીટીયા પાસે દસ્તેથી
ટીચી ને, રાખવા અને પછી એક કાચની બરણીમાં એક લીટર પાણી નાખી તેમાં 1/2વાટકી મીઠું અને બે ચમચો હળદર કેરીના ટુકડા કર્યા તેના બધા ગોટલા પાણીમાં એડ કરી દેવા. અને તેમાં બધા ગુંદા એડ કરી દેવા. અને પછી બધું બરાબર હલાવી લેવું. ગુંદા પણ દિવસમાં ત્રણ વાર સવાર બપોર સાંજ ત્રણ દિવસ પાણીમાં રાખવાના
હલાવતા રહેવાનું અને ઉછાળતા રહેવાનું.
3
ત્રણ દિવસ પછી કેરીના કટકા પીળા કલરના થઈ જશે. અને ગુંદા પણ પીળા થઈ જશે. કેરીના કટકા ને પાણીમાંથી કાઢી, અને ચારણા માં રાખવાના જેથી તેનું પાણી નીતરી જાય.
4
ગુંદા ને પાણીમાંથી કાઢીને તેના ઠળિયા કાઢી લેવાના. અને તેના ટોપલી કાઢી લેવાની. અને ફરિવાર એક દિવસ માટે ગુંદા ને તેજ ખાટા પાણીમાં રાખવાના છે.
5
કેરીના ટુકડા કોરા થઈ જાય. પાણી નીકળી જાય. એટલે તડકામાં એક ચોખ્ખા કપડા ઉપર બરાબર સુકાવી દેવાના. કેરીની ઉપરની સાઈડ સુકાઈ જાય એટલે કેરી ને ઉંધી કરી દેવાની. અને પછી શુકાવા દેવાની.
રાત્રે ઘરમાં લઈ ને પંખા ની નીચે,કેરીને કપડું ઢાંકીને સુકાવા દેવાની.
6
ગુંદા ને બીજા દિવસે ખાટા પાણીમાંથી બહાર કાઢીને, નિતારીને, તડકામાં સુકાવી દેવાના. અંદરથી અને બહારથી એકદમ કોરા સુકાવી લેવાના. અને કેરી ને પણ બીજા દિવસે ત્રણથી ૪ કલાક માટે તડકે સૂકવી દેવાની.
7
બંને વસ્તુ સુકાઈ જાય એટલે ઘરમાં લઈ લેવાની. અને ઠંડી થવા દેવાની. સાંજે ઠંડી થઈ જાય એટલે ગુંદા ને સાંભાર મસાલા થી દબાવીને ભરી લેવાના.
8
એક થાળમાં ટુકડા લઈને, અથાણા નો સંભાર એડ કરીને, તેમાં વાટકાથી તેલ એડ કરીને તેમાં કેરીના ટુકડા એડ કરીને,બરાબર મિક્સ કરતા જવાનું. હલાવતા જવાનું. બધા જ ટુકડામાં સાંભાર મિક્સ કરીને, તેલ એડ કરીને હલાવતા જવું. તેમાં જ ભરેલા ગુંદા મિક્સ કરીને કાચની બરણીમાં ભરતા જવું.
9
બરણી ભરાઈ જાય એટલે
ઉપર સંભાર એડ કરી દેવો. અને ઉપર તેલ પણ એડ કરી દેવું. સાંભાર ડૂબે તેટલું તેલ રાખવું જરૂરી છે. કારણ કે તેલના કારણે જ અથાણું ફ્રિઝ વગર બહાર સારું રહેશે.
10
આ અથાણું જૈન લોકોઅને સાધુ મહાત્મા આખું વર્ષ વાપરી શકે છે.
આમાં ગુંદા અલગથી પણ બરણીમાં ભરી શકાય છે. અને ગુંદાનું અથાણું બનાવી શકાય છે.
સ્પેશીયલ કેરીનું અથાણું
250 ગ્રામ નાની કેરી
સ્વાદ માટે મીઠું
એક ચમચી હળદર
લાલ મરચું પાવડર (વૈકલ્પિક)
કેરીનું અથાણું કેવી રીતે બનાવવું
કાચી અને નાની કેરીનું અથાણું બનાવવા માટે પહેલા કેરીને પાણીથી સારી રીતે ધોઈ લો.
હવે કેરીને છોલીને તેના બે-ચાર ટુકડા કરી લો અને ગોટલી પણ કાઢી લો.
– કેરીને નાના ક્યુબ્સમાં કાપીને તેમાં મીઠું અને હળદર નાખીને બાજુ પર મૂકી દો.
24 કલાક પછી જ્યારે અથાણાંનું પાણી નીકળી જાય, ત્યારે પાણીને નીતારી લો અને તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને મરચું પાવડર નાખો.
– બધું બરાબર મિક્ષ કર્યા પછી તેને કાચની બરણી અથવા કાચના બાઉલમાં રાખો.
કેરીના અથાણાની રેસીપી
તમારે આ કેરીનું અથાણું વધારે માત્રામાં ન બનાવવું જોઈએ, કારણ કે આ કેરી નાની હોય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાતી નથી.
આ કેરીના અથાણાને ઠંડી જગ્યાએ, રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. જો તમારી પાસે ફ્રિજ ન હોય તો અથાણાની બરણીને ભીના કપડામાં લપેટી રાખો.
અથાણાંને સડી ન જાય તે માટે અથાણાંમાં મીઠું અને હળદર ઉમેરીને 24 કલાક રહેવા દો જેથી પાણી નીકળી જાય. પહેલીવાર પાણી ફેંકવામાં આવે તો અથાણું સડતું નથી.
તમે આ અથાણાંને 2-3 મહિના માટે ઠંડી જગ્યાએ સ્ટોર કરી શકો છો.