Abtak Media Google News

એસ.ટી.ના કેટલાક કર્મચારીએ તેને પકડી ઓફિસમાં રાખ્યો હતો પણ બે બે કલાક વીતી જવા છતાં પણ પોલીસે આવવાની તસ્દી ન લીધી

 

અબતક,જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

રાજ્ય સરકાર અને એસટી નિગમ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી ગોંડલમાં નવા એસટી બસ નું નિર્માણ કરી આપવામાં આવ્યુ છે અને જેનું ઉદઘાટન બે દિવસ પહેલા જ થવા પામ્યું હતું પણ પોલીસ પ્રોટેક્શન કે સિક્યુરિટીના અભાવે ખિસ્સાકાતરૂ ને અહીંયા મોકળું મેદાન હોય લોકોના અવારનવાર ખીસ્સાઓ હળવા થઈ રહ્યા છે ત્યારે એક ખિસ્સાકાતરું ઝડપાઈ ગયો હોવા છતાં પણ પોલીસ  કલાકો સુધી ન ફરકતા રોષ ફેલાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ એસટી ડેપોમા એક ખિસ્સાકાતરું ને  ડેપોના કેટલાક કર્મચારીઓએ ઝડપી લઇ પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ પોલીસે બે બે કલાક સુધી પણ આવવાની તસ્દી ન લેતાં આખરે એસ.ટી.ના કર્મચારીઓ પણ થાક્યા હતા આ દરમિયાન આ ખિસ્સાકાતરૂ એ લાજવાના બદલે ગાજી પોતાના હાથે જ પોતાના શરીરે બ્લેડના છરકા મારવાના શરુ કરતા કર્મચારીઓ પણ ગભરાઈ જવા પામ્યા હતા એક તો ખિસ્સાકાતરુઓ રીતસરની એસટી કર્મચારીઓ ને ધમકી આપી હતી કે હું શરીરે બ્લેડના છરકા મારું છું અને પોલીસમાં તમારા વિરૂદ્ધ ખોટી ફરિયાદ નોંધાવીસ તમને બધાને ફીટ કરાવી દઈશ તેઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.