ઇવીએમની જગ્યાએ બેલેટ પેપર માટે પાટીદાર નેતા હાઇકોર્ટમાં

government | high court
government | high court

ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવા મામલે પીઆઈએલ ફાઈલ કરાઈ

પાટીદાર નેતા હાઈકોર્ટના શરણે ગયા છે. તેમણે કોર્ટમાં કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ ઈલેકટ્રો વોટીંગ મશીન)ના બદલે સાદી પધ્ધતિથી મતદાન એટલે કે બેલોટ પેપરથી મતદાન કરાવો.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં તાજેતરમાં ભાજપનો વિજય થયો ત્યારબાદ બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે ઈવીએમ મશીનમાં ગરબડના કારણે તમામ ઈવીએમ વોટ ભાજપની તરફેણમાં જ પડયા છે. અન્ય વિરોધી દળોએ પણ ઈવીએમમાં ગરબડ મામલે ગોકીરો કયાર્ે હતો. ત્યારબાદ ચૂંટણીપંચે ખુલાસો કર્યો હતો કે સબ સલામત છે આ સિવાય ઈવીએમ મશીનની સીસ્ટમ એકદમ દૂરસ્ત છે. તેમાં ગરબડ થવાનો કોઈ જ સવાલ નથી. વિપક્ષોના આક્ષેપ ખોટા છે.

પાટીદાર નેતા રેશમા પટેલે હાઈકોર્ટમાં પીઆઈએલ ફાઈલ કરી વિધાનસભાની આગામી ચૂંટણી બેલોટ પેપરથી કરાવવા આદેશ કરવા અરજી કરી છે.

પીઆઈએલમાં ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે કરેલા આદેશનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે ફ્રી એન્ડ ફેર ઈલેકશન માટે બેલોટ પેપરની હિમાયત કરવામાં આવી હતી.

ભાજપ વિરોધી દળોને એવી આશંકા છે કે અહી પણ આગામી ચૂંટણીમાં ભાજપ યુપી વાળી કરશે અને ફરીથી સતામા ચૂંટાઈ આવશે એટલે પાણી પહેલા પાળ બાંધવા લાગ્યા છે.