Abtak Media Google News

કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાને ડીસીપ્લીનના મુદો આગળ ધરી કરાયેલા સસ્પેન્ડની ઘટનાના રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. એએસઆઇને રાજકીય રૂઆબ બતાવી પાણી નહી મળે તેવી જગ્યાએ બદલી કરાવવાની દીધેલી ધમકી અંગે રાજકીયનેતા અંગે વોટસએપમાં મુકેલી પોસ્ટ અંગે ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ ઓર્ડલી રૂમમાં મળવા બોલાવી પોતાના સ્ટાફની મદદરૂપ થવાના બદલે રીતસર રાજકીય નેતાનો હાથો બની એએસઆઇને ધમકાવી કરાયેલા સસ્પેન્ડના કારણએ રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજાની આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં રાજપૂત સમાજના વિવિધ સંગઠન દ્વારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદન પત્ર પાઠવી કિન્નાખોરીના કારણે એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાને કરાયેલા સસ્પેન્શ પાછુ ખેચવાની માગણી કરી હતી.

Dsc 6389

પોલીસના ઉચ્ચ અધિકારીઓના ત્રાસના કારણે નીચેનો સ્ટાફ કંટાળીને આપઘાત કરતો હોય છે અથવા આવેશમાં આવી રજકીય ઇશારે હેરાન પરેશાન કરતા પોલીસના ઉચ્ચ અધિકારીની શાન ઠેકાણે લાવતા હોય છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની અવ્યવહારૂ વતુર્ણકના કારણે પોલીસ સ્ટાફનું મોરલ તુટતુ હોય છે. આવા સંજોગોમાં પોલીસ કમિશનરે મધ્યસ્થી બની તાકીદે ઉકેલ લાવવા રજૂઆત કરી છે. કરણી સેના સાથે કચ્છ-કાઠીયાવાડ-ગુજરાત રાજપૂત એસોસિએશન, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, કાઠી ક્ષત્રિય સમાજ, ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ, ગાંધીગ્રામ ક્ષત્રિય સમાજ, રાજશક્તિ યુવક મંડળ, ક્ષત્રિય યુવા ગૃપ, સુર્ય સેના, મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, રાજકોટ જિલ્લા ક્ષત્રિય સમાજ, રાજકોટ તાલુકા ક્ષત્રિય સમાજ, ગજ-કેશરી ફાઉડેશન, રેલનગર ક્ષત્રિય યુવક મંડળ, રાજકોટ તાલુકા રાજપૂત કરણી સેના, ગુંદડીકાલાલ ફાઉન્ડેશન અને પુનિતનગર ક્ષત્રિય સમાજ સહિતના વિવિધ સંગઠનો આવેદન પત્ર આપવામાં જોડાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.