ICU અંગે લોકોના મનની શંકાનું સમાધાન કરતું ઈન્ટેન્સિવ કેર યુનિટ

અબતક, રાજકોટ

ભારત સૌપ્રથમ આઇસીયુ ઇન્ટેન્સિવ કેર યુનિટ ની શરૂઆત મુંબઈ ની બ્રિજ કેન્ડી હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી હતી. જે દર્દી ગંભીર હાલતમાં હોય છે તેને સઘન સારવાર મળે તેવા તમામ સાધનો આઇસીયુ અંદર કાર્યરત રહેતા હોય છે. આઈસિયુ ના શરૂઆતના સમયે દર્દીને દાખલ કરવામાં આવતા ત્યારે પરિવારજનોના મનમાં ભય રહેતો હતો. ત્યારે હાલ ના સમયમાં આઈસીયુ અંદર 10 માંથી 7 દર્દીના જીવને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવતા હોય છે.

આઈસીયુમાં હાલના સમયમાં અત્યાધુનિક સાધનો, મોનીટરીંગ મશીન તેમજ નવા મશીનો અને નવી દવાઓ નો ઉપયોગ કરવામાં આવે છે.આઇસીયુ મંજૂરી બે રીતે મળતી હોય છે. ડોક્ટરના ક્વોલિફિકેસન પરથી મંજૂરી મળે છે. તેમજ કોર્પોરેટ હોસ્પિટલ અથવા મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ઊભી કરવામાં આવે છે.તેમાં આઇસીયુની મંજૂરી લેવાની રહેતી નથી. આઇસીયુમાં ચુસ્તપણે નીતિ-નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે. જેમાં ખાસ દર્દીને ઈમરજન્સી સમયે તાત્કાલિક બહાર કાઢવા માટે બે એન્ટ્રી એક્ઝિટ દરવાજા રાખવા માં આવે છે.

દર્દીને સઘન સારવાર સાથે આધુનિક મશીનની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે:
ચુસ્ત નીતિનિયમો સાથે આઇસીયુને કાર્યરત રાખવામાં આવે છે

તેમજ દર્દીને હવા-ઉજાસ મળે તેમાટે આઈસીયુમાં બારી રાખવા માં છે. દર્દીની પ્રાઇવસી ને ધ્યાનમાં રાખી આઇસીયુમાં દર્દીના બેડની આસપાસ દિવાલ અથવા કર્ટન રાખવામાં આવે છે. તેમજ આઇસીયુ અંદર બે દર્દી ના બેડ વચ્ચે 1થી2 ફૂટનું અંતર રાખવામાં આવે છે. તેમજ દર્દી ની બીમારી અથવા ક્યાં રોગ થી દાખલ કરવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં રાખી  આઇસીયુ કેબીન ની અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ નીતિ નિયમો સાથે આઇસીયુ વિભાગ કાર્યરત રહેતા હોય છે.

આઇસીયુ ના બે પ્રકાર છે મૈન આઇસીયુ અને એચઓડી  જેમાં દર્દી ઉપર એક નરસિંગ સ્ટાફ તેનું સારસંભાળ કરે છે ત્યારે એચઓડી માં વધારે દર્દીઓ હોવાથી 3 દર્દી પર એક નર્સિંગ સ્ટાફ સારસંભાળ રાખે છે. તેમજ આઇસીયુ સાથે જોડાયેલા નિષ્ણાત ડોકટરઓ એ વધુ માં જણાવતા કહ્યું છેલ્લા બે વર્ષ માં આઇસીયુ અંદર જે આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાં આઇસીયુ માં કોવિડ ના દર્દીઓ ને ઑક્સિજન ની જરૂરિયાત વધારે રહેતી. જેના કારણે ઑક્સિજન નો પ્રવાહ સતત ચાલુ રાખવામાં આવતો તેની સાથે આઇસીયુ માં એકીસાથે વધારે ઇલેક્ટ્રિક ઉપકરણો કાર્યરત રહે છે. ત્યારે નાનકડો સ્પાર્ક પણ થાય તો આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે તમામ પ્રકાર ની તકેદારીયો હોવા છતાં અકસ્માત થાય એ અકસ્માત જ કહેવાય છે. પરંતુ હાલ કોવિડ ઑછો થયો છે તેની સાથે આઇસિયુમાં દર્દીઓ સંખ્યામાં ઘટાડો થયો છે.જેથી આવા બનવો હાલ જોવા મળતા નથી તેમજ દર્દી ની સલામતિ ને ધ્યાન માં રાખી તમામ સાવચેતી અને તકેદારી હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રાખવામાં આવે છે.

 

આઈસીયુ ચુસ્ત નીતિ નિયમો થી હમેશા કટિબંધ રહે છે

ડો. પ્રફુલ કામાણી (IMA,પ્રેસિડેન્ટ , રાજકોટ)

આઈ.સી.યુ બનાવવા માટેની મંજૂરી ડોક્ટરના કોલીફીકેશન ઉપર આધાર રાખે છે. જેમાં એમ.ડી કે ઇન્ટેન્સિવ ડોક્ટર ને આઇસીયુ ની મંજૂરી મળી જતી હોય છે. ત્યારે બીજી તરફ  કોર્પોરેટ હોસ્પિટલ અને મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઈસીયુ ની મંજૂરી મેળવવાની રહેતી નથી. પરંતુ આઇસીયુ પ્રોટોકોલ નો ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. આઈસીયુ ના નિયમો ની વાત કરી તો બે બારી હોવી  જોઈએ, એન્ટ્રી માટેના બે દરવાજા જરૂરી. ઈમરજન્સી સમયે દર્દીને પાછળના દરવાજા થી બહાર નીકાળી શકાય તે હેતુથી બે દરવાજા હોવા જરૂરી. આઇસીયુ માં બે બેટ વચ્ચે સારું અંતર હોવું જરૂરી છે. ઓક્સિજનની ડબલ સપ્લાય તેમજ સફિશીયન્ટ ઇલેક્ટ્રીક બોર્ડ હોવા જરૂરી બે દર્દી વચ્ચે દીવાલ અથવા કર્ટન હોવા જોઈએ જેથી દર્દીને  મૂંઝારો કે ઇન્ફેકશન લાગવા ના ચાન્સીસ ખુબ ઓછા રહે છે. આવા નિયમોનું પાલન થવું જરૂરી. આઈસીયુમાં જે આગ લાગવાની

ઘટનાઓ છે તેનું કારણ આઈસીયુમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રાખવામાં આવતો હોય છે. તેની સાથે ઘણા બધા ઈલેક્ટ્રીક ઉપકરણો પણ કાર્યરત રહેતા હોય છે.ત્યારે એક નાનકડો સ્પાર્ક પણ આગ લગાડી શકે છે. તેથી આકસ્મિક આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. સામાન્ય રીતે બે પ્રકારના આઈ.સી.યુ હોય છે. મૈન આઇસીયુ જ્યાં વન ટુ વન નર્સિંગ હોય છે બીજું એચડીયુ  આઇસીયુ જ્યાં ચાર દર્દીપર એક નર્સિંગ સ્ટાફ હોય છે. આઈસીયુમાં એક દર્દીનું ઇન્ફેકશન બીજા દર્દીને ન લાગે તે માટે ડોક્ટરે સાવચેતીઓ વર્તવી જરૂરી. તપાસતી વખતે એક દર્દીને ચેક કર્યા બાદ જે પણ વસ્તુ નો ઉપયીગ કરવામાં આવે તેને ડિસઇન્ફેકસન કરવી. જે દર્દીને ઈન્ફેક્શન હોય છે. તેમને આઇઝોલેટ અથવા અલગ કેબીન આઈસીયુમાં રાખવામાં આવતા હોય છે. એક વખત તે દર્દીઓ ત્યાંથી રજા લે અથવા તેમનું મૃત્યુ થાય ત્યારબાદ એ કેબીન આઇસીયુ ને યોગ્ય ડિસઇન્ફેકસન કરવું જરૂરી ત્યારબાદ બીજા દર્દીઓ ને અંદર પ્રવેશ આપવામાં આવે આઈ.સી.યુ માં એર બેડ અને સ્ટોકિંગ વ્યવસ્થા આવી ગયા છે. આઈસીયુમાં જે દર્દી દાખલ થતા હોય છે તે સઘન સારવાર હેઠળ દાખલ કરાવવામાં આવતા હોય છે.જેથી 36 થી 72 કલાક સુધી એ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી છે.

મોનીટરીંગની અત્યાધુનિકતા આઈ.સી.યુ માં આશિર્વાદ સ્વરૂપ

ડો.ઝેનીથ સીણોજીયા (ક્રિટિકલ કેર ફિજીસીયન , સ્ટર્લિંગ હોસ્પિટલ)

આઇસીયુ ને લય લોકોમાં પહેલે થીજ ભય જોવા મળે છે.  દર્દીને આઈસીયુમાં દાખલ કરવામાં આવું આવે છે તેના બચવાના ચાન્સીસ ઓછા હોય છે તેવી માન્યતા પણ લોકોમાં જોવા મળે છે. પરંતુ આજના સમયમાં જ્યારે દર્દી આઇસીયુમાં સારવાર હેઠળ જાય છે ત્યારે જીવ બચવાના રેશિયો ખૂબ જ વધારે થયા છે. અને સફળતાપૂર્વક સારી સિદ્ધિ પણ મળી છે. આઇસીયુ  ની અંદર મોનીટરીંગ સિસ્ટમ માં ખુબજ આધુનિકતા જોવા મળે છે. દર્દીની તબીયત માં કોઈપણ બગળતી હાલત જોવા મળે છે. ત્યારે તેનો તરત જ ખ્યાલ આવી જતો હોય છે. જેથી દર્દીની સારવાર ઝડપથી અને સારી રીતે થાય છે. આઇસીયુ અંદર બે દર્દી વચ્ચે 1 થી 2 ફૂટ જેટલું અંતર જરૂરી છે. દર્દીને ક્રોસ ઈન્ફેક્શન ન લાગે તેની પણ તકેદારી રાખવામાં આવે છે. કર્ટન ની વ્યવસ્થા રાખવામાં આવે છે. મોનીટરીંગ ના સાધનો દરેક બેડ પર અલગ અલગ

રાખવામાં આવે છે. આવી બધી સગવડો અને ચુસ્ત નિયમો દરેક આઈસીયુમાં હોવા જરૂરી છે. આઇસીયુ અંદર જે નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે તેઓ સઘન સારવારની છે પ્રક્રિયાઓ દર્દીને પૂરી પાડવામાં આવે છે તે માટે સારી લાયકાત સાથે સક્ષમ હોય છે. આઇસીયુ અંદરના તમામ ઇક્રુટમેન્ટ પણ તેઓ મોનીટરીંગ કરી શકતા હોય છે. સામાન્ય રીતે એક દર્દી પર એક નર્સિંગ સ્ટાફ દેખરેખ પર હોય છે. પરંતુ વધારે દર્દી હોય છે ત્યારે એક નર્સિંગ સ્ટાફ ચાર દર્દી ની દેખરેખ રાખે છે. આઇસીયુ ની અંદર સામાન્ય રીતે ઑક્સિજનનો પ્રવાહ હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોવિડ માં દર્દીઓને આઈસિયુ ની અંદર ઓક્સિજનની માત્રા ખૂબ વધારે પડે છે. તેના કારણે તેમને વધુ ઓક્સિજન પૂરો પાડવા હેતુ સતત ઓક્સિજન આપો પડે છે. તેની સાથે આઈસીયુમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર કાર્યરત રહે છે જેથી અનિવાર્ય સંજોગોમાં જ્યારે આકસ્મિક સ્પાર્ક પણ થાય તો આગ લાગવા જેવી ઘટનાઓ સામે આવે છે. આઈસીયુમાં નિયમોનું પાલન અન્ય જોખમોથી દર્દી ને રાખે સલામત

આઈસીયુમાં અનુભવી ડોક્ટર પ્રોટોકોલને અનુસરી વર્ક કરે છે:

ડો. મયંક ઠક્કર (ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ગિરિરાજ હોસ્પિટલ)

આઇસીયુ એવો વિભાગ છે જ્યાં ગંભીર પ્રકાર ના દર્દીઓ ને સારવાર આપવા આવે છે. આવા દર્દીઓ ને આઇસીયુ માં  પણ તબિયત લથળે ત્યારે ઇમરજન્સી તેની બેડ પાસે તમામ મશીનો નો જરૂર મુજબ ઉપયોગ કરવામાં આવે છે.દર્દીમાં ગમભીરતા જોવા મળતા સેક્ધડ માં આ સાધનો નો ઉપયોગ કરવામાં આવે છે. આઇસીયુ માં દર્દીના થોડાક પેરામીટર બદલતા જણાય ત્યારે તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવે છે.આઇસીયુ અંદર ના તમામ પ્રોટોકોલ સાથે કામ કરવા માટે 3 વર્ષ ડોકટર એ અનુભવ લેવો જરૂરી છે.આઇસીયુ માં નિયમો ની કટિબન્ધતા હોય છે.દર્દીને બધી સગવડો પુરી પાડવા અનુભવી નરસિંગ સ્ટાફ પણ ખડેપગે રહે છે. આઇસીયુ અંદર તમામ પ્રકાર ના નિયમોનું ચુસ્ત પાલન કરાવડવામાં આવે છે.આઇસીયુ માં જોખમ ના બનવો વર્ષો પેહલા જોવા મળતા નતા પરંતુ છેલ્લા 2 વર્ષ થી જે આગ લાગવાની ઘટનાઓ જોવા મળે છે. તેનું કારણ કોવિડ માં દર્દીઓ ને ઑક્સિજન ની વધુ પડતી જરૂરિયાત રહેતી.ત્યારે આઇસીયુ માં એકીસાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણો કાર્યરત હોય છે. ત્યારે એક નાનકડો સ્પારક થતા આગ લાગવાની ઘટના બનતી હોય છે.

દર્દીઓને આઇસીયુમાં સઘન સારવાર નિયમ આપવામાં આવે છે
ડો.નરેશ બરાસરા (ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ , સેલસ હોસ્પિટલ)

આઇસીયુ ની શરૂઆત ભારત આ ઘણા વર્ષો પેહલા બ્રિજ કેન્ડી હોસ્પિટલ મુંબઇ ખાતે થઈ શુરૂ કરવામાં આવી.જે દર્દી ને સઘન સારવાર ની જરૂરિયાત છે તેને આઇસીયુ માં દાખલ કરવામાં આવે છે.તેમજ આઈસિયુ માં ઇમરજન્સી વખતે દર્દી ને બહાર નીકળવા માટે એક્ઝીટ દરવાજની વ્યવસ્થા હોય છે. બે દર્દી વચ્ચે મહત્તમ અંતર રખાતું હોય છે.તેમજ ઘણી વખત આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.આઇસીયુ માં કોવિડ સમયથી જોયે તો દર્દીઓ મેં ઑક્સિજન ની જરૂરિયાત તાતી રહે છે. ઑક્સિજન એ ઇનફામેબલ ગેસ છે આની સાથે આઇસીયુ માં એકરતા વધારે ઇલેક્ટ્રીક ઉપકરણો કાર્ય કરતા હોય છે.ત્યારે નાનકડો સ્પાર્ક પણ થાય તો આગ લાગવાના ચાન્સીસ થતા હોય છે. આ અકસ્માત ની જેમ થતું હોય છે.આ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો નું રેગ્યુલર મેન્ટેન્સ થતું હોય છે છતાં આગ લાગવી એ આકસ્મિક રીતે બનતું હોય છે.તેમજ દર્દી ઓ ને આઇસીયુ માં અન્ય કોઈ જોખમ થતું નથી તેના માટે ની તમામ સાવચેતીઓ અને નિયમો નું આઇસીયુ માં પાલન કરવામાં આવે છે

 

આઇસીયુમાં આધુનિક સાધનો સાથે સઘન સારવાર ની તમામ સુવિધાઓ પુરીપડવામાં આવે છે
: ડો. જયેશ ડોબરીયા (પ્લામોંનરી , ક્રિટિકલ કેર નિષ્ણાત , સીનર્જી હોસ્પિટલ)

વિશ્વમાં પોલિયોના અપેડમીક બાદ આઇસીયુ ની શરૂવાત થઈ.ભારત માં મુંબઈ ખાતે થી આઇસીયુ ની શરૂવાત થઈ હતી. હાલ ના સમય માં આઇસીયુ આધુનિક ની સાથે સઘન સારવાર ની તમામ સુવિધાઓ પુરીપાડે છે.આઇસીયુ ખર્ચાળ છે કારણ કે આઇસીયુ નું મેનેજમેન્ટ, નવી દવાઓ નાવ મશીનો, તેમજ અન્ય ઘણા વેરેન્ટેજ રહે છે. સામાન્ય વોર્ડ કરતા દર્દી ને આઇસીયુ માં સઘન સારવાર ની તમામ સગવડો મળી રહે છે. છેલ્લા 2 વર્ષ માં આઇસીયુ અંદર આગ લાગવાની ઘટનાઓ જે સામે આવી રહી છે. થોડાક દિવસ પહેલા ભોપાલ ની હોસ્પિટલ માં આગ લાગવાની ઘટના જોવા મળી. જ્યારે આવા બનાવ બનતા હોય ત્યારે કોઈ ડોકટર ના ઈચ્છે કે તેની હોસ્પિટલ માં આવી ગંભીર ઘટનાઓ ઘટે આ એક આકસ્મિક થતી ઘટનાઓ છે. તેમજ  આઇસીયુ ની અંદર નીતિ નિયમો નું ચુસ્ત પાલન કરવામાં આવે છે.

 

સરકારના સહયોગથી સિવિલ આઇ.સી.યુ.માં દર્દીઓ શ્રેષ્ઠ

સુવિધા અને સગવડો મેળવે છે: ડો. વંદના પરમાર (HOD એનેથેસ્યોલોજી , સિવિલ હોસ્પિટલ)

આઇસીયુ માં સરકાર ના સહયોગથી ખૂબ સારા અત્યાધુનિક મશીન પ્રાપ્ત થયા છે. વેનિલેટર, મલ્ટી પેરા મોનિટરિંગ સિસ્ટમ, ઇન્ટેનસીવ માટે ના અન્ય સાધનો, દર્દી માટે ના સાધનો, ડિફિકલ એરવે મેનેજમેન્ટ ના સાધનો , હિમોડાઇનિંગ મોનીટરીંગ ના સાધનો, આવા અત્યાધુનિક મસીનો પ્રાપ્ત થાય છે.આઇસીયુ માં ટિમ વર્ક થી કામ થાય છે.અને ધાર્યા મુજબની સફળતા મેળવી શકાય છે.આઇસીયુ માં આગ શિવાય ના અન્ય જોખમો જોવા મળતા નથી આગ પણ અકસ્માત થકી થતી હોય છે.ઇલેક્ટ્રોનિક ઉપકરણો નું સતત ચાલુ રહેવું ઑક્સિજન નો પ્રવાહ વધારે હોવો જેના કારણે કયારે આકસ્મિક આવી આગની ઘટના બનતી હોય છે.