Abtak Media Google News

ગોંડલછેલ્લા કેટલાક સમય થી માથાભારે કેદીઓ ને લઈ ને ચર્ચા મા રહેલી ગોંડલ ની સબજેલ માં વિધાનસભા ચુંટણીઓ અને આચારસંહિતા ને અનુલક્ષી ને આજે ડીવાયએસપી ઝાલા,એસઓજી પીઆઈ જાડેજા,એલસીબી પીઆઈ ઓડેદરા,સીટી પીઆઇ સાંગાડા ઇન્ચાર્જ જેલર ધમભા રાણા સહિત ની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી જેલ મા લુખ્ખી ચલાવતા કેટલાક માથાભારે કેદીઓ ના સીન વીખી નાખી સપાટો બોલાવતા કેદીઓ મા ફફડાટ મચી જવા પામ્યો હતો.
સબજેલ મા છેલ્લા કેટલાક સમય થી માથાભારે કેદીઓ એ ઉપાડો લીધો હોય જેલ કમઁચારીઓ એ આ કેદીઓ ના ત્રાસ ની વિગતો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી.

જલ્સાજેલ તરીકે ઓળખાતી સબજેલ હમેંશા કઇ ને કઇ ઘટના ને લઈ ને ચર્ચા મા રહેતી હોય આજે સ્કોડ દ્વારા કડક હાથે ચેકિંગ હાથ ધરાયુ હોય સબજેલ મા સન્નાટો બોલી જવા પામ્યો હતો.જોકે ચેકિંગ દરમિયાન કોઈ પ્રતિબંધિત વસ્તુઓ હાથ લાગી નથી.થોડા દિવસ પહેલા સ્કોડ દ્વારા પંદર થી સતર જેટલા બાહુબલી ગણાતા કેદીઓ ને ખાખી નો આકરો ડોઝ અપાયો હોય કહેવાતા બાહુબલી ઢીલાઢફ બની ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.