સંક્રમણ મુદ્દે સુરેન્દ્રનગર ટ્રાફીક પોલીસની સતર્કતા સઘન ચેકીંગ

પીએસઆઇ ચુડાસમાએ માસ્ક વગર નીકળેલા લોકોને મેમા ફટકાર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે લોકોમાં પણ કોરોના બાબતે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ હજાર કરતાં પણ વધુ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં કોરોના સંક્રમણ અટકે તે હેતુથી જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે અને ઠેરઠેર જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરી માસ્ક વગર લટાર મારતા જિલ્લાવાસીઓ ને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તેવા પ્રયાસો હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ લોક જાગૃતિ અંગે ટ્રાફિક પોલીસની પહેલ શરૂ કરવામાં આવશે તેવું પણ પીએસઆઇ એરવાડીયા સાહેબ દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં જો સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં માસ્ક વગર લટાર મારતા લોકો ને દંડ ફટકારવામાં આવશે અને વેપારીઓને પણ ચેતવણી આપી છે કે સોશિયલ ડિસ્ટન્સ વેપારીઓ નહી જાળવે તો તેમને પણ દંડ ફટકારવામાં આવશે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામા સીટી પોલીસ મથકના પીએસઆઇ ચુડાસમા  પણ શહેરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરી ટાવર ચોક વિસ્તાર થી લઇ પતરાવાળી સુધી સીટી પીએસઆઇ ચુડાસમા દ્વારા માસ્ક બાંધ્યા વગર નીકળતા લોકોને મેમાં ફટકારવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તે હેતુથી જિલ્લા પોલીસ વિભાગ સતત પ્રયાસો કરી રહી છે.