રસીની રસપ્રદ વાતો: કોરોના તુમ કબ જાઓગે!

સામાન્ય રીતે કોઈ એક રસી બનાવવામાં વર્ષો લાગી જાય છે પરંતુ આ કોરોના વાઇરસની રસી તો ફક્ત એક વર્ષમાં જ બની ગઈ! કેવી રીતે? 

જો અત્યાર સુધી બનાવાયેલ રસીની વાત કરીએ તો તે વાઇરસના મૃત કોષોના માધ્યમથી શરીરને પ્રતિકારક બનાવતી હતી, પરંતુ કોરોના માટે બનાવાયેલ રસી એ એમઆરએનએ(ળછગઅ) એટલે કે મેસેંજર આરએનએના ખ્યાલ પર કામ કરે છે 

 

કોરોના વાઇરસ. આજકાલ આ જ બધે સંભળાય છે. અહી કોરોના કેટલો ઘાતક છે અને શું ધ્યાન રાખવાની જરૂર છે એ બાબત ની ચર્ચા કરવી નથી, પરંતુ કોરોના વિશે થોડી એવી વાતો છે જે લોકો ના ધ્યાન માં આવી નથી. આવે પણ કઈ રીતે? તેનાથી બચવા માટે એટલા ગૂંથાઈ ગયા છીએ કે આ કોરોના છે શું અને તેની રસી 1 વર્ષ માં જ કઈ રીતે બની ગઈ એના વિશે તો વિચારવા સુધ્ધાં સમય ન મળ્યો. ધ્યાન પણ ન ગયું. ગંભીર અવસ્થા માં દવાખાને પહોંચાડાયેલ દર્દીઓ ની પણ લાઈનો લગાવી દેનાર, અને દર્દી ને સુવડાવવા માટે પથારીઓ ખૂટવી દેનાર આ કોરોના વાઇરસ નો આખો એક પરિવાર છે. કોરોના વાઇરસ ફેમિલી તો વર્ષો જૂની છે અને તેમાં હજારો જાત – પાત ના વાઇરસ આવેલા છે. અત્યારે દુનિયા માં જે કોરોના વાઇરસે લાખો મૃત્યુ ઉપજાવ્યા છે એ તો આ વિશાળ ફેમિલી નો એક સદસ્ય જ છે!

કોઈ પણ રસી બનાવવા સમય લાગે છે. કારણ? રોગ ની પાછળ જવાબદાર વાઇરસ ને સમજવા એ કોઈ સહેલું કામ નથી. ઉપર થી રસી ની અસરો વિશે પણ અભ્યાસ કરવાનો હોય છે. લોકો પર આ રસી ના ટ્રાયલ કરવાના હોય છે. આ કારણે સામાન્ય રીતે કોઈ એક રસી બનાવવા માં વર્ષો લાગી જાય છે. પરંતુ આ કોરોના વાઇરસ ની રસી તો ફક્ત એક વર્ષ માં જ બની ગઈ! કેવી રીતે?

કોરોના વાઇરસ એ કોઈ આજકલ જન્મેલ સમૂહ નથી. આ વાઇરસ ના અલગ અલગ સદસ્યો પહેલા પણ ફેલાઈ ચૂક્યા છે! વૈજ્ઞાનિકો એ સૌપ્રથમ માનવ માં ફેલાતો કોરોના વાઇરસ વર્ષ 1965 માં શોધ્યો હતો. તે અત્યાર ના વાઇરસ જેવો ઘાતક નહોતો. આ વાઇરસ માં ફક્ત સામાન્ય શરદી જેવા લક્ષણો જોવા મળતા. ત્યાર બાદ ના દશકા માં વૈજ્ઞાનિકો ને વધુ પ્રકાર ના કોરોના વાઇરસ મળ્યા. સંપૂર્ણ કોરોના ફેમિલી માથી સાત વાઇરસ એવા છે જે મનુષ્ય ને અસર કરી શકે છે. અત્યારે જે વાઇરસ દુનિયાભર માં ફેલાયેલ છે તે એસએઆરએસ સીઓવી -(જઅછજ ઈજ્ઞટ) એ એસએઆરએસ(જઅછજ) એટલે વાઇરસ નો એવો પ્રકાર જે શરદી થી ચાલુ કરી ને ફેફસા સુધી ને નુકસાન પહોંચાડી શકે છે. આ વાઇરસ થી મોટે ભાગે થયેલ મૃત્યુ ન્યુમોનિયા કે ફેફસા ના ઇન્ફેકશન ના કારણે થાય છે. અહી રસપ્રદ વાત એ છે કે વર્ષ 2002 માં દક્ષિણ ચીન માં આવો જ એક પ્રકાર નો વાઇરસ ફેલાયો હતો. આ વાઇરસ માથા માં દુખાવો, તાવ, કફ અને શ્વાસ ને લગતી તકલીફ કરી શકતો હતો. ત્યારે પણ આ વાઇરસ લગભગ 28 દેશો માં ફેલાયો હતો. પરંતુ આ કારણે એટલા મોટા પ્રમાણ માં લોકો અસરગ્રસ્ત થયા નહોતા. 8000 લોકો સંક્રમિત થયા અને 774 લોકો ના મૃત્યુ ઉપજ્યા. ત્યાર બાદ વર્ષ 2004 માં એક ખૂબ નાનો ફેલાવો વધુ 4 લોકો માટે જીવલેણ બન્યો હતો. વધુ એક રસપ્રદ વાત એ છે કે આ વાઇરસ નો પિતરાઇ ભાઈ એવો એમઇઆરએસ(ખઊછજ) પ્રકાર નો વાઇરસ વર્ષ 2012 માં સાઉદી અરબ માં ફેલાયો હતો. આ વાઇરસ એ લગભગ 2500 લોકો ને સંક્રમિત કર્યા હતા. આ વાઇરસ એ તેના પિતરાઇ ભાઈ ની જેવા જ લક્ષણ ધરાવતો હતો પરંતુ તેનાથી સંક્રમિત થતાં લોકો માં કિડની ફેઇલ્યુર જેટલું ભયાનક પરિણામ નીપજતું હતું. ભલે આ વાઇરસ થોડો ઓછો ચેપી પરંતુ વધુ ઘાતક હતો. અત્યારે જે કોરોના વાઇરસ ફેલાયો છે તેના ઉદ્ભવ વિશે પણ મતમતાંતર છે.

આખી દુનિયા માં પ્રચલિત છે કે ચીન માં વુહાન ખાતે આ વાઇરસ એક ચામાચીડિયા મારફતે ફેલાયો હતો. પરંતુ આ વાઇરસ ફેલાવના સમયે વુહાન ના વેટ માર્કેટ માં ચામાચીડિયા નું વેચાણ થઈ જ નહોતું રહ્યું! આ કારણે પંગોલીન્સ ને સંભવિત ફેલાવકર્તા ગણવા માં આવે છે.

 

વિશ્વનું સૌથી ઝડપી રસી ઉત્પાદન

જ્યારે કોરોના ની રસી બની રહી હતી,  અને જ્યારે આજે બજાર માં ઘણા લોકો રસી મૂકવી પણ ચૂક્યા છે ત્યારે લોકો ના મન માં એક જ પ્રશ્ન છે કે શું આ રસી કોરોના થી બચાવશે? જ્યાં રસી બનાવવા માં વર્ષો નો સમય લાગી જતો હોય છે ત્યાં આ એક વર્ષ માં બનેલ રસી કોરોના નાબૂદ કરી શકશે?

જ્યારે વૈજ્ઞાનિકો આ વિશ્વ ભરમાં ફેલાયેલ રોગચાળા ને નાથવા પ્રયત્નશીલ થયા ત્યારે તેઓ શૂન્ય થી શરૂઆત નહોતા કરતાં. કોરોના વાઇરસ ફેમિલી ના આ નવા ઘાતક સદસ્ય ને પછાળવા તેમની પાસે એક માળખું તો તૈયાર જ હતું. કારણ કે વર્ષો જૂની કોરોના વાઇરસ ફેમિલી પર ઘણા સંશોધનો થયેલા હતા. તેમણે ફક્ત આ નવા સદસ્ય ને સમજવાનો હતો. આ સાથે ટોપ પ્રિઓરિટી પર જોઈએ તેટલું નાણાંભંડોળ ફાળવાયેલ હતું. કેટલાય આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ સુપર કમ્પ્યુટર કાર્યરત હતા. આ સાથે એ નોંધવું પણ ખૂબ જ જરૂરી છે કે કોરોના ની રસી બાકી રસી કરતાં અલગ રીતે બનાવાયેલ છે.

જો અત્યાર સુધી બનાવાયેલ રસી ની વાત કરીએ તો તે વાઇરસ ના મૃત કોષો ના માધ્યમ થી શરીર ને પ્રતિકારક બનાવતી હતી. પરંતુ કોરોના માટે બનાવાયેલ રસી એ એમઆરએનએ(ળછગઅ) એટલે કે મેસેંજર આરએનએ ના ખ્યાલ પર કામ કરે છે. જો સરળ ભાષા માં વાત કરીએ તો મેસેંજર આરએનએ પ્રકાર ની રસી એ શરીર ને એવા પ્રોટીન બનાવતા શીખવે છે જે કોરોના વાઇરસ સામે પ્રતિકારક નીવડી શકે. આ રસી ને અસર કરવા 3 પડાવ પાર કરવા પડે છે. પહેલું અપર આર્મ પર ઈંજેક્ષન દ્વારા મેસેંજર આરએનએ ને શરીર ના કોષ માં દાખલ કરાય છે. ત્યાર બાદ તેમના પ્રતિકારક કોષ માં પ્રવેશ્યા બાદ તેઓ કોષ દ્વ્રારા જ પ્રોટીન ના ઉત્પાદન માં વપરાય છે. પ્રોટીન બન્યા બાદ કોષ નું વિઘટન થઈ નિકાલ થાય છે. બીજા ચરણ માં શરીર આ અજાણ્યા નવા બનેલ પ્રોટીન સામે પ્રતિકારક એન્ટિબોડી ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. ત્યાર બાદ છેલ્લા પડાવ માં શરીર ધીરે ધીરે આ કોરોના વાઇરસ સામે પ્રતિકાર ક્ષમતા ઉત્પન્ન કર્તા શીખી જાય છે.

પરંતુ શું આ રસી સંપૂર્ણ પણે સુરક્ષિત છે? શું આપણે સંપૂર્ણ કોરોના પ્રતિકારક બની શકીએ? આના જવાબ માં એ કહી શકાય કે રસી ના પહેલા ડોઝ બાદ શરીર પ્રતિકારક બનવાનું શીખવાનું શરૂ કરે છે. તે સમયે જો કાળજી રાખવા માં ન આવે તો સંક્રમિત થવા ની સંભાવના છે. રસી ના બીજા ડોઝ બાદ શરીર લગભગ 95 ટકા પ્રતિકારક બન્યું હોય છે. જુદી જુદી રસી માં આ પ્રતિકારકતાની ટકાવારી અલગ છે. થોડા લોકો રસી લઈ લે તેનો મતલબ એ નથી કે આપણે કોરોના મુક્ત થયા છીએ. આ પ્રતિકારકતા ને કોરોના ના વિકસિત થતાં જતાં પ્રકાર સામે ત્યારે જ અડગ રાખી શકાશે જ્યારે વિશ્વ ના મહત્તમ લોકો રસીકરણ નો લાભ લઈ ચૂક્યા હશે. આ એક લાંબી પ્રક્રિયા છે. જેમ વર્તમાન સમય માં ફેલાયેલ નવો કોરોના પૂર લોકો નો ભોગ લઈ રહ્યો છે, તે જોતાં વધુ ને વધુ ઝડપી રસીકરણ કરવું અને ઓછા માં ઓછા લોકો માં સંક્રમણ થવું એ જ માત્ર ઉપાય છે.

યાદ રાખજો જો આ મહાપ્રલય થી બચવું હશે તો સભાન થવું જ પડશે. બાકી આ કળયુગ ના કહેર સામે ટકી શકાશે નહીં!

 વાઇરલ કરી દો ને 

આ હવે જો લોકડાઉન કરવાનું હોય તો લોકો ને ઘરે બેસાડવા નેટફ્લિક્સ ને એવું બધુ ફ્રી માં આપવા માંડો!
ફ્રીનેટફ્લિક્સ

તથ્ય કોર્નર

અત્યાર સુધી સૌથી ઝડપી રસી નો સમયગાળો 4 વર્ષ માં બનેલ ગાલપચોડીયા ની રસી નો હતો ત્યાર બાદ સૌપ્રથમ એક વર્ષ માં બનેલ રસી કોરોના ની રસી એ તે સ્થાન લીધું છે