મોસ્ટ બ્યુટીફૂલ વુમનના ખિતાબ અંગે ‘રાણી પદ્મીની’નો જવાબ

બોલીવુડની રાણી પદ્મીની એટલે કે દિપીકા પડુકોને ગઈકાલે એક એન્ટરટેઈનમેન્ટ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું આંતરીક સૌંદર્ય અને સંસ્કારને વધુ મહત્વ આપુ છું. તેણે પદ્માવતની રીલીઝના એક દિવસ પહેલા માત્ર એક જ ઈન્ટરવ્યુ આપ્યું હતું. તાજેતરમાં તેને મળેલા મોસ્ટ બ્યુટીફૂલ વુમનના ખિતાબ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, માત્ર બાહ્ય સુંદરતા નહીં પરંતુ તમારી આંતરીક સુંદરતા, તમારા વિચાર, તમારા સંસ્કાર, તમારો ઉછેર, તમારો અભ્યાસ વિગેરે બધુ મહત્વનું છે.

આજે રીલીઝ થયેલી ફિલ્મ પદ્માવતમાં દિપીકા પડુકોન રાણી પદ્મીનીનો કિરદાર નિભાવી રહી છે. તાજેતરમાં તેણે ટ્રાફિક પોલીસની વર્દીમાં એક ફોટોસુટ કરાવ્યું હતું. પરંતુ આ તસ્વીર કઈ ફિલ્મ માટે છે તે હજુ જણાવાયું નથી. દિપીકાએ ફિલ્મ પદ્માવત માટે અઢી વર્ષ આપ્યા છે. હવે જયારે ફિલ્મ રીલીઝ થઈ ગઈ છે ત્યારે તે નવી ઓફર પર ધ્યાન દઈ રહી છે. રણવીરસિંઘ સાથે ઘર માંડવાનો હજુ તેનો કોઈ વિચાર નથી.

ગઈકાલે રાત્રે દિપીકા અને રણવીર પદ્માવતના સ્ક્રીનીંગમાં સાથે પહોંચ્યા હતા. રણવીરસિંઘ, શાહિદ કપૂર અને દિપીકા પડુકોન પદ્માવતના મુખ્ય કિરદાર છે. હવે તેઓ અન્ય ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.