Abtak Media Google News

આરએમસી દ્વારા ફિડરેટીંગ ફ્રી એન્ટ્રી ચેસ ટૂર્નામેન્ટ

રાજકોટ શહેરના આંગણે ઈન્ટરનેશનલ ચેસ ટૂર્નામેન્ટ શ‚ થઈ છે. આરએમસી દ્વારા ફિડરેટિંગ ફ્રી એન્ટ્રી ચેસ ટૂર્નામેન્ટ છે. ૪૦૪ ખેલાડીઓમાં ૫ વર્ષથી ૮૮ વર્ષના સ્પર્ધક સામેલ છે. ૧૦ રાઉન્ડના અંતે વિજેતાને ૩૫૦૦૦ ‚પિયાનું ઈનામ અપાશે. ગુજરાત બહારથી પણ ખેલાડીઓ આવ્યા છે. ૨૭મીએ ટૂર્નામેન્ટ પૂરી થશે.

ઈન્ટરનેશનલ ચેસ આર્બીટર ઈંદુભાઈ પરમારે કહ્યું કે ભારતમાં ચેસની અંદર સૌથી સિનિયર આર્બીટરમાં નામ છે. વર્લ્ડ કપ પણ રમી આવેલા છે અને એશિયા કપ પણ રમી આવેલાં છે. તેમજ સૌથી વધુ ટૂર્નામેન્ટનો અનુભવ છે. આરએમસી દ્વારા ફિડરેટીંગ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે ભારત નહિં પરંતુ આખા વિશ્ર્વની અંદર અનોખુ અભિયાન છે. કારણ કે કોઈપણ ચેસ ટૂર્નામેન્ટમાં એન્ટ્રી ફિ વગર કોઈને રમાડવામાં આવતા નથી અને પ્રાઈઝ પર ૧૦ ટકા એન્ટ્રી લેવાની છુટ હોય છે. આપણે ૩ લાખ કે ૨ લાખના પ્રાઈઝ કુલ સામે એક પણ પૈસો લીધા વગર રહેવાની સગવડ પણ મફત અને જમવાની સગવડ પણ મફત એવી આ ટૂર્નામેન્ટમાં આપણી પાસે ૪૯૮ એન્ટ્રીઓ રજીસ્ટર થઈ હતી. પણ ચારેબાજુ વરસાદ અને નાળા તૂટી ગયાં. રસ્તા બ્લોક થઈ ગયા એ હિસાબે ૧૦૭ ખિલાડીઓ સાંજના ૫ વાગ્યા સુધી પહોંચી ન શકયા. ૪ વાગે ટૂર્નામેન્ટ શ‚ કરવી હતી. પરંતુ છેવટે ૪૦૪ ખેલાડી સાથે આ ટૂર્નામેન્ટ શ‚ થઈ.

આ ટૂર્નામેન્ટનું આયોજન ખૂબ સરસ છે. આ ટૂર્નામેન્ટમાં ૧૦ રાઉન્ડ છે. ૧૦ રાઉન્ડના અંતે વિજેતાને ૩૫,૦૦૦/- ‚પિયા મળશે. આ ઉપરાંત પ્રોત્સાહક ઈનામો તેમજ ટ્રોફિ પણ મળશે. આ ટૂર્નામેન્ટની વિશેષતા એ છે કે ઈન્ટરનેશનલ રેટીંગ મળતું હોય તો ભારતભરમાંથી ખેલાડીઓ આવે એટલે અહીં દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, ગુજરાતભરમાંથી નાના-નાના ટાઉન આણંદ, પેટલાદ, બોરસદ, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમદાવાદથી પણ ખેલાડીઓ આવેલા છે. ૫ વર્ષથી નીચેના એક ખેલાડી પણ છે અને ૮૮ વર્ષના એક ખેલાડી પણ છે. ખૂબ જ સરસ આયોજન થયું છે.

સ્પર્ધક કૃતિક ત્રિવેદીએ કહ્યું કે અમે ભાવનગરથી આવેલા છીએ અને આ ટૂર્નામેન્ટમાં મેં પાર્ટીસિપેટ કરેલું છે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવડી મોદી રેટીંગ ટૂર્નામેન્ટ થઈ છે. જેના કારણે લોકલ અને બહારના ઘણાં બધાં પ્લેયરોને ચાન્સ મળેલો છે. લોકોને ખૂબ જ દૂર જવું પડતું હતું. રેટીંગ રમવા માટે પરંતુ આ આયોજનથી ખૂબ સરળતા થઈ છે. ખૂબ સારું આયોજન છે અમને ખૂબ મજા આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.