કોફીનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે તે થાકને ઝડપથી દૂર કરી નાખે છે. કોફીનો પ્રકાર તેમાં ઉમેરવામાં આવતી સામગ્રી અને તૈયાર કરવાની રીતથી અલગ પડે છે. તેમાં ઉમેરવામાં આવતી સામગ્રી, કોફીનો સ્વાદ અને સુગંધ બદલી દે છે. ત્યારે આ સ્વાદની મજા લેવા આપણે કેફે કે રેસ્ટોરૉંમાં જઈએ છીએ. પરંતુ તેને તમે ઘરે પણ બનાવી શકો છો.

એસ્પ્રેસો કોફી :

COFY

સામગ્રીઃ

દૂધ- 1 કપ

પાણી- 1 મોટો ચમચો

કોફી પાવડર- 1 નાની ચમચી

ક્રસ કરેલી ખાંડ- 1 નાની ચમચી

ચોકલેટ ગાર્નિશ કરવા માટે.

બનાવવાની રીત : એક કોફી મગમાં કોફી પાવડર, ક્રશ કરેલી ખાંડ અને એક મોટો ચમચો પાણી નાખીને સારી રીતે હલાવવો. તેમજ તેને ત્યાં સુધી હલાવવો જ્યાં સુધી પેસ્ટ આછા ભૂરા કલરની ન થઈ જાય. એક પેનમાં મધ્ય તાપે દૂધ ગરમ કરો. તેમજ દૂધનો ઉભરો આવે ત્યાં સુધી તેને ધીમા તાપે ગરમ કરો, પરંતુ દૂધને ઉકાળવું નહીં. ગરમ થઈ રહેલા દૂધને કાચના જારમાં નાખીને ફીણ આવે ત્યાં સુધી ઝડપથી હલાવવો. તેમજ કોફીવાળા કપમાં આ ફીણવાળા દૂધને ધીમે ધીમે નાખતા ચમચીથી ઉમેરો. પેનમાં વધેલી ફીણને કોફીની ઉપર ઉમેરો. ત્યારબાદમાં તેને ચોકલેટ સિરપ અથવા ચોકલેટ પાવડરથી ગાર્નિશ કરો.

મસાલા કોફી :

M COFY

સામગ્રીઃ

કોફી પાવડર- 1/2 નાની ચમચી

એલચી પાવડર- 1/4 નાની ચમચી

તજ પાવડર- 1/2 નાની ચમચી

આદુ- 1 નાની ચમચી ઝીણું સમારેલું

ફૂલક્રીમ દૂધ-200 મિલી

ખાંડ- 1 નાની ચમચી

પાણી- 1/2 કપ

બનાવવાની રીત : એક પેનમાં પાણી ગરમ કરો. તેમાં કોફી પાવડર, એલચી પાવડર, તજ પાવડર, અને આદુ મિલાવો. તેને સારી મિક્સ કરો અને થોડી વાર સુધી ચઢવા દો. હવે તેમાં ઉભરો આવે ત્યારબાદ ધીમે ધીમે દૂધ ઉમેરવું. તેમાં ઉભરો આવે ત્યારે સુધી ચઢવા દો. હવે ગેસ બંધ કરીને તેમાં ખાંડ નાખીને ચઢવા દો. ખાંડને છેલ્લે નાખવી નહીં નહિતર દૂધ ફાટી શકે છે. ત્યારબાદ તમારા સ્વાદ પ્રમાણે મસાલો ઓછો અથવા વધારે કરી શકો છો. હવે તેને એક કપમાં ગરણીથી ગાળી લો. મસાલા કોફી તૈયાર છે જે બીમારી સામે લડવાની ક્ષમતા પણ વધારશે.

ચોકલેટ કોફી :

CC

 

સામગ્રીઃ

ડાર્ક ચોકલેટ- 1 મોટી ચમચી

તજ પાડવર- 1/4 નાની ચમચી

ઈન્સ્ટન્ટ કોફી પાવડર- 1 નાની ચમચી

જાયફળ પાવડર 1 ચપટી

ખાંડનો પાવડર-1 મોટો ચમચો

દૂધ- 1 મોટો ચમચો

ગરમ દૂધ – 1/2 કપ

બનાવવાની રીત : એક પેનમાં ડાર્ક ચોકલેટના ટૂકડા, તજ પાવડર, કોફી પાવડર, જાયફળ પાવડર, ખાંડ અને એક મોટો ચમચો દૂધ ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ મિશ્રણ પીઘળી જાય ત્યાં સુધી તેને ચમચીથી સારી રીતે હલાવતા રહેવું. ત્યારપછી તેને માઈક્રોવેવમાં પણ 20 મિનિટ સુધી ગરમ કરી શકાય છે. હવે તેને કપમાં લઈ લો અને ઉપરથી ગરમ દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરો. આ સાથે ચોકલેટ કોફી તૈયાર છે.

કૈફે લાટે :

K COFY

સામગ્રીઃ

કોફી પાવડર-2 નાની ચમચી

ક્રશ કરેલી ખાંડ- 1 નાની ચમચી

ગરમ પાણી- 1/4 કપ, દૂધ- 1 કપ

બનાવવાની રીત : એક કપમાં કોફી પાવડર, ક્રશ કરેલી ખાંડ અને ગરમ પાણી નાખીને સારી રીતે મિક્સ કરો. ગરમ દૂધને કાચના જારમાં નાખીને ફીણ બને ત્યાં સુધી હલાવવો. હવે આ દૂધને ધીમે ધીમે કોફીવાળા કપમાં નાખો. જેમ જેમ દૂધ કપમાં નાખશો, ફીણ ઓછી થતી જશે અને અંતમાં કોફી ઉપર આવી જશે. હવે ગરણીની મદદથી કોકો પાવડર કોફીની પર છાંટવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.