Abtak Media Google News

દર વર્ષે ૨૯ એપ્રિલના રોજ ઉજવણી થાય છે : આધુનિક બેલેના પ્રણેતા જીન જયોર્જ નોવરેની જન્મજયંતી

વિવિધ કલાઓમાં નૃત્યકલા પણ આપણા દેશમાં વર્ષોથી પ્રચલિત છે. પ્રાચિન કાળથી રાજ દરબારમાં નર્તન કલાને વિશેષ દરજજો આપવામાં આવ્યો છે. ૧૯૮૨માં આઈ.ટી.આઈ.ની ડાંસ કમિટી દ્વારા ૨૯મી એપ્રિલે આંતરરાષ્ટ્રીય ડાન્સ દિવસની ઉજવણી કરવાનું નકકી કરાયું. નૃત્ય અને ડાન્સ શબ્દોમાં ભલે ફેર ન દેખાય પણ ભારતીય નૃત્ય કલાનાં વિવિધ પ્રકારો અને પાર્ટીમાં કે દાંડિયા રાસના ડાન્સ અવશ્ય જુદા પડી શકે છે. ભારત નાટયમ કે વિવિધ રાજયોનાં પારંપરીક નૃત્ય એ આપણી સંસ્કૃતિ છે. જીન જર્યોજ નોવરે જેનો સમયગાળો ૧૭૨૭ થી ૧૮૧૦ સુધીનો હતો. તે આધુનિક બેલે નૃત્યનાં પ્રણેતા કહેવાય છે. આપણે ત્યાં નૃત્યનાં પ્રકારોમાં કુચીપુડી ભારત નાટયમ, કથ્થક, ઓડીસી, કથ્થકકલી અને મણીપુરી જેવા વિવિધ નૃત્યનાં પ્રકારો છે આ બધાને ઈન્ડિયન કલાસિકલ ડાન્સ કે નૃત્ય કહેવામાં આવે છે. વૈશ્ર્વિક આઈટીઆઈ સંસ્થા દર વર્ષે શ્રેષ્ઠ કોરિયોગ્રાફર કે ડાન્સરનો એક સંદેશ દુનિયાભરમાં પ્રસારિત કરે છે. આથી પસંદગી નિયત કમિટી કરે છે. આ નૃત્ય સંદેશને વિશ્ર્વની કેટલીય ભાષામાં અનુવાદ કરીને વૈશ્ર્વિક સ્તરે પ્રસારિત કરાય છે. ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ)નું મુખ્યાલય શાંધાઈ-ચીનમાં આવેલું છે. પેરીસમાં પણ આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન કાર્યરત છે. વૈશ્ર્વિક ન્યુઝલેટર દ્વારા વિવિધ કલા પ્રદર્શન અને તે પરત્વેનાં વિવિધ આયોજનો, પ્રોજેકટ, પરિયોજનાની માહિતી તેના સભ્ય દેશોને અપાય છે. આ દિવસની ઉજવણી મુળરૂ પથી દુનિયાભરમાં થતા વિવિધ આયોજન, કાર્યક્રમો અને તહેવારનાં માધ્યમથી નૃત્યની ભાગીદારી અને તેની શિક્ષાને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે.

Knowledge Corner Logo 4 10

વૈશ્ર્વિક સ્તરે વિવિધ કાર્યક્રમો જેવા કે ઓપન, ડોર, કોર્સ, પ્રદર્શની, લેખ, સ્ટ્રીટ શો વિગેરે જેવાનું આયોજન થાય છે. આપણે ત્યાં ઉત્સવો સાથે નૃત્ય કલાને વર્ષોથી જોડેલ છે. સામાન્યજન સુધી પણ જનજાગૃતિનાં ભાગરૂ પે આપણી પ્રાચિન ધરોહર નૃત્ય કલાને વેગ મળે એ આશયથી પણ વિવિધ સંસ્થાનો કાર્યરત થઈને સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ આયોજન કરે છે. ભારતમાં વિવિધ રાજયોના લોક નૃત્ય કલા પણ વૈશ્ર્વિક લેવલે નોંધ લેવાયને સરાહના કરી છે. નૃત્યનાં વિવિધ આર્ટ સ્વરૂ પોમાં મહત્વનાં ૧૦ પ્રકારો પ્રચલિત છે. તેથી આપણે કહી શકીએ કે સામાન્ય લોકોમાં નૃત્યનાં મહત્વ વિશે જાગૃતી લાવવા પણ આ દિવસે નૃત્યનાં યોગ્ય સ્થાન પ્રદાન કરવા વિશ્ર્વભરની સરકારો કાર્યરત છે. ઓડિસી ડાન્સ:- આ નૃત્યની શુદ્ધ શાસ્ત્રીય શૈલી છે. મોહક મુદ્રાઓથી સમૃદ્ધ છે. આ નૃત્યમાં ભાવવાહી સાથે વાર્તાતત્વ હોય છે. ઓડિશાના મંદિરોમાં થતી પ્રાચિનકલા છે.

  • ભરત નાટયમ:- તે સૌથી પ્રાચીન શાસ્ત્રીય પરફોર્મિંગ કલા છે. જે સમગ્ર વિશ્ર્વમાં પ્રચલિત છે. આ નૃત્યના સ્વરૂ પનું મુળ તામિલનાડુથી છે.
  • સમકાલિન ડાન્સ:- તે થીમ સ્ટાઈલવાળા નૃત્ય સાથે સંકળાયેલ છે. એનું સ્વરૂ પ આજે ચલણમાં છે.નિયો કલાસિકલ ડાન્સ:- તે પરફોર્મિંગ આર્ટસનું નવિનતમ સ્વરૂ પ છે. ૨૦૧૯ની વર્તમાન જીન એકસ સાથે મેળ ખાતી આધુનિક શૈલીથી ઓળખાય છે.
  • તાંડવ નૃત્ય:- શિવતાંડવ નૃત્ય સ્વરૂ પમાં પૌરાણિક કલા છે જે ભગવાન શિવ સાથે સંબંધિત છે. જેમાં તેના વિવિધ સ્વરૂ પોમાં ચિત્રિત કરવામાં આવેલ છે.કુચિપુડી નૃત્ય:- મૂળ આંધ્રપ્રદેશની શાસ્ત્રીય નૃત્યકલા છે.
  • કથ્થક નૃત્ય:- ભારતના અત્યાર સુધીના સૌથી આકર્ષક શાસ્ત્રીય નૃત્યમાંની એક કલા છે. આની ઉત્પતિ બનારસ, લખનઉ, જયપુર જેવા વિવિધ સ્થળોએ જોવા મળે છે.
  • ચૌ નૃત્ય:- તે સ્ટેજ ડાન્સનું અર્થ શાસ્ત્રીય સ્વરૂપ છે અને તે ભારતીય ઉપખંડના પૂર્વ ભાગમાંથી શરૂ આત થઈ હતી.
  • કથકલી નૃત્ય:- તે ડાન્સનું કલ્પિત સ્ટેજ આર્ટ ફોર્મ છે તે ભારતીય ઉપખંડનાં દક્ષિણ ભાગમાંથી ઉદભવેલ છે. આજ સુધીનાં સૌથી મુશ્કેલ નૃત્ય સ્વરૂપ માનવામાં આવે છે.
  • મણિપુરી નૃત્ય:- નામ ઉપરથી ખ્યાલ આવે કે તે મણિપુર રાજયનાં ઉતર-પૂર્વ ભાગમાંથી શરૂ  થયેલ છે. તે એક જીવંત શાસ્ત્રીય નૃત્ય છે જે ભારતીય દેવી-દેવતાઓની શુદ્ધ ભારતીય પૌરાણિક કથાઓની આસપાસ ફરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.