Abtak Media Google News

આર્મેનિયા દેશના ૧૦થી વધુ કલાકારોએ પોતાના દેશના નૃત્યો પ્રસ્તુત કર્યા: ભારતીય સંસ્કૃતિની ઝલક નિહાળી કલાકારો યાં મંત્રમુગ્ધ

ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ (ઇંડિયન કાઉન્સીલ ફોર કલ્ચર રિલેશન) અને રાજકોટની આરકે યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ૫ ડિસેમ્બરના દિવસે આરકે યુનિવર્સિટીનાં મેઇન કેમ્પસ ખાતે ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આર્મેનિયા દેશનાં ૧૦થી વધુ કલાકારોએ આર્મેનિયા દેશના લોક નૃત્ય અને બીજા અલગ અલગ નૃત્યો પ્રસ્તુત કર્યા હતા જેને નિહાળીને પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી. સાથોસાથ ભારતીય કલાકારોએ પણ ગરબા અને શાસ્ત્રીય સંગીત દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝલક સૌને આપી હતી જે નિહાળીને દર્શકોની સાથે આર્મેનિયન કલાકારોએ પણ મંત્રમુગ્ધ થયા હતા.

આયોજનની ભવ્ય સફળતા બાદ ભવિષ્યમાં પણ ભારત અને દુનિયાના સાંસ્કૃતિક વારસાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવા માટેના ભવ્ય આયોજન વધુ વિશાળ પાયે રાજકોટના આંગણે થતાં રહેશે તેમ આયોજકોએ જણાવ્યુ હતું.

7537D2F3 5

આર્મેનિયમ લોકો ગુજરાતી ગરબા રમી ખુશ યા: અર્જૂનભાઈ

અર્જુનભાઈએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઈવેન્ટ સુંદર આયોજન સો સફળ રહી છે. ૫૦૦થી વધુ લોકો અહીં આવ્યા છે. આર્મેનિયમ ગ્રુપ દ્વારા ખુબ સરસ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આવી ઈવેન્ટ પ્રમવાર થઈ છે. જેથી લોકો ખુબ ખુશ છે. અને અર્મેનિયમ ગ્રુપને પણ અહીં પરફોર્મ કરીને આનંદ થયો હતો. છેલ્લે એ લોકોએ ગુજરાતી ગરબા પણ રમ્યા હતા. આ આયોજની આર.કે.યુનિવર્સિટીના વિર્દ્યાીએ તા અરર્મેનિયાી આવેલા ગ્રુપ ખુબ મજાથી ભાગ લીધો હતો.

અહીંનો રીસ્પોન્સ જોઈને ખૂબ ખુશી ઈ: સુભાષસિંગ

સુભાષસિંગ (આઈસીસીઆર)એ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અમારો છઠ્ઠો ઈન્ટરનેશનલ ફોક અને કલાસીક શો છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં શો કર્યા છે. સૌરાષ્ટ્રમાં પહેલી વખત શો માટે આવ્યા છીએ અને રાજકોટમાં અમારી પહેલી ઈવેન્ટ છે. અહીંનો રીશપોન્સ જોઈને ખુબ ખુશ છું અને ભવિષ્યમાં ઈચ્છા છે કે બીજા પણ ગ્રુપો અહીં આવે કલ્ચરને આગળ લાવવા ખુબ મહેનત કરીએ છીએ. આર્ટીસ્ટોને અમારા ગ્રુપમાં સો રાખી કાર્યક્રમો કરીએ છીએ. છેલ્લા ૬ મહિનામાં ૧૨ ી ૧૫ કાર્યક્રમ કર્યા છે. રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા એ જોઈ મને ખુશી ઈ છે.

અહીંની સંસ્કૃતિ, અહીંના લોકો અમને ખુબ ગમ્યા: મેરી

મેરી એ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, અરમેનિયાી ભારત પહેલી વખત આવ્યા છીએ. અહીંનો અનુભવ અમારો ખુબજ સારો રહ્યો છે. સૌપ્રમ અમા‚ ગ્રુપ ભારતની મુલાકાતે આવેલ અહીંની સંસ્કૃતિ અહીંના લોકો અમને ખુબ ગમ્યા છે. અમે પ્રભાવિત યા છીએ. ફોક ફેસ્ટીવલ એ વિશ્ર્વ માટે જરૂરી  છે. અહીં જે છઠ્ઠે ઈન્ટરનેશનલ ફોક એન્ડ કલાસીક શોનું આયોજન યું તે સંપૂર્ણ સુંદર અને એકદમ સરસાઈ અને અમને લોકોને ખુશી છે કે અમે અહીંયા હાજર છીએ. અમારા ગ્રુપને પ્રાઉડ થાય છે કે અમારી સંસ્કૃતિને અહીં ભારતમાં રજૂ કરીએ છીએ. અમા‚ પરફોર્મન્સ ખુબ સરસ રહ્યું અને લોકોએ ખુબ માણ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.