Abtak Media Google News

તેર દેશ અને ભારતના ૬ રાજયોના પતંગ બાજોએ આકાશને રંગબેરંગી બનાવ્યું

પી.એમ. નરેન્દ્ર મોદી તેમજ બેટી બચાવો બેટી પઢાઓ સહિતના સ્લોગન સાથેના પતંગોએ આકર્ષણ જમાવ્યું

મકરસંક્રાન્તિને હવે જૂજ દિવસો બાકી હોય ગુજરાતભરમાં કાતિલ ઠંડીમાં પણ પતંગની મૌસમમાં ગરમી જોવા મળી રહી છે. ગુજરાતમાં દર વર્ષે પતંગ મહોત્સવ ઉજવાય છે જેમા દેશ-વિદેશના પતંગબાજો અવનવા પતંગના કરતબ દર્શાવતા હોય છે. આજરોજ દ્વારકાના રૂક્ષ્મણી મંદીર પાસે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ પર સતત ત્રીજા વર્ષે ગુજરાત ટુરીઝમ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારકાના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જીલ્લાના ઇન્ચાર્જ કલેકટર આર.આર. રાવલની અઘ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

Kite Festival Dwarka Dt 7

આંતરરાષ્ટ્રીય પતંગબાજોના અલગ અલગ આકાર સાથેના પતંગોની સાથો સાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોવાળા વિશેષ પતંગો તેમજ બેટી બચાવો બેટી પઢાઓની થીમ સહીતના અવનવા ગગનચંબુ પતંગોએ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દ્વારકાના આકાશમાં અનેરું આકર્ષણ જગાવ્યું હતું. ખાસ કરીને બાળકોએ સામાન્યત: બજારમાં જોવા મળતા પતંગો કરતા કોઇપણ પ્રકારના પેચ ન લડાવવાની વૃતિ સાથે અવનવા પતંગોને ન્હિાળવાનો આનંદ મેળવ્યો હતો.

Kite Festival Dwarka Dt 10

દ્વારકામાં સતત ત્રીજા વર્ષે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશીયા, ઇઝરાયલ, ઇટાલી સહીતના ૧૩ દેશો તેમજ દેશના કેરલ, પંજાબ, રાજસ્થાન, તામીલનાડુ, સહીતના છ રાજયોના પતંગબાજોએ પતંગ કૌવત માણેક તા.પં. પ્રમુખ લુણાભા સુમણીયા દ્વારા ના.પ્રમુખ જીતુભા માણેક, એ.એસ.પી. પ્રશાંત સુમ્બે, પ્રાંત અધિકારી જાડેજા, પ્રવાસન નિગમના અધિકારીઓ સ્થાનીક અગ્રણીઓ તેમજ અલગ અલગ સ્કુલના બાળકો શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.