Abtak Media Google News

અમેરિકન સ્પેસ એન્જન્સી નાસાએ કહ્યું છે કે, 2020 સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પર્યટકો માટે ખોલી દેવામાં આવશે. એટલે કે અંતરિક્ષમાં રિસર્ચ સિવાય પણ હવે લોકો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાઈ શકશે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું એક રાતનું ભાડું 35 હજાર ડોલર (અંજારે રૂ. 25 લાખ) હશે.

નાસાના ચીફ ફાઈનાન્સ ઓફિસર જેફ ડીવિટે શુક્રવારે જણાવ્યું કે, એજન્સી હવે ISSને આર્થિક લાભ માટે પણ ખોલી રહી છે. અમે તેનું માર્કેટિંગ પણ કરીશું. વર્ષ 2020 પછી દર વર્ષે ઓછામાં ઓછા બે મિશન થશે. તેમાં પર્યટકોને 30 દિવસ સુધી ISS પર રોકાવાની ઓફર આપવામાં આવશે. દર વર્ષે 12 અંતરિક્ષ યાત્રી સ્પેસ પર જઈ શકશે.

ISSને અમેરિકા અને રશિયાએ 1998માં જોઈન્ટ પ્રોજેક્ટ અંર્તગત બનાવ્યું છે. ઘણાં અન્ય દેશ પણ થોડા સમય પછી તેના નિર્માણમાં જોડાતા ગયા હતા. જોકે મોટા ભાગનો કંટ્રોલ્સ અને મોડ્યુલ્સનો ખર્ચ અમેરિકાએ જ ઉઠાવ્યો છે. જોકે આ પહેલીવાર નથી થતું કે કોઈ પર્યટક ISSની મુલાકાત કરશે. આ પહેલાં 2001માં અમેરિકન બિઝનેસ ડેનિસ ટીટોએ રશિયાને 2 કરોડ ડોલર (અંદાજે રૂ. 139 કરોડ) ચૂકવીને સ્પેશ સ્ટેશનની મુલાકાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.