‘આત્મીય’ એ ધો. 10 અને 12 મોક પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને હજારોના પુરસ્કાર !

Atmiya Collage
Atmiya Collage

પ્રથમ પચાસમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર

વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી મુક્ત થાય અને બોર્ડની પરીક્ષામાં સારૂં પરિણામ પ્રાપ્ત કરી શકે તેવા ઉદ્દેશથી આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓપન રાજકોટ મોક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.   તા. ૧૫ ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલઆ મોક પરીક્ષામાં રાજકોટની જુદી જુદી  શાળાઓમાં અભ્યાસ કરતા બે હજાર જેટલા વિદ્યાર્થીઓએભાગ લીધો હતો.  આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

વિષય નિષ્ણાંતો દ્વારા આ પેપર ચકાસણી કરીને વિદ્યાર્થીઓના ક્રમાંક નક્કી કરવામાં આવ્યા હતા.  જેમાં ધો.૧૦માં સર્વોદય સ્કુલના મોનિક તુલસીભાઈ સિંધવ પ્રથમ સ્થાને રહેતાં રૂ. અગિયાર હજાર, આત્મીય સ્કુલની વિદ્યાર્થીની દ્વિતીય સ્થાને રહેતાં રૂ. સાડા સાત હજાર અને તૃતીયક્રમાંકે રહેનાર સિંહાર સ્કુલના રાજ કે. સાપરિયાને રૂ. પાંચ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

તે જ રીતેધો.૧૨માં પ્રથમ ક્રમે રહેનાર આત્મીય સ્કુલના આયુષ કનેરિયાને રૂ. અગિયારહજાર,દ્વિતીય ક્રમે રહેનાર સ્કુલ ઓફ સાયન્સના વિદ્યાર્થી ઉત્સવ પટેલને રૂ. સાડા સાત હજાર અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર નિર્મલા કોન્વેન્ટની વિદ્યાર્થીની દેવાંશી વાંકાણીને રૂ. પાંચ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

પ્રથમ પચાસમાં સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને મેડલ આપીને સન્માનિત કરાયા હતા.  આ પરીક્ષામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને આદર્શ પ્રશ્નપત્ર સંપુટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.

આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના નિયામક ડૉ. જે.એન.શાહે જણાવ્યા પ્રમાણે કારકિર્દી નિર્માણના પ્રથમ પડાવરૂપ ધો. 10 અને 12ની  પરીક્ષાનો વિદ્યાર્થીઓને ડર લાગતો હોય છે.  મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કુલ અને પોતાના માર્ગદર્શકોની સલાહ પ્રમાણે છેલ્લા દિવસોમાં પ્રેક્ટીસ પેપર લખતા હોય છે.  આથી વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ થાય અને ડર પણ નીકળી જાય એવા ઉદ્દેશથી આ પરીક્ષાનું આયોજન પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે.  બોર્ડની રીતે જ પ્રવેશ, પેપર વિતરણ, સ્ટીકર્સ, સપ્લીમેન્ટરી, ચેકિંગ વગેરે વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઓપન રાજકોટ મોક પરીક્ષાનાં સમગ્ર આયોજનને સફલા બનાવવા ડૉ. જે.એન શાહ, પ્રિ. જી.ડી.આચાર્ય, નલીન ઝવેરી, પ્રો. જી.સી.જોશી વગેરેનાં માર્ગદર્શનમાં પ્રો.ડી.જે.પંડયા, પ્રો. આશિષ કોઠારી, પ્રો. કોમલ બોરીસાગર,  પ્રો. ભૂમિકાબેનઅને જીગ્નેશ રાઠોડેજહેમત ઉઠાવી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ દ્વારા આગામી તા. ૩૧ માર્ચે JEE અને ૧૩ એપ્રિલે ગુજકેટની મોક એક્ઝામ યોજવામાં આવનાર છે.