મલ્હાર જન્માષ્ટમી મેળા-૨૦૧૯માં રાઈડ્સ ચલાવવાના નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય તેવી રજૂઆત

introducing-the-rules-for-conducting-rides-at-malhar-janmashtami-fair-2019
introducing-the-rules-for-conducting-rides-at-malhar-janmashtami-fair-2019

અમોને રાજકોટના સુપ્રસિધ્ધ અખબારો દ્વારા જાણવા મળેલ છે કે, રાઈડસ ચાલકોએ ગુજરાત સરકાર દ્વારા રાઈડસ ચલાવવાના નવા નિયમો પ્રમાણે રાજકોટના જન્માષ્ટમી મેળામાં રાઈડસ ચલાવવા ઈન્કાર કરેલ છે અને આવા ફેરફારો નહીં કરવામાં આવે તો મેળામાં ભાગ નહીં લેવા ધમકી પણ આપેલ છે. આવા સંજોગોમાં આમ જનતાની જાહેર સલામતી માટે રજૂઆત કરવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા રાઈડસ ચલાવવાના નવા નિયમો મુજબ રાઈડસ ઉત્પાદકનું નામ, રાઈડસ બન્યાનું વર્ષ (આયુષ), રાઈડસ વપરાયાના કલાકો, રાઈડસ મેદાનમાં ફીટ થયા અંગેનું સર્ટીફીકેટ, રાઈડસમાં રીપેર થયા અંગેની વિગતો, રાઈડસ ઓપરેટરની લાયકાત અને અનુભવ વિગેરે હોવું આદેશાત્મક છે. નામદાર ગુજરાત સરકારના આ નિયમોમાં ફેરફાર/બાંધછોડ કરવા કોઈ વ્યક્તિ કે સંસને સત્તા ની. આવા સંજોગોમાં ગુજરાત સરકારના આ બધા જ આદેશો રાજકોટના “મલ્હાર જન્માષ્ટમી લોકમેળા-૨૦૧૯માં રાઈડસ ચલાવવામાં ફરજીયાત રીતે લાગુ થવા આવશ્યક છે તેવી રજૂઆત કરવામાં આવી છે.