નાના આઇપીઓમાં રોકાણ સોનાની ખાણ સમાન

investment | national | government
investment | national | government

ચાર મહિનામાં નાના ઉદ્યોગોના આઇપીઓ ર૦ ગણા વધુ ભરાયા

ભૂતકાળમાં ભંડોળ મેળવવા માટે મુશ્કેલી અનુભવતા નાના અને મઘ્યમ ઉદ્યોગો હવે રોકાણકારો માટે સોનાની ખાણ સમાન બન્યા છે. નાના-મઘ્યમ ઉદ્યોગોના આઇપીઓ રોકાણકારોના ફેવરીટ છે. છેલ્લા ચાર મહિનામાં નાના-મઘ્યમ ઉદ્યોગના આઇપીઓ ૨૦ ગણા વધુ ભરાયા હોવાનું નોંધાયું છે. ઉદાહરણ લઇએ તો દેવ ઇર્ન્ફોમેશન ટેકનોલોજી નામની અમદાવાદની કંપનીનો પબ્લીક ઇશ્યુ ૬ તારીખે ક્લોસ થયો હતો. આ ઇસ્યુની સાઇઝ ૬.રપ કરોડ હતી. આ આઇપીઓ ૭૬.૮ ગણો વધુ ભરાયો હતો અને રોકાણકારોએ ‚ા.૪૬૩ કરોડની બીડ કરી હતી. પ્રાઇમ ડેટાબેઝ દ્વારા અપાયેલી વિગતો અનુસાર કેમક્રસ એન્ટરપ્રાઇઝ, ફોકસ લાઇટીંગ અને ફીક્સટરસ લી. તથા ગ્લોબલ એજ્યુકેશન લી. જેવી નાની પેઢીઓના આઇપીઓ અનુક્રમે ૫૭.૪૧, ૯૨.૯૬ અને ૮૩.૮૬ ગણા વધારે ભરાયા હતા. વર્ષ ર૦૧૭ની શ‚આત સાથે બીએસઇ અને એનએસઇમાં પોતાના આઇપીઓ શ‚ કરનાર આઇપીઓમાં રોકાણકારોનો રસ અનેકગણો વધુ હતો. નાના-મઘ્યમ ઉદ્યોગોના આઇપીઓમાં રીટર્ન સારા મળતા હોવાનું રોકાણકારોનું માનવું છે. વર્ષની શ‚આતમાં ગુજરાતના ૧૦ અને મહારાષ્ટ્રના ૮ આઇપીઓ ઓવર સબસ્ક્રાઇબ્ડ થયા હતા. આંકડા અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬માં આઇપીઓ દ્વારા કંપનીઓએ ‚ા. ૩૧૧ કરોડ એકઠા કર્યા હતા જે વર્ષ ૨૦૧૬-૧૭માં બે ગણા વધીને ‚ા. ૮૦૭ કરોડ સુધી પહોંચી ગયા હતા. એક રીતે નાના-મઘ્યમ ઉદ્યોગના  આઇપીઓમાં રોકાણકારોને ચાંદીની ચાંદી દેખાય છે.