Abtak Media Google News

વિશ્વ ઇન્વેસ્ટર વીકની ઉજવણી અંતર્ગત પૂર્વ સાંસદ રમાબેન માવાણીનું આયોજન

વિશ્ર્વભરમાં નાણા રોકાણકારોની જાગૃતિ અને સશકિત માટે દર વર્ષે તા. 10 થી 16 ના સમયગાળા દરમ્યાન વિશ્ર્વ ઇન્વેસ્ટ વીક ની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના નાણા વિભાગના આદેશના અનુસંધાનમાં સીકયુરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (સેબી) દ્વારા આગામી તા. 10 ને સોમવારના રોજ 4 કલાકે ચેમ્બબ ઓફ કોમર્સ હોલ, કરણસિંહજી હાઇસ્કુલની સામે રાજકોટ ખાતે રાખેલ છે.

તા. 12 બાદ 4 કલાકે ગર્વમેન્ટ સર્કિટ હાઉસ, જામનગર ખાતે સેમીનારનું ઉદધાટન પુનમ માડમ સંસદ સભ્ય ના વરદ હસ્તે તા. 14 ચાર કલાકે ગર્વમેન્ટ સર્કિટ હાઉસ જુનાગઢ મુકામે, સેમીનારનું ઉદઘાટન રાજેશભાઇ ચુડાસમા (સંસદ સદસ્ય) ના વરદ હસ્તે તા. 1પ ને ચાર કલાકે લોહાણા મહાજન વાડી, આંબાવાડી ધોરાજી મુકામે સેમીનારનું ઉદઘાટન રમેશભાઇ ધડુક કરશે.

કેન્દ્ર રાજય સરકારના પ્રતિનિધિઓ, નાણા માર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાંતો, ચાર્ટડ એકાઉન્ટન્ટ તેમજ કંપની સેક્રેટરીઓ જ્ઞાનવર્ધક માર્ગદર્શન આપનાર છે.

સેમીનારન સઁપૂર્ણ વ્યવસ્થા રમાબેન માવાણી અને તેમની ટીમના સદસ્યોએ સંભાળેલ છે. સેમીનારમાં જોડાવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન- નોંધણી માટે મો. નં. 94262 01611, 70161 31873, 82002 81717 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.