Abtak Media Google News

અગ્રથા એકેડમી અંગ્રેજી માધ્યમની શાળામાં તા.૨૭ જુલાઈથી શુક્રવારના રોજ બલકોનાં નેતૃત્વનાં ગુરની જાગૃતિ વધે તથા શાળામાં ચાલી રહેલ વિવિધ ગુણવત્તા સભર પ્રવૃત્તિને વધુ સારી રીતે આજના લીડર દ્વારા સફળતા પ્રાપ્ત થાય તે હેતુસર ઈન્વેસ્ટીયર સેરેમનીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સેરેમનીમાં શાળામાં હેડબોય, હેડ ગર્લ, ચાર હાઉસના કેપ્ટન અને વાઈસ કેપ્ટનનો સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિના વિવિધ કલબોના પ્રમુખની વરણી કરવામાં આવી હતી તે તમામને આ સેરેમનીમાં પદગ્રહણ કરાવીને પ્રતિજ્ઞા બધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના આચાર્યા નીશાબેન પટેલ વ્યાયામ શિક્ષક ચિરાગ સર અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના જ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.