Abtak Media Google News

બીએસ-૪ માંથી બીએસ-૬ માં પરિવર્તિત થવા રૂ.૧૭ હજાર કરોડનો ખર્ચ કરાશે

કંડલાથી ગોરખપુર ર૭૦૦ કિ.મી.ની અન્ડરગ્રાઉન્ડ એલપીજી પાઇપલાઇન બિછાવાશે

આગામી ૧લી એપ્રિલથી દેશમાં બીએસ-૪ ના સ્થાને બીએસ-૬ના ઇંધણનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કંડલામાં ઇન્ડિયન ઓઇલનો એનર્જી ગેટ-વે બનવા તરફ અગ્રેસર કરી રહ્યું છે. જેને પગલે કંડલા સ્થિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ટર્મીનલ દેશમાં બીએસ-૬ ઇંધણ પુરૂ પાડવા સજજ બની ગયું છે.

આઇઓસી ઓપરેશનના જીએસઓ સુરેશ બેંકને જણાવ્યું હતું કે, બીએસ-૬ ઇંધણ પુરૂ પાડવા રિફાઇનરીઝ પાઇપલાઇન્સ, સ્ટોરેજ ટર્મિનલ તથા રીટેઇલ આઉટલેટસ જેવી તમામ સુવિધામાં સુધારો કરવામાં આવ્યો છે.

બી.એસ.૪ માંથી બીએસ-૬ માં પરિવર્તિત થવા અંદાજીત રૂ ૧૭ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.

5.Friday 1 1 E1584099928636

આમ તો, કંડલા સંકુલ ઇન્ડિયન ઓઇલની ત્રણ સુવિધા ધરાવે છે. જેમાં ફોરશોર ટર્મિનલ, કંડલા મેઇન ટર્મિનલ તથા કંડલા એલપીજી ઇન્પોર્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે. પાણીપત અને મથુરા રિફાઇનરીમાંથી વધારાના એસકેઓની કંડલા નિકાસ કરાય છે. જેનાથી આ રીફાઇનરીઓને તેમનું બેએસ-૬ ગ્રેડનું ઉત્પાદન વધારવામાં મદદ મળી છે.

ત્યારે ૧ર૭ રીટેલ આઉટલેટસ, ૧પ એલપીજી બોટલીંગ પ્લાન્ટસ, ૫૩ ક્ધઝયુર્મર અને પ એસ.કે.ઓ. ડીલર્સ ઉત્પાદનો બનાવતું કંડલા કોમ્પલેકસ આઇઓસી સહિતના લીકવીક ટર્મિનલ દેશમાં બીએસ-૬ ઇંધણ પુરુ પાડવા સજજ બની ગયું છે.

આઇઓસીના ઓપરેશન જી.એસ.ઓ. સુરેશ બેકન, કંડલા એફએસટીના ડી.જી.એમ.સદાનંદ મિશ્રા, જીએમ અંજલિ ભાવી, નીતીન ભટનાગર, એસપીજીના સીજીએમ એન.એમ. નિમ્બજે, એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલના જી.એમ.પી. એલ. કેવન સહિતનાઓ હાજર રહી વિગત આપી હતી.

Dsc 1715

દેશને સૌથી વધુ ઇંધણ પુરૂ પાડતા ઇન્ડિયન ઓઇલની લાઇનમાં ‘છીંડા’

દેશમાં કાર્યરત બંદરો પૈકીના મોટા એવા કંડલા- મુંદરા પોર્ટ કચ્છમાં કાર્યરત છે. અને અહીંથી મોટી માત્રામાં દેશની સંપતિ તેલ ઓઇલને પાઇપલાઇન વાટે પસાર કરી પરીવહન કરવામાં આવે છે. આ પાઇપલાઇનોમાં પેટ્રોલ ડીઝલની ચોરી કરાતી હોવાના અનેક દાખલા ઘટી ચુકયા છે. પાઇપલાઇનમાં અનેક ‘છીંડા  કરીને ચોરીઓ થાય છે ત્યારે કંપની વાળાઓની લાપરવાહી પણ સામે આવતું હોવાનું ચચાર્યુ છે. આ મામલે હજીય પણ સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ એજન્સી કેટલી સારી અમલવારી કરે છે તે જોવાનું રહ્યું !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.