Abtak Media Google News

રાજસ્થાન-પંજાબના મેચમાં હાર-જીત ગૌણ રહી, નવી પ્રતિભાઓ ઝળહળી!!!  

આઇપીએલે દરેક સીઝનમાં ભારતીય ટીમને નવી પ્રતિભાઓ પુરી પાડી છે. જે સિલસીલો આઈપીએલની 14મી સીઝનમાં યથાવત જોવા મળી રહ્યો છે. આઇપીએલની 14મી સીઝનમાં અનેક નવી પ્રતિભાઓ સામે આવી રહી છે. આ સિઝનની હજુ ફક્ત 4 મેચ જ રમાઈ છે પરંતુ અનેક નવા સિતારાઓ સામે આવ્યા છે. બેંગ્લોરની ટીમમાંથી રમી રહેલો હર્ષલ પટેલ હોય કે પંજાબની ટીમમાં રમનાર ચેતન સાકરીયા હોય કે પછી દીપક હૂડા હોય. તમામ નવી પ્રતિભાઓને આઇપીએલના માધ્યમથી તેમના કૌશલ્યને લોકો સમક્ષ મુકવાની તક મળે છે અને નવી પ્રતિભાઓ આ તક ઝડપીને વૈશ્વિક કક્ષાએ ઝળહળી ઉઠે છે. એવું જ કંઈક રાજસ્થાન અને પંજાબ વચ્ચે મુંબઇ ખાતે રમાયેલી મેચમાં પણ જોવા મળ્યું હતું. ભાવનગરનો ખેલાડી ચેતન સાકરીયા અને બરોડાના ખેલાડી દીપક હૂડાએ તેમના પ્રદર્શનથી સૌને અચંબામાં મૂકી દીધા હતા.

આઈપીએલ 2021 ની ચોથી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રને હરાવીને પ્રથમ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે પંજાબે કેએલ રાહુલના 91 અને દીપક હૂડાના 64 રન પર રોયલ્સ સામે 222 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કેપ્ટન સંજુ સેમસન દ્વારા 119 રનની મદદથી રાજસ્થાનની ટીમ લક્ષ્યની નજીક પહોંચી ગઈ, પરંતુ તે જીતી શકી નહીં. પંજાબ તરફથી અર્શદીપસિંહે ત્રણ અને મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી હતી.

સંજુ સેમસનએ પંજાબ કિંગ્સ સામે તોફાની બેટિંગ કરી હતી અને માત્ર 54 બોલમાં સદી ફટકારી. આઈપીએલમાં સેમસનની આ ત્રીજી સદી છે. આ કામ કરીને સેમસન એબી ડી વિલિયર્સની બરાબરી કરી લીધી છે. ડી વિલિયર્સે પણ આઈપીએલમાં 3 સદી ફટકારી છે. મહત્વનું છે કે હવે આઈપીએલમાં સદીની યાદીમાં સેમસન ટોપ 5 માં આવી ગયો છે. ક્રિસ ગેલ સૌથી ટોપ પર છે. ગેલે 6 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 5 અને ડેવિડ વોર્નરે 4 સદી ફટકારી છે. આ સિવાય શેન વોટસને આઈપીએલમાં પણ 4 સદી ફટકારી છે. આ સમયે, એબીનું નામ આઈપીએલમાં 3 સદીની સાથે નોંધાયેલું છે. સેમસને પંજાબ કિંગ્સ સામે આતિશી ઇનિંગ્સ રમી હતી અને તેની સદી પૂરી કરી હતી. સંજુ સેમસન આઈપીએલના ઇતિહાસમાં 2 સદીથી વધુ સદી ફટકારનાર એકમાત્ર અન્ય ભારતીય બેટ્સમેન છે. ફક્ત વિરાટ કોહલી જ એવા ભારતીય બેટ્સમેન છે જેમણે આઈપીએલમાં 3 થી વધુ સદી કરી છે.

સેમસને ત્રીજી સદી સાથે રહાણે, કેએલ રાહુલ, મેકકુલમ, શિખર ધવન જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. આ તમામ દિગ્ગજો આઇપીએલમાં 2 સદી ફટકારવામાં સફળ રહ્યા છે. સેમસન કેપ્ટનશીપની ઇનિંગ રમ્યો અને દરેક બોલર સામે આક્રમક બેટિંગ કરી. આઇપીએલ 2021 માં સેમસનની સદી આ સીઝનની પ્રથમ સદી છે.

સંજુ સેમસને 63 બોલમાં 119 રન બનાવ્યા હતા અને છેલ્લી બોલ પર આઉટ થયો હતો. સેમ્સને તેની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાનને છેલ્લી બોલ પર 5 રનની જરૂર હતી, બોલર અર્શદીપસિંહે છેલ્લી બોલ પર સેમસનને કેચ આપીને પંજાબને જીત અપાવી. પંજાબ કિંગ્સે રાજસ્થાનને 4 રને હરાવી દીધું હતું.

સૌરાષ્ટ્રના ખેલાડીની બોલિંગે દિગ્ગજોને પેવેલિયન ભેગા કરી દીધા!!

U12121

મેચમાં બંને ટીમના વ્યક્તિગત ટોપ વિકેટ ટેકર પણ ભારતીય રહ્યા હતા. આઈપીએલમાં પોતાની પહેલી મેચ રમી રહેલા ચેતન સાકરિયાએ બહુ ઈમ્પ્રેસિવ બોલિંગ કરતાં 4 ઓવરમાં 31 રન આપીને 3 શિકાર કર્યા હતા. તેણે લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ અને ઝે. રિચાર્ડસનને પેવેલિયન ભેગા કર્યા હતા. ચેતન શાકરિયા હાલ ડેબ્યુ કરી રહ્યો છે અને ડેબ્યુના પ્રથમ મેચમાં જ તેણે જે કરામત કરી બતાવી છે તે પીઢ બોલર માટે ખૂબ કઠિન કાર્ય કહી શકાય.

દિપક હુડાના સ્વરૂપમાં ભારતીય ટીમને મળશે શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર

દિપક હુડાએ મેચમાં આક્રમક બેટિંગથી મેચનું રૂપ બદલી નાખ્યું હતું. તેણે ફક્ત 28 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 64 રન કર્યા હતા. હુડાએ 20 બોલમાં જ ફિફટી પૂરી કરી હતી. તે ક્રિસ મોરિસની બોલિંગમાં લોન્ગ-ઓન પર દિપક હુડાના હાથે કેચ આઉટ થયો હતો. હુડાએ ગોપાલની ઓવરમાં ત્રણ સિક્સ મારી દિપક હુડાએ શ્રેયસ ગોપાલે નાખેલી ઇનિંગ્સની 14મી ઓવરમાં 3 સિક્સ મારી હતી. તેણે ઓવરમાં બીજા બોલે લોન્ગ-ઓફ, ત્રીજા બોલે સ્કવેર લેગ અને પાંચમા બોલે ફરી લોન્ગ-ઓફ પર મેક્સિમમ મારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.