Abtak Media Google News

જ્યારે આઇપીએલ 2018ની ઓપનિંગ સેમિનારની ખબર સૌપ્રથમ પહેલા આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી ઘણો બદલાવ આવી ચૂક્યો છે.પરંતુ ખુશીની વાત એ છે કે દર્શકોએ જેટલી ઉમ્મીદ આ સેમિનારથી લગાવી હતી તે બધી ઉમ્મીદ પૂરી થવા જઇ રહી છે. આ ઉપરાંત આ આઇપીએલ માં જૈકલીન ફર્નાડિસ, ઋતિક રોશન અને તમન્ના ભાટિયાની ડાંસ પેરફોમન્સની તસ્વીરો સામે આવી હતી. આ તસ્વીરો પર જાણવા મળે છે કે આ કલાકારો કેટલી મહેનત કરી રહ્યા છે.

તસ્વીરોને જોઈને આવું લાગી રહ્યું છે કે ઋતિક રોશન પોતાની સુપર હિટ ફિલ્મ ‘બૈગ-બૈગ’નું ‘તું મેરી’ સોંગ પર ડાંસ કરતાં જોવા મળી રહ્યા છે.અને જૈકલીન ફર્નાડિસ ના ડાંસ સ્ટેપ પરથી આવો અંદાજ લગાવી શકાય છે કે તે તેનું હાલનુ નવું ફિલ્મ ‘બઘી 2’ ના સુપરહિટ ‘એક દો તીન’ સોંગ પર ડાંસ કરતી જોવા મળશે.


તમને જણાવી દઈએ કે આ આઇપીએલ 2018ના ઓપનિંગ સેમિનારમાં વરુણ ધવન પણ ડાંસ પરફોમન્સ કરતાં જોવા મળશે. પણ વરુણ ધવન ક્યાં સોંગ પર ડાંસ પરફોમન્સ કરવાના છે તે હજી જાણી શકાયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.