Abtak Media Google News

IPL-2021માં,2 મેના રોજ બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજિત કરી હતી, જ્યારે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સએ પંજાબ કિંગ્સને સાત વિકેટથી હરાવી હતી. આ બંને મેચ બાદ પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો હતો. આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી જીત હતી, અને ટીમે પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે ટોચ પર હતું. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બીજા સ્થાને આવી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ વિજય પછી પાંચમા ક્રમે પહોંચી ગઈ.

Ipl Score

રોયલ્સના બટલરે સનરાઈઝર્સનો ’સૂર્ય અસ્ત’ કર્યો!!

આઇપીએલ 2021માં રવિવારના રોજ ડબલ હેડર મહાસંગ્રામ યોજાયો હતો. જેની પ્રથમ મેચ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાન વિરૂદ્ધ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને 3 વિકેટના નુકસાન પર 220 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદ 8 વિકેટના નુકસાન પર 165 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમે હૈદરાબાદને 55 રનથી હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લી 4 મેચમાંથી 3માં રાજસ્થાને હૈદરાબાદને પરાસ્ત કર્યું છે. હૈદરાબાદે આક્રમક શરૂઆત કરી હતી. પ્રથમ પાવર પ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ટીમે 57 રન બનાવ્યા હતા. પાવર પ્લે પછીની ઓવરમાં મુસ્તફિઝુર રહેમાને મનીષ પાંડેને આઉટ કર્યો હતો. પાંડેએ 20 બોલમાં 30 રન બનાવ્યા હતા.

Buttler

હૈદરાબાદના ઓપનરે પ્રથમ વિકેટ માટે 57 રનની પાર્ટનરશિપ પણ નોંધાવી હતી. હૈદરાબાદે 70 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. રાહુલ તેવટિયાએ ઓપનર જોની બેરસ્ટોને પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે 21 બોલમાં 30 રન બનાવ્યા હતા.11મી ઓવરમાં ક્રિસ મોરિસની બોલ પર કેન વિલિયમ્સનનો કેચ ડ્રોપ થયો હતો, જેને ચેતન સાકરિયાએ છોડ્યો હતો. ત્યારપછી એ જ ઓવરમાં વિજય શંકરે પણ સિક્સ મારવા જતા શોટ માર્યો હતો. પરંતુ ડેવિડ મિલરે એનો કેચ પકડી લીધો હતો. વિજય શંકરે 8 બોલમાં 8 રન બનાવ્યા હતા અને ક્રિસ મોરિસનો શિકાર થયો હતો. 105 રન પર હૈદરાબાદે ચોથી વિકેટ ગુમાવી હતી, કાર્તિક ત્યાગીએ કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગો કર્યો હતો. વિલિયમ્સને 21 બોલમાં 20 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબી 5 બોલમાં 17 રન બનાવીને મુસ્તફિઝુર રહેમાનનો શિકાર થયો હતો. ક્રિસ મોરિસે 17 મી ઓવરમાં કેદાર જાધવ અને સમાદને પેવેલિયન ભેગા કર્યા હતા. એના પછી મુસ્તફિઝુર રહેમાને પણ રાશિદ ખાનને આઉટ કરીને મેચમાં પકડ બનાવી લીધી હતી.

રાજસ્થાન તરફે જોસ બટલર અને કેપ્ટન સેમસને મહત્ત્વપૂર્ણ 150 રનની ભાગીદારી નોંધાવી હતી. હૈદરાબાદના બોલર રાશિદ ખાને યશસ્વી જયસ્વાલને પેવેલિયન ભેગો કર્યો હતો. યશસ્વી 13 બોલમાં 12 રન બનાવીને એલબીડબ્લ્યુ થયો હતો. ત્યારપછી 167 રન પર રાજસ્થાનની બીજી વિકેટ પડી હતી. 33 બોલમાં 48 રન બનાવીને સંજુ સેમસન પેવેલિયન ભેગો થયો હતો. વિજય શંકરની બોલિંગ પર અબ્દુલ સમાદે એનો કેચ પકડ્યો હતો. બટલર અને સંજુ સેમસન વચ્ચે બીજી વિકેટ માટે 150 રનની ભાગીદારી નોંધાઈ હતી.જોસ બટલરે આક્રમક ઈનિંગ રમી હતી. તેણે 64 બોલમાં 124 રન બનાવ્યા હતા. બટલરે આઇપીએલમાં પ્રથમ સદી નોંધાવી હતી. ત્યારપછી 209 રન પર સંદિપ શર્માએ જોસ બટલરને પેવેલિયન ભેગો કર્યો હતો. રિયાન પરાગે 8 બોલમાં 15 રન તથા ડેવિડ મિલરે 3 બોલમાં 7 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. રાજસ્થાને 3 વિકેટના નુકસાન પર 20 ઓવરમાં 220 રન બનાવ્યા હતા.જે હૈદરાબાદ વિરૂદ્ધ એનો સર્વોચ્ચ સ્કોર છે. આ સીઝનમાં અત્યાર સુધી 3 ખેલાડીએ સદી ફટકારી છે.

આઈપીએલ 2021માં જોસ બટલરની પહેલા સંજૂ સેમસન અને દેવદત્ત પડ્ડિકલે સદી નોંધાવી હતી. રાજસ્થાનનો કેપ્ટન સેમસન સંદીપ શર્માની 10મી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે એણે એક શોટ માર્યો જે લોન્ગ ઓફ પર મનીષ પાંડે પાસે ગયો હતો, પરંતુ મનીશ એને પકડી નહોતો શક્યો. એ સમયે સેમસન 23 રન પર બેટિંગ કરી રહ્યો હતો. હૈદરાબાદે જોસ બટલરને રન આઉટ કરવાની તક પણ ગુમાવી હતી. હૈદરાબાદના ક્રિકેટ એસોસિએશનના સંચાલક ટોમ મૂડીએ જણાવ્યું હતું કે, ડેવિડ વોર્નર આ મેચમાં ભાગ નથી લેવાનો. આ નિર્ણય પરિસ્થિતિ અને મેચના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હૈદરાબાદએ વોર્નરને કેપ્ટનશિપમાંથી હટાવ્ચા પછી આજની મેચમાં પ્લેઈંગ-11 માંથી પણ બહાર કર્યો છે. હૈદરાબાદ 6 મેચમાંથી 5માં પરાસ્ત થયું હોવાથી ટીમ મેનેજમેન્ટે કેપ્ટન બદલવાનો નિર્ણય કર્યો હતો. જો આ મેચમાં હૈદરાબાદ જીતશે તો એ 5માં અથવા છઠ્ઠા ક્રમાંક પર આવી જશે.

કિંગ્સને પછાડતું કેપીટલ: ધવનની ‘ધબધબાટી’એ પંજાબને ધૂળ ચટાવી દીધી!!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જે મેચમાં પંજાબને દિલ્હીએ હરાવી દીધુ હતુ. દિલ્હી કેપિટલ્સના ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કેએલ રાહુલની તબિયત લથડતા તેની ગેરહાજરીમાં મયંક અગ્રવાલે કેપ્ટનશીપ સંભાળી હતી. જે મેચનો હીરો શિખર ધવન સાબિત થયો હતો. ધવને 69 રનની ઇનિંગ રમીને દિલ્લીને મજબૂત વિજય અપાવ્યો હતો. જયારે પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલની 99 રનની ઇનિંગ એળે ગઈ હતી. પંજાબે રમતની શરુઆત ધીમી કરી હતી. મંયક અગ્રવાલે 99 રન કર્યા હતા. 20 ઓવરના અંતે 6 વિકેટે 166 રન કર્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા શિખર ધવનની ફીફટી સાથે દિલ્હીએ 17.4 ઓવરમાં 167 રન કરીને 7 વિકેટે જીત મેળવી હતી. લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ સારી શરુઆત કરી હતી. પૃથ્વી શો અને શિખર ધવને 6 ઓવરમાં 63 રન કર્યા હતા. ઓપનર શિખર ધવને સિઝનમાં વધુ એક શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 47 બોલમાં 689 રન અણનમ કર્યા હતા. પૃથ્વી શો 22 બોલમાં 39 રન કરીને આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથે 22 બોલમાં 24 રન કર્યા હતા. કેપ્ટન ઋષભ પંતે 11 બોલમાં 14 રન કર્યા હતા.

Sikhar
રિલે મેરેડિથે 3.4 ઓવર કરીને એક વિકેટ ઝડપીને 35 રન આપ્યા હતા. મહંમદ શામીએ 3 ઓવર કરીને 37 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ 4 ઓવર કરીને 42 રન આપ્યા હતા. ક્રિસ જોર્ડને 2 ઓવર કરીને 21 રન આપી એક વિકેટ ઝડપી હતી. હરપ્રિત બ્રારે 3 ઓવર કરીને 19 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 2 ઓવર કરી 11 રન આપ્યા હતા. કેએલ રાહુલની ગેરહાજરીમાં કેપ્ટન મયંક અગ્રવાલ એક રન માટે શતક ચુક્યો હતો. તેણે 58 બોલમાં અણનમ 99 રન કર્યા હતા. પ્રભસિમરીન સિંઘ 12 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ક્રિસ ગેઈલે 13 રન કરીને વિકેટ ગુમાવી હતી. ડેવિડ મલાન 26 રન કર્યા હતા. દિપક હુડ્ડાએ એક રન કર્યા હતા. શાહરુખ ખાને 4 રન કર્યા હતા. ક્રિસ જોર્ડને 2 રન કર્યા હતા. હરપ્રિત બ્રારે 4 રન કર્યા હતા. જ્યારે દિલ્લી તરફી બોલિંગ કરીને કાગીસો રબાડાએ 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માએ 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. લલિત યાદવે 3 ઓવર કરીને 25 રન આપ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.