IPL 2021: ટુર્નામેન્ટ મોકૂફ રખાતા BCCIને આટલા કરોડનું નુકશાન થઈ શકે

IPL 2021ને કોરોનાનું ગ્રહણ લગતા મોકૂફ રાખવામાં આવી છે. આ વર્ષે 8 ટીમો વચ્ચે કુલ 60 મેચ યોજાવાની હતી. પરંતુ 60 માંથી 29 મેચ જ થઈ શકી. બાકીની મેચ ક્યારે યોજવામાં આવે તેના અંગે હાલમાં કોઈ માહતી નથી. આ સીઝન હાલમાં રદ થવાથી BCCIને કરોડોનું નુકસાન થવાની સંભાવના છે.

આઈપીએલની મેચો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, કોરોના સંક્રમણથી બચવા ખેલાડીઓના રોકાણ માટે જે બાય બબલ બનાવ્યા હતા તે ફૂટી ગયા, મતલબ કે બાય બબલ હોવાછતાં ચેપ લાગ્યો. તેમાં ઘણા ખેલાડીઓ કોવિડ પોઝીટીવ થયા, તેથી આ હાલ પૂરતી રદ કરવી પડી.

BCCI માટે આ નિર્ણય લેવો સરળ ન હતો. કારણકે IPL બંધ કરવાથી લગભગ 2200 કરોડનું નુકસાન થઈ શકે છે. જે ચેનલો IPL મેચ બતાવે છે, BCCI તે ચેનલો પાસેથી રૂપિયા મેળવે છે. આ વર્ષે અડધી મેચ યોજાય, તેથી આ રકમ ખુબ ઓછી હશે. BCCIએ પાંચ વર્ષ માટે આ ચેનલો સાથે 16 હજાર 347 કરોડનો કરાર કર્યો છે.

BCCI ચેનલ દ્વારા લગભગ 3200 કરોડની કમાણી કરે છે. 1 મેચમાં અંદાજિત 54 કરોડ રૂપિયા મળે છે. આ મુજબ રદ થયેલી મેચોનો હિસાબ લગાવ્યે તો 1674 કરોડનું નુકસાન થઈ શકે છે. IPLની ટાઇટલ સ્પોન્સર કંપની BCCIને વાર્ષિક 440 કરોડ રૂપિયા ચૂકવે છે જ્યારે દરેક સહ-પ્રાયોજક કંપની વાર્ષિક 120 કરોડ રૂપિયા આપે છે. પરંતુ હવે BCCIને અડધી રકમ જ મળશે.

BCCI આ ચેનલોમાંથી થતી આવકને આઠ ફ્રેન્ચાઇઝીમાં વહેંચે છે. પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીઓને ઓછી રકમ આપવામાં આવશે કારણ કે આવકમાં અડધો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ટીમોને પણ મોટું નુકસાન થશે. ખેલાડીઓની ટુર્નામેન્ટ દરમિયાન બધો ખર્ચ IPLની ટીમો આપે છે.આવી સ્થિતિમાં, જો વિદેશી ખેલાડીઓ પાછા તેમના દેશમાં જાય અને તેમને ફરીથી ટૂર્નામેન્ટ માટે બોલાવવામાં આવે, તો ટીમોના ખર્ચમાં વધારો થઈ શકે.