Abtak Media Google News
  • આઇપીએલ 2023માંથી બીસીસીઆઈએ 11 હજાર કરોડ જેટલી બમણી આવક થઈ
  • આઇપીએલ ક્રિકેટ બોર્ડ માટે ટંકશાળ પુરવાર થઇ રહ્યું છે. કારણકે આઇપીએલ 2023માંથી બીસીસીઆઈએ 11 હજાર કરોડ જેટલી બમણી આવક થઈ છે.

બીસીસીઆઈએ આઇપીએલ 2023માંથી 5,120 કરોડની વધુ આવક કરી છે. જે પાછલા વર્ષની સરખામણીમાં 116% નો વધારો દર્શાવે છે.  કુલ આવક વધીને રૂ. 11,769 કરોડ થઈ છે, જેનું મુખ્ય કારણ નવા મીડિયા અધિકારોના સોદા છે.  એકલા બોર્ડની મીડિયા અધિકારોની આવક રૂ.8,744 કરોડ હતી.  વિમેન્સ પ્રીમિયર લીગે તેના પ્રથમ વર્ષમાં રૂ.377 કરોડની સરપ્લસ કમાણી કરી હતી.,જ્યારે ખર્ચ 66% વધીને રૂ.6,648 કરોડ થયો છે.

2023-27 ચક્ર માટે રૂ. 48,390 કરોડની નવી મીડિયા રાઈટ્સ ડીલ આઈપીએલ 2023 સીઝનથી શરૂ થઈ હતી. 2021માં, ડિઝની સ્ટારે રૂ. 23,575 કરોડની બિડ કરીને 2023-27 માટે આઇપીએલ ટીવીના અધિકારો મેળવ્યા હતા, જ્યારે વિઆકોમ 18-માલિકીની જીઓ સિનેમાએ રૂ. 23,758 કરોડની બિડ કરીને ડિજિટલ અધિકારો જીત્યા હતા.

બીસીસીઆઈએ પાંચ વર્ષના સમયગાળા માટે ટાટા સન્સને 2,500 કરોડમાં આઈપીએલના ખિતાબના અધિકારો પણ વેચ્યા હતા.  તેણે માય સર્કલ, રૂપે, એન્જલ વન અને સીએટને સહયોગી સ્પોન્સરશિપ વેચીને વધુ રૂ. 1,485 કરોડની કમાણી કરી.

વાર્ષિક અહેવાલ મુજબ, બોર્ડની મીડિયા અધિકારોની આવક આઈપીએલ 2022 થી રૂ. 3,780 કરોડની સરખામણીએ આઇપીએલ 2023 થી 131% વધીને રૂ. 8,744 કરોડ થઈ છે.

ફ્રેન્ચાઇઝ ફીમાંથી આવક રૂ. 1,730 કરોડથી 22% વધીને રૂ. 2,117 કરોડ થઈ છે.  સ્પોન્સરશિપની આવક રૂ. 828 કરોડથી 2% વધીને રૂ. 847 કરોડ થઈ છે.

આઇપીએલ 2018 અને 2022 ની વચ્ચે, ડિઝની સ્ટાર આઇપીએલનો એકમાત્ર મીડિયા અધિકાર ધારક હતો.  કંપનીએ પાંચ વર્ષ માટે રાઇટ્સ માટે રૂ. 16,347 કરોડ ચૂકવ્યા હતા. તમિલનાડુ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, 1975 હેઠળ નોંધાયેલ, બીસીસીઆઈ એ વિશ્વની સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી ક્રિકેટ સંસ્થા છે.

બોર્ડે નાણાકીય વર્ષ 2023 દરમિયાન તેના જૂના ઓડિટર ડેલોઈટ હાસ્ક્ધિસ એન્ડ સેલ્સને સ્થાનિક ફર્મ ડીટીએસ એન્ડ એસોસિએટ્સ સાથે બદલ્યું હતું. બ્રાન્ડ વેલ્યુએશન અને સ્ટ્રેટેજી ક્ધસલ્ટન્સી બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અઝીમાન ફ્રાન્સિસે જણાવ્યું હતું કે, “બીસીસીઆઈ વિશ્વ ક્રિકેટમાં એક મહાન સ્થાને છે. નાણાકીય રીતે ઘણું હાંસલ કર્યા પછી, બીસીસીઆઈએ લીગમાં ક્રિકેટને સમર્થન આપીને રમતમાં ફેરફાર કરવાની જરૂર છે. અથવા પાયાના સ્તરે “તેને વૈશ્વિક સ્તરે ફેલાવવામાં અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ.”

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.