Abtak Media Google News

દુબઇ, અબુધાબી અને સારજહાંમાં રમાશે બાકીના ૩૧ મેચ: ૧૫મીએ ફાઇનલની રમઝટ

આઈપીએલ ૨૦૨૧ ની આગળની મેચોનો કાર્યક્રમ જારી થઇ ચુક્યો છે. ઇન્ડીયન પ્રિમીયર લીગના બીજા હાફની શરુઆત ૧૯ સપ્ટેમ્બરથીમુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ સાથે શરુ થશે. આ મેચ દુબઇમાં રમાશે. યુ.એ.ઇ.માં રમાનારી મેચોમાં દુબઇમાં ૧૩, શારજાહમાં ૧૦ અને અબૂધાબીમાં ૮ મેચ રમાશે. આઈપીએલ ૨૦૨૧ની ફાઇનલ મેચ ૧૫ ઓક્ટોબરે રમાશે. ફાઇનલ મેચ પણ દુબઇમાં રમાડવાનુ આયોજન કરવામા આવ્યુ છે.

ક્વોલીફાયર મેચોની શરુઆત ૧૦ ઓક્ટોબર થી દુબઇમાં શરુ થશે. જ્યારે એલિમિનેટર અને બીજી ક્વોલિફાયર મેચ શારજાહમાં રમાશે. જે ૧૧ અને ૧૩ ઓક્ટોબરે રમાશે. કોરોના સંક્રમણ બાયોબબલમાં ફેલાવાવને લઇ ગત મે માસ દરમ્યાન આઈપીએલ ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. જે હવે યુએઇમાં આયોજીત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

યુએઇમાં ૨૭ દિવસની અંદર જ બાકી રહેલી તમામ ૩૧ મેચો રમાડવામાં આવશે. ફરીથી શરુ થઇ રહેલી આઈપીએલ ૨૦૨૧ માં સાત ડબલ હેડર રહેશે, એટલે કે એક દિવસમાં બે મેચ રહેશે. કાર્યક્રમનુસાર બપોરે રમાનારી મેચ ભારતીય સમયના મુજબ બપોરે ૩.૩૦ કલાકે શરુ થશે. જ્યારે સાંજની મેચ સાંજે ૭.૩૦ વાગ્યા થી રમાવાની શરુઆત થશે.

ટૂર્નામેન્ટની અંતિમ લીગ સ્ટેજ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ૯ ઓક્ટોબરે રમાનાર છે. તેના બાદ ૧૦ ઓક્ટોબર થી દુબઇમાં પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે. જ્યારે ૧૧ તારીખે એલિમિનેટર અને ૧૩ તારીખે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. જે બંને મેચ શારજાહમાં રમાનાર છે. ૧૫ ઓક્ટોબરે દુબઇમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાનારી છે.

Vivo

૧૯ સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટ ફરી થી શરુ થવા બાદ ૨૦ તારીખ થી કેકેઆર અને આરસીબી વચ્ચે ટક્કર અબૂધાબીમાં થશે. આઈપીએલના બીજા હાફની પ્રથમ ડબલ હેડર મેચ ૨૫ સપ્ટેમ્બરે રમાશે. જેમાં દિવસે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબૂધાબીમાં મેચ રમાશે. જ્યારે શારજાહમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ઇલેવન વચ્ચે ટકકર થશે. ત્યાર બાદ ૨૬ સપ્ટેમ્બરે બીજી ડબલ હેડર મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. જ્યારે આરસીબી અને એમઆઇ દુબઇમાં સાંજે રમશે.

તમામ ટીમો એ બપોરે ઓછામાં ઓછી એક મેચ બપોરે જરુર રમશે. જોકે દિલ્હી કેપિટલ્સની ટીમ ત્રણ મેચ બપોરે રમશે. જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઇ ઇન્ડીયન્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ ૨-૨ મેચ બપોરે રમશે. તમામ ટીમો શારજાહમાં ૨-૨મેચ રમશે. સીએસકે, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હૈદરાબાદ અને આરસીબી દુબઇમાં ૩-૩ મેચ રમશે. જ્યારે મુંબઇ અને કલકત્તા નાઇટ રાઇડર્સ ૩-૩ મેચ અબૂધાબીમાં રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.