આઈપીએલ પ્લેઓફ : વન, ટુ, થ્રિ…. ચોથું કોણ ?

અબતક, નવીદિલ્હી

આઇપીએલના બાકી રહેલા મેચોમાં ટીમ હવે પ્લેઓફમાં પોતાની સ્થિતિ અને સ્થાન ને સુધારવા માટે રમાશે ત્યારે હવે પોઇન્ટ ટેબલ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પ્રથમ બીજા અને ત્રીજા ક્રમ માટેની ટીમ નક્કી થઈ ચૂકી છે ત્યારે ટોપ ચારમા ચોથી ટીમ કઈ હશે તે આવનારો સમય જ જણાવશે. આઇપીએલના છેલ્લા લીગ તબક્કામાં બેંગ્લોર અને હૈદ્રાબાદ વચ્ચે મેચ રમાયો હતો જેમાં હૈદરાબાદ બેંગલોરને માત આપી ટોપ ટુમાં પહોંચવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.

હાલના પોઇન્ટ ટેબલ પર ચેન્નઈ બીજા ક્રમ પર જ્યારે દિલ્હી કેપિટલ પ્રથમ ક્રમ પર જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ત્રીજા ક્રમ માટે આરસીબી ટીમ નું નામ પણ સુનિશ્ચિત થઇ ચૂક્યું છે ત્યારે બાકી રહેતી ચોથી ટીમ કઈ હશે તે પ્રશ્ન ઊભો થયો છે કલકત્તા અને બેંગ્લોર બંનેના પોઇન્ટ એકસરખા છે ત્યારે હાલની સ્થિતિએ કેકેઆર ધોતી ટીમ તરીકે પ્રસ્થાપિત થાય તો નવાઈ નહીં સામે બોમ્બે ની ટીમ પણ ડાર્ક હોર્સ તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે આજે કેકેઆર નો મેચ યોજાશે અને જો તેમાં કેકેઆર મેચ જીતે તો તેનું સ્થાન ચોથા ક્રમ પર સુનીલ શેટ્ટી થશે અને ત્યારબાદના મેચમાં જો બોમ્બે વિજય પણ થાય તો પણ તે ચોથા ક્રમ પર નહીં પહોંચી શકે.

.હૈદરાબાદની જીતથી બેંગ્લોરનું ટોપ-ટુમાં.પહોંચવાનું સ્વપ્ન રોળાયુ !!

હાલ કેકેઆર અને બોમ્બે ની ટીમના એક સરખા પોઈન્ટ જોવા મળી રહ્યા છે પરંતુ કેકેઆર ની રનરેટ બોમ્બે કરતા ખૂબ જ સારી હોવાના કારણે તે ચોથા સ્થાન માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. બાકી રહેલા લીગની મેચો માં ટીમ પોતાનો ઉજ્જવળ દેખાવ કરે અને પોઇન્ટ ટેબલમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરે તે દિશામાં જ દરેક રમત ટીમ દ્વારા રમવામાં આવી રહી છે. હૈદરાબાદ સામેના મેચમાં બેંગલોરે ટોપટેનમાં પહોંચવા માટે મેચ જીતવો એટલો જ જરૂરી હતો પરંતુ હૈદરાબાદ બેંગ્લોર ને માત આપી તેમનું ટોપટેનમાં પહોંચવાનું સ્વપ્નને રોડયું હતું.