આવતીકાલથી આઇપીએલ પ્લેઓફનો જંગ જામશે !!!

કવાલીફાયર 1માં ગુજરાત ટાઈટન્સ અને ચેનઈ સુપરર્કિંગસ ‘આમને-સામને’

આઇપીએલ 2023માં પ્લેઓફની રેસ હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. પ્લેઓફની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે.  આઆઇપીએલ 16મી સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. છ ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હૈદરાબાદ સામે મુંબઈએ જીત હાંસલ કરી પ્લેઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું હતું જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત વચ્ચે રમાયેલા મેચમાં ગુજરાતે આરસીબી ને છ વિકેટે મત આપી બેંગ્લોરનું પહોંચવાનું સ્વપ્ન રોડયું હતું.

વિરાટ કોહલી આઇપીએલમાં સાત સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે પરંતુ સદી ફટકાર્યા છતાં પણ તે બેંગ્લોરને જીત અપાવી શક્યો ન હતો તો સામે ગુજરાત તરફથી શુભમન ગેલની સદી ગુજરાતને વિજય અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આવતીકાલથી શરૂ થતા પ્લેઓફના મેચો અત્યંત રોમાંચક બની રહેશે કારણ કે પ્રથમ બે ટીમ એટલે કે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ને ફાઇનલમાં પહોંચવાની સીધીજ તક મળશે જ્યારે પ્રથમ મેચમાં જે પણ ટીમ હારશે તેને હજુ એક મોકો પણ મળશે. તું લખનઉ અને મુંબઈ માટે બીજો એલિમિનેટર મેચ કરો યા મરો જેવો રહેશે.

કઇ રીતે પ્લેઓફના મેચ રમાશે

  • 23મે 2023 : પ્રથમ કવાલીફાયર ( ગુજરાત અને ચેનઈમાં જીતનારી ટીમ 28મેના ફાઇનલમાં પ્રવેશ મેળવશે )
  • 24મે 2023 : એલિમિનેટર મેચ ( લખનઉ અને મુંબઇ વચ્ચે રમાશે, હારનારી ટીમ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે )
  • 26મે 2023 :  બીજો કવાલીફાયર મેચ ( પ્રથમ ક્વોલિફાયર માં હારનારી ટીમની સામે એલિમિનેટરમાં જીતનારી ટીમ વચ્ચે રમાશે )
  • 28મે 2023 : પ્રથમ ક્વોલિફાયર માં જીતનારી ટીમની સામે બીજા ક્વોલિફાયરમાં જીતનારી ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો અમદાવાદ ખાતે રમાશે )

ટી20માં 11,000 રન બનાવનાર ‘હિટમેન’ બીજો ભારતીય

ઇન્ડિયન પ્રીમિયર લીગ ખેલાડીઓની પ્રતિભાને ઉજાગર કરવા માટે ખૂબ ઉપયોગી નીવડ્યું છે તો બીજી તરફ વિસ્ફોટક બેટ્સમેનો પણ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અનેક નવા રેકોર્ડ સર કરી રહ્યા છે જેમાં ટી20માં 11,000 રન બનાવનાર હીટમેન એટલે કે રોહિત શર્મા બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે અને આ યાદીમાં તે સાતમો ખેલાડી બન્યો છે. ગઈકાલે જ્યારે તે મેદાનમાં ઉતર્યો ત્યારે તેને માત્ર 40 રનની જરૂરિયાત હતી 11000 રન પુરા કરવાને જે તેને સરળતાથી પૂરા કરી દીધા હતા અને કાલના મેચમાં તને બે જીવંત દાન પણ મળ્યા હતા. ભારતીય બેટમેન તરીકે વિરાટ કોહલી એકમાત્ર ખેલાડી છે કે જે ને પ્રથમ 11000 રન ટી20 માં પુરા કર્યા હતા.

આઈપીએલમાં સર્વાધિક ડેબ્યુરન બનાવનાર હૈદરાબાદનો વિવરાંત શર્મા પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ નવોદિત ખેલાડીઓ માટે ખૂબ મહત્વનું સાબિત થયું છે ત્યારે હૈદરાબાદ તરફથી ડેબ્યુ કરેલ વિવરાંત શર્માએ 69 રન ફટકારી ડેબ્યૂમાં સર્વાધિકરણ બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ પૂર્વે વર્ષ 2008માં ગૌતમ ગંભીરે પોતાના ડેપ્યુ મેચમાં 58 રન ફટકાર્યા હતા જ્યારે 2020 આઇપીએલ માં દેવદૂત પડીકલે 56 રન નોંધાવ્યા હતા.