Abtak Media Google News

કેપ્ટન કોહલીની ઝાંખી પાડી દે તેવી દેવદત્તની 101 રનની અણનમ ઇનિંગ!! 

દેવદત્ત પૌડિકલની અણનમ 101 અને કેપ્ટન વિરાટ કોહલીની 72 રનની અણનમ શાનદાર ઇનિંગ્સના લીધે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે આઈપીએલ 2021 ની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 10 વિકેટથી હરાવી દીધું હતું.

ચાલુ સીઝનમાં બેંગ્લોરની આ સતત ચોથી જીત હતી. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગ્લોરે 21 બોલ બાકી રહેતાં 10 વિકેટથી મેચ જીતી લીધી. બેંગ્લોર એ 16.3 ઓવરમાં કોઈ નુકસાન વિના આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

બેંગ્લોરે 178 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી હતી અને પદ્દિકલ અને કોહલી શાનદાર શરૂઆત કરી શક્યા હતા. બંનેએ પાવરપ્લેમાં 59 રનનો ઉમેરો કર્યો. આ પછી દેવદત્ત પૌડિકલે આક્રમક વલણ અપનાવ્યું અને તેણે 27 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી. તે પછી, કેપ્ટન કોહલી તેની લયમાં પાછો ફર્યો અને 34 બોલમાં ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 40 મી આઇપીએલની અર્ધસદી પૂર્ણ કરી હતી. દરમિયાન, કોહલીએ આઈપીએલમાં 6000 રન પૂરા કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે.

પદ્દિકલે તેની આઈપીએલ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. પદ્દિકલે 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 51 બોલમાં પોતાનું સદી પૂર્ણ કર્યું હતું. ડાબા હાથના બેટ્સમેને મુસ્તફિઝુર રહેમાનની ઈનિંગની 17 મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. કેપ્ટન કોહલીએ 47 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 72 રન બનાવ્યા હતા.બેંગ્લોર દ્વારા પ્રથમ બેટિંગ માટે આમંત્રિત રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. તેના ત્રણ ટોચના બેટ્સમેન જોસ બટલર(8), મનન વ્હોરા (7) અને ડેવિડ મિલર 18 રન બનાવીને ડગઆઉટ પરત ફર્યા હતા. મિલર ખાતું પણ ખોલી શક્યો નહીં. તે પછી, કેપ્ટન સંજુ સેમસન(21) વોશિંગ્ટન સુંદરને કેચ આપી બેઠો હતો, જેને મેક્સવેલ દ્વારા કેચ આપી રોયલ્સને જોરદાર ફટકો આપ્યો હતો.શિવમ દુબે(46) અને રાયન પરાગ (25) એ પાંચમી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી રોયલ્સને 100 રનના લક્ષ્યાંકથી આગળ લઈ ગઈ. હર્ષલ પટેલે પરાગને ચહલના હાથે કેચ કરાવીને આ ભાગીદારી તોડી હતી. શિવમ દુબે પણ તેની અડધી સદી ચૂકી ગયો અને મેક્સવેલ રિચાર્ડસનની બોલ લોંગ ઓન પર કેચ લઈ ગયો. ત્યારબાદ રાહુલ તેવટિયાએ 23 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 40 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સિરાજે તેવટિયાને ડીપ મિડવીકેટમાં અહમદના હાથે પકડાવ્યો.

અંતિમ ઓવરમાં હર્ષલ પટેલે ક્રિસ મોરિસ(10) અને ચેતન સાકરીયાની વિકેટો ખેરવી હતી. આ રીતે, રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર અને કાયલ જેમસનને એક-એક સફળતા મળી.

 

કેપ્ટન કોહલીના આઇપીએલમાં 6 હજાર પુરા!!

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ આઈપીએલમાં 6000 રન પૂર્ણ કર્યા છે. આઇપીએલમાં 6 હજાર પૂર્ણ કરનાર કોહલી પ્રથમ ખેલાડી બની ગયો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન સામે રમતા અર્ધશતક પૂર્ણ કરીને તેના 196માં મેચમાં 6 હજાર રન પૂર્ણ કર્યા છે. હાલ સુરેશ રૈના 5448 રન સાથે બીજા ક્રમાંકે, શિખર ધવન 5428 રન સાથે ત્રીજા ક્રમે, ડેવિડ વોર્નર 5384 રન સાથે ચોથા ક્રમે જ્યારે રોહિત શર્મા 5368 રન સાથે પાંચમા ક્રમાંકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.