રાજકોટ શહેરના ૨૭માં પોલીસ કમિશનર તરીકે IPS રાજૂ ભાર્ગવે સંભાળ્યો ચાર્જ

1995 બેચના IPS અધિકારી રાજુ ભાર્ગવ રાજકોટના નવા પોલીસ કમિશનર

રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ તે ચર્ચા કે મુહિમ તેજ બની હતી. ત્યારે હવે IPS અધિકારી રાજુ ભાર્ગવને રાજકોટના નવા પોલીસ કમિશનરની કમાન સંભાળી છે અને બહુ જ જોરદાર રીતે તેમનું બધા અધિકારીઓએ ભેગા મળીને સ્વાગત કર્યું.

રાજકોટ: સર્કિટ હાઉસ ખાતે નવા CP રાજ ભાર્ગવના સ્વાગતની તૈયારીમાં પોલીસ દળ ખડે પગે

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોઈ CP નહોતા અને પોલીસ અધિકારીઓ તેમના મુખ્ય અધિકારી માટે ઝખી રહ્યા હતા તેથી આજે ઉચ્ચ અધિકારીઓ હોદ્દા અનુસાર પોલીસ કમિશ્નરના સ્વાગત માટે તૈયાર રહ્યા અને પોલીસ કમિશનરને આવકાર્યા.

રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ છે?

પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ ભવન ખાતે ડીઆઈજી લો એન્ડ ઓડર વિભાગમાં ફરજ બજાવી ચુક્યા છે. રાજુ ભાર્ગવ 1995 બેચના IPS અધિકારી છે અને તેમને અગાઉ 2013માં સેન્ટ્ર ડેપ્યુટેશનમાં કેન્દ્રમાં મૂકાયા હતા અને ત્યાર બાદ તેઓ પરત આવ્યા હતાં.  સેન્ટ્રલ ડેપ્યુટેશનથી પરત આવ્યા બાદ પોસ્ટિંગ બાકી હતું અને તે દરમ્યાન તેમને આર્મ્ડ યુનિટમાં ADGP (ગાંધીનગર) તરીકે સેવા આપતા હતા. કેન્દ્રમાં CRPF ફોર્સમાં ડીઆઈજી તરીકે નિયુક્તિ થઈ હતી. CRPF ફોર્સમાં આઈજી તરીકે પ્રમોશન મળ્યું હતું. નક્સલી પ્રભાવિત છતીગઢમાં CRPFના કોબ્રા કમાન્ડોના વડા તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 7 વર્ષ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ આધારે ફરજ બજાવી હતી. ગુજરાતમાં પાર્ટ ફર્યા ત્યારે એડિશનલ ડીજીનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. રાજુ ભાર્ગવ ADGP આર્મ યુનિટમાં ફરજ બજાવતા હતા. હવે રાજકોટના નવા સીપી તરીકે નિમણુંક થઈ.

 

IPS રાજુ ભાર્ગવનું સર્કિટ હાઉસ ખાતે સંપૂર્ણ સન્માન સાથે કરાયું સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

નવનિયુક્ત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું નિવેદન

જે ઉમ્મીદથી મને અહીં મુકાયાં છે તે મુજબ પારદર્શક પોલીસનો અભિગમ સાર્થક કરીશું, શહેરના ૨૭માં પોલીસ કમિશનર તરીકે સંભાળશે ચાર્જ

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાની પ્રાથમિકતા: રાજુ ભાર્ગવ

રાજકોટના પોલીસ કમિશ્નરએ ચાર્જ સાંભળતા જ એક્શનમાં આવી ગયા છે અને કહ્યું છે કે જનતા સાથે મળીને પડકારોનો ઉકેલ લાવવામાં આવશે અને લોકોની ફરિયાદો દૂર કરાશે, સાથે જ કહ્યું કે “રાજકોટની ટ્રાફિકની સમસ્યાથી હું વાકેફ છું, જેનો મહદઅંશે દૂર કરવા પ્રયત્ન કરીશું” કારણ કે રાજકોટમાં હાલ ચારેય ખૂણામાં પુલ બની રહ્યા છે તેથી લોકોને ટ્રાફિકની સમસ્યા આવી છે જેને દૂર કરવા પણ હાલ કામગીરી કરવા માટે પોલીસ કમિશ્નરએ પહેલેથી જ રાજકોટની સમસ્યાઓને સમજી અને સુસજ્જ થઈ હાલ ચાર્જ સાંભળતા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે