ઇઝરાયેલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો:જવાબમાં ઈરાને 150 મિસાઇલો છોડી: 2 ઇઝરાયલીઓના મોત, 43થી વધુ ઘાયલ: ઈરાન તરફથી હુમલાના ભયને કારણે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
મિડલ ઈસ્ટમાં જેનો ભય હતો એ જ થઈ રહ્યું છે, ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના વળતા પ્રહારથી વિશ્વ વધુ એક યુદ્ધના દરવાજે ઊભું છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક બાદ ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઈલથી હુમલા શરૂ કર્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. ઈરાને લગભગ 150 જેટલી મિસાઈલથી ઈઝરાયલને રાતભર હચમચાવી નાખ્યું હતું. ઇઝરાયલે સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલી લડાકુ વિમાનોએ ફરીથી ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 350થી વધુ ઘાયલ થયા છે. ઈરાને ઇઝરાયલ પર 100થી વધુ મિસાઇલથી હુમલો કર્યો છે. ઈરાન દ્વારા આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3’ નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આઈઆરજીએસએ સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું છે, કે ઇઝરાયલે કરેલા હુમલાના જવાબમાં ઈરાને સશક્ત અને સટીક કાર્યવાહી કરી છે.ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ સોશિયલ મીડિયા પર કહ્યું, કે ‘ઈરાનના લોકો અમારી સાથે છે. ઈરાની સશસ્ત્ર દળો ઇઝરાયલ પર જીત હાંસલ કરશે.બીજી તરફ ઇઝરાયલની સેનાએ પણ ઈરાનના હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે અમે મિસાઇલોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આગામી નિર્દેશ સુધી ઇઝરાયલના તમામ નાગરિકોને સુરક્ષિત સ્થાન પર આશ્રય લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે.અગાઉ ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો જેમાં ઈરાનના 20 ટોપ કમાન્ડર સહિત 75થી વધુ લોકોના મોતની આશંકા છે. મૃતકોમાં ઈરાનની આર્મી તથા એરફોર્સના ચીફ પણ સામેલ છે. ઈરાનના છ વિજ્ઞાનીઓએ પણ જીવ ગુમાવ્યા. ઇઝરાયલ દ્વારા ઈરાન પર કુલ પાંચ તબક્કામાં હુમલો કરાયો હતો. જેને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું. ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના નવા આઈઆરજીએસ પ્રમુખ એટલે કે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સના વડાએ ચેતવણી આપી હતી, કે ‘ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતાના ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપીશું. ઇઝરાયલે ભયંકર અને વિનાશકારી પરિણામોનો સામનો કરવો પડશે. ઇઝરાયલની સરકાર માટે નરકના દ્વાર ખોલી નાંખીશું.
ઈરાન-ઇઝરાયેલ હુમલામાં અમેરિકા ઝંપલાવશે?
અમેરિકન નૌકાદળને ડિસ્ટ્રોયર શિપ યુએસએસ થોમસ હંડનર અને ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજને પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર તરફ લઈ જવાનો નિર્દેશ અપાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્થિતિ પર ચર્ચા કરાવ માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રમુખો સાથે બેઠક કરી રહ્યા છે. અમેરિકન વિદેશ સચિવ માર્કો રુબિયોએ કહ્યું કે, ‘જો જરૂર પડશે તો અમેરિકા ઈઝરાયલની
રક્ષા કરવા માટે હંમેશા ઉભો રહેશે, ખાસ કરીને જો ઈરાન બેલેસ્ટિક મિસાઈલથી જવાબી હુમલો કરશે તો અમેરિકા ઈઝરાયલને મદદ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકાને પહેલેથી જ હુમલાની જાણકારી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આગામી કેટલાક દિવસોમાં સતત ભયાનક હુમલાઓ થવાના છે.
ઈરાને ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવ્યું
ઈરાને ઇઝરાયલ તરફ 150 બેલિસ્ટિક મિસાઈલ છોડિ. આમાંથી 6 મિસાઈલ રાજધાની તેલ અવીવમાં પડી, જેમાં 1 મહિલાનું મોત થયું. તે જ સમયે, 63 લોકો ઘાયલ થયા. ઈરાની મીડિયા રિપોર્ટ્સમાં પણ ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ઈરાન તરફથી હુમલાના ભયને કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઈરાન ઇન્ટરનેશનલ ન્યૂઝ અનુસાર, ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન શહેર પર પણ મિસાઇલ હુમલો કર્યો છે. ઇરાની હવાઈ સંરક્ષણ પ્રણાલી આ હુમલાઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે.ઇઝરાયલે એક દિવસ પહેલા શુક્રવારે સવારે 5:30 વાગ્યે ઈરાની પરમાણુ અને અનેક લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હતા. આમાં 6 પરમાણુ વૈજ્ઞાનિકો અને 20 થી વધુ લશ્કરી કમાન્ડર માર્યા ગયા હતા.
ગાઝા સીઝફાયર પર વિશ્ર્વને ભારતનો ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ
ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયલી બોમ્બમારા વચ્ચે, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી અને બિનશરતી યુદ્ધવિરામ માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ભારતે આ પ્રસ્તાવ પર મતદાન કરવાનું ટાળ્યું હતું. આ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ભારત ગેરહાજર રહ્યું હતું. આ પ્રસ્તાવ યુરોપિયન દેશ સ્પેન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુદ્ધવિરામ ઉપરાંત, આ પ્રસ્તાવમાં બંધકોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવાની પણ વાત કરવામાં આવી હતી. ભારત ઉપરાંત, મતદાનથી દૂર રહેનારા 19 દેશોમાં અલ્બેનિયા, કેમરૂન, ઇક્વાડોર, ઇથોપિયા, માલાવી, પનામા, દક્ષિણ સુદાન અને ટોગો જેવા દેશોનો સમાવેશ થાય છે. ભારતના યુએન રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું છે કે આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ગાઝામાં
માનવતાવાદી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને ભારત તેના વિશે ચિંતિત છે. ભારત અગાઉ પણ ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદ પર લાવવામાં આવેલા ઠરાવમાં ગેરહાજર રહ્યું છે. આ તેનો જ એક સિલસિલો છે. ભારત કહે છે કે તે વાતચીત અને રાજદ્વારી દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા તૈયાર છે. ભારતના પ્રતિનિધિ હરીશે કહ્યું છે કે ભારત હંમેશા શાંતિ અને માનવતાના પક્ષમાં રહ્યું છે.બીજી તરફપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી. તેમણે પ્રદેશમાં શાંતિ પુન:સ્થાપિત કરવા પર ભાર મૂક્યો.