Abtak Media Google News

પરિવર્તનશીલ વિશ્વમાં સમય-સંજોગો મુજબ બદલાવ જરૂરી છે પરંતુ સાથે સાથે સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે પર્યાવરણની જાળવણી અને મૂળભૂત જૈવીક બંધારણનું જતન પણ જરૂરી છે.. પર્યાવરણ હશે તો જ જીવન હશે તે વાતને વિકાસવાદના  આંધળુ કિયામાં ભૂલી ન શકાય

વિશ્વના ઉત્ક્રાંતિવાદ માં તમામ સજીવોમાં માનવી પોતાનું અસ્તિત્વ ટકાવવા અને અત્યારની પરિસ્થિતિએ પહોંચવામાં સૌથી વધુ સફળ થયાં આ કારણમાં માનવનો પરિવર્તનશીલ વિકાસવાદ અને સમય અને સંજોગ મુજબ પોતાની પરિસ્થિતિ જરૂરિયાતો અને અસ્તિત્વને બદલાવવામાં મહેર માનવ જાત સદીઓથી કુદરત સામે ના “પડકારો” જીતવામાં સફળ રહ્યું છે પરંતુ હવે માનવનો આ “વિકાસવાદ” પૃથ્વી માટે “ઘાતક “અને પર્યાવરણ માટે જોખમી બની રહ્યું છે, તેવા સંજોગોમાં વિકાસવાદ માને વાત ન ભૂલવી જોઇએ કે પૃથ્વી અને પર્યાવરણ સલામત હશે તો જ માનવ સહિતના સજીવો નું અસ્તિત્વ છે, અત્યારે વિકાસવાદ માં માનવ જાણે અજાણ્યે કુદરતની સાઇકલને હાનિ પહોંચાડી રહ્યો છે.

દિવસે-દિવસે માણસના ભૌતિકવાદ અને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પર્યાવરણનું નખોદ નીકળી રહ્યું છે આડેધડ હરિયાળી નો નાશ, જંગલો નો ઘટતો જતો વિસ્તાર, બેફામ ખનન પાણીનો દુરુપયોગ જ તેમનો અભાવ અને પૃથ્વી પર સતત વધતી જતી ગરમી ના કારણે પર્યાવરણ સંપૂર્ણપણે વિપરીત પરિસ્થિતિમાં મુકાઇ ગયું છે ભારતની વાત કરીએ તો ભારતને હરિયાળો અને કુદરતના સાનિધ્ય નો પ્રદેશ ગણવામાં આવતો હતો અહીં પણ વિકાસ વાદ ના નામે આડેધળ કુદરતી સાયકલનો ભંગ કરવામાં આવ્યો.

ઘટતા  જતા વન અને આંધળુકિયા શહેરીકરણ થી વન સૃષ્ટિ ની અનેક પ્રજાતિઓ નાશ પામી નામશેષ થવાના આરે આવીને ઊભી છે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળતા બ્લેક બસ્ટર ડ( સુરખાબ) ચિલોત્રા, જેવા પક્ષીઓ એક યા બીજી રીતે પુસ્તકોના ચિત્રો મા , જ રહીગયા છે, અરે આપણી સાથે રહેવા ટેવાયેલી  ચકલી હવે ક્યાંય દેખાતી નથી, કાગડા ઓછા થતા જાય છે ઘુવડ જેવી પ્રજાતિ નામશેષ થવાના આરે છે તેવા સંજોગોમાં અભ્યારણમાં વિકાસના નામે કહેવાતા પર્યાવરણને જોખમી પ્રોજેક્ટ પર્યાવરણ માટે અને સજીવસૃષ્ટિ માટે ઘાતક બની રહેશે વિશ્વમાં એકમાત્ર ગીર અભ્યારણમાં વસતા સિંહોના નિવાસ સ્થાન ને હવે વિકાસવાદ નું ગ્રહણ લાગ્યું હોય તેમ ગિરનાર અભયારણ્યમાં મીટર ગેજ ની જગ્યાએ બ્રોડગેજ અને વીજળીથી ચાલતી ટ્રેન નો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે જોકે આ પ્રોજેક્ટનો વિરોધ થયો છે અભ્યારણમાં હાાઇ સ્પીડ રેલ નોગુજરાતમાં જ કડવો અનુભવ છે જાફરાબાદ પાસે માલગાડી હેઠળ કપાઈને અનેક સાવજો મોતને ભેટયા છે તેવા સંજોગોમાં ગીરમાં બ્રોડગેજ અને ઇલેક્ટ્રોનિક રેલગાડી સિંહોના અસ્તિત્વ પર જોખમી બની રહેશે તેમાં “બેમત” નથી. કુદરતની સાઇકલને વીખી ને વિકાસ ક્યારેય શક્ય બનતું નથી  જ્યારે જ્યારે આ પ્રયાસો નહીં પરંતુ અટકચાળા થયા છે ત્યારે ત્યારે માનવ અને પર્યાવરણ ને મોટી કિંમત ચૂકવવી પડે છે વિકાસ હશે પૂરતો ભૌતિકવાદ પ્રાપ્ત કરવામાં સફળ રહેશું, પરંતુ જો પર્યાવરણ હરિયાળી પાણી અને પ્રાણવાયુ જ નહીં બચે તો કેવી રીતે જીવશું,?, કાળા માથાનો માનવી પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે નવા નવા સંશોધનો અને વિજ્ઞાનને સિદ્ધ કરવામાં કારગત પુરવાર થયો છે તેમાં બે મત નથી પરંતુ માનવીનો આ ભૌતિક વાત ક્યારેક-ક્યારેક પર્યાવરણને માફક આવતું નથી, કુદરત ક્યારેય તેના નિયમો બાંધછોડ કરતી નથી તેને અટકચાળા કરનારને અવશ્યપણે સજા આપે છે વધતા જતા તાપમાન ઘટતા જતા જંગલો પૃથ્વીના પેટાળમાં ખોદીને પાણી અને ખનીજ કાઢવાની આ પ્રવૃત્તિને લઈને વારંવાર ધરતીકંપ સુનામી વાવાઝોડા અતિવૃષ્ટિ જેવા પ્રકોપ દુકાળ જેવા અભિશાપ આવતા રહેશે અને હજારો લાખોનો ભોગ લઈ લેશે તેવા સંજોગોમાં ભૌતિકવાદ લાહ્યમાં વન અને પર્યાવરણ ની સ્થિતિ વધુ ન બગડે તે માટે સજાગ થવું જ હશે ગીરમાં સિંહોની વસ્તી છે સિહોર ની સંખ્યા સંતોષ જનક રીતે વધી રહી છે તે સંજોગોમાં પર્યાવરણવાદીઓ ના ઇનર અને ભાવિ જોખમને લઈને ગીરમાં હાઈસ્પીડ ટ્રેનનો વિકાસવાદ વિચારીને આગળ વધારવું જોઈએ સમગ્ર દેશમાં કોઈ એક નાનો એવો ભાગ સંપૂર્ણપણે પર્યાવરણ ના નિયમો અને સિંહ જેવી ભવ્ય વિરાસત ની સલામતી માટે વિકાસ થી દુર રાખવા થી કંઈ ફરક નહીં પડે પરંતુ આવા વિસ્તારમાં જો આ  વિકાસવાદ માટે આંધળુકિયા કરવામાં આવશે તો તેના મોટા અનર્થ સર્જાશે તે ન ભૂલવું જોઈએ વિકાસ પૃથ્વી અને સજીવ સૃષ્ટિ ના ભોગે કોઈ કામનું નથી વિકાસ વાદમાં કુદરતની સાયકલમાં કોઈ વિક્ષેપ ન પડે તે જોવું એ પણ માણસની સમજદારી જ ગણાશે કોઈપણ સંજોગોમાં કુદરતની સાઇકલને વિખીને વિકાસ શક્ય નથી. નથી નેે નથી જ!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.