શું ‘દાગી’ નેતાઓ ઉપર આજીવન પ્રતિબંધ મૂકવો જરૂરી ?

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ મુદ્દે ૧૫ માસ પૂર્વે કેન્દ્ર પાસેથી સુઈ જાવ માંગવામાં આવ્યો હતો

ચૂંટણી દરમિયાન એક મુદ્દો હંમે સામે આવતો હોય છે જેમાં એ વાતની સ્પષ્ટતા અથવા તો ચર્ચા થતી હોય છે કે દાગી નેતાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવો જોઈએ કે કેમ તે પછી તેઓને ચૂંટણી લડાવી જોઈએ કે કેમ પરંતુ હજુ સુધી આ મુદ્દા ઉપર એક પણ પ્રકારનો યોગ્ય નિર્ણય આવ્યો નથી પરિણામે જે સોલ્યુશન એટલે કે સમાધાન કરવું જોઈએ તે આવતું નથી. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ પણ સામે આવ્યો છે કે શું આવનારી ચૂંટણી પહેલા દાગી નેતાઓ ઉપર આજીવન પ્રતિબંધ લાદવામાં આવશે કે કેમ?

એક દસકા પૂર્વે ભારત દેશમાં આ મોટો સૌથી વધુ ચર્ચામાં આવ્યો હતો કે જેમાં એ વાત ઉપર સ્પષ્ટ રૂપે ભાર મૂકવામાં આવ્યો છે કે જે દાગી નેતા હોય એમને ચૂંટણી લડવી જોઈએ નહીં પરંતુ દસ વર્ષ વિતી ગયા છતા પણ આ અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવાતા અંતે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દા ઉપર ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ જેને સરકારને તાકીદ કરતા જણાવ્યું હતું કે ગત 15 માસ પહેલાં પણ આ મુદ્દે સરકારને તેનો અભિપ્રાય આપવા જણાવાયુ હતું પરંતુ સમય વીતી ગયા પછી પણ હજી કેન્દ્ર આ મુદ્દે કોર્ટ અને કોઈપણ પ્રકારનો અભિપ્રાય આપી શક્યું નથી પરિણામે જે નિર્ણય અને યોગ્ય પગલાં લેવાવા જોઇએ તેમાં કોર્ટ કાઈ કરી શકતું નથી.

આ બેઠકમાં સુપ્રીમના ચીફ જસ્ટીસ એન.વી રમનના, જસ્ટિસ ડી.વી ચંદ્રચુડ, અને જસ્ટિસ સૂર્યકાન્ત તા ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ પીટીશન દાખલ કરનાર અશ્વિની ઉપાધ્યાય એ પણ સુપ્રીમ કોર્ટને જણાવતા કહ્યું હતું કે આ પ્રકારના નેતાઓ પર આજીવન પ્રતિબંધ મુકવો જોઈએ.

ફાઈલ પિટિશન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય અથવા તો તેમનો અભિપ્રાય આપવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ કોઈ પણ પગલું ભરી શકતું નથી ત્યારે સર્વપ્રથમ કેન્દ્ર સરકારે એ વાત સ્પષ્ટ કરવાની જરુર છે કે શું તેઓ દાગી નેતાઓ પર આજીવન પ્રતિબંધ લાદવા માગે છે કે કેમ બીજી તરફ કેન્દ્ર સરકારે આ મુદ્દે ઇલેક્શન કમિશન સાથે પણ વાતાઘાટ કરવી એટલે જ જરૂરી છે. સરકાર દ્વારા જ એ અંગેનો નિર્ણય લાવવો જરૂરી છે કે તેઓ લેજિસ્લેટિવ રસ્તો અપનાવવા માગે છે કે કેમ?

સીતારામ અશ્વિની ઉપાધ્યાયે આ અંગે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ કોન્સ્ટેબલ કોઈ ગુનો આચરેલ છે તો તેને તેના પદ ઉપર થી બરખાસ્ત કરી દેવામાં આવતો હોય છે તો તે જ સ્થિતિ શું કામ દાગી નેતાઓ ઉપર અમલી ન  બનાવવામાં આવે. દ્વારા અશ્વિની ઉપાધ્યાય અને એ મુદ્દે પણ પૂછવામાં આવ્યું હતું કે દાગી નેતાઓ પર આજીવન પ્રતિબંધ લાડવા માટે કેટલી પીઆઈએલ ફાઇલ કરવામાં આવી છે?

બીજી તરફ એ વાત પણ સ્પષ્ટ છે કે ઉપાધ્યાય દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવેલી છે તેના પર કોર્ટે ઝડપી કાર્યવાહી કરી લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ક્રિમિનલ કેસો કે જે સાંસદો અને ધારાસભ્ય પર લાગુ હોય તે કેસનો નિકાલ કર્યો છે જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે હવે કોઈપણ દાગી નેતાઓને બક્ષવામાં નહીં આવે અને તેઓ પર આજીવન પ્રતિબંધ પણ લાગી શકે છે.