Abtak Media Google News

મંગળ ઉપર એટલાસ-૫ રોકેટના માધ્યમથી અત્યાધુનિક સંશાધન સાધનો મોકલ્યા: ૨૦૩૧માં રોવર પરત આવશે

બ્રહ્માડમાં માત્ર પૃથ્વી ઉપર જ જીવન શકય બન્યુ છે તેવું સામાન્ય લોકોનું માનવું છે. જો કે, વિશ્ર્વમાં અનેક થિયરી એવું પુરવાર કરે છે કે, પૃથ્વી સીવાયના અન્ય ગ્રહો પર પણ જીવન છે. આ જીવન પૃથ્વીવાસીઓ જેટલું આધુનિક ન પણ હોય શકે અથવા તો એવું બને કે, પરગ્રહવાસીઓ પૃથ્વીવાસીઓ કરતા વધુ વિકસીત હોય. વિશ્ર્વમાં ઘણી વખત યુએફઓ દેખાયા હોવાની વાયકા ઉઠે છે. અનેક લોકો દાવો કરી ચૂકયા છે કે, તેમણે પરગ્રહવાસી જોયા છે અથવા પરગ્રહવાસીએ તેમનો સંપર્ક કર્યો છે. આ દાવા અંગે સંશોધન થાય છે, અલબત હજુ સુધી આ થિયરી સાચી ઠરી નથી ત્યારે નાસા મંગળ સહિતના ગ્રહો ઉપર પરગ્રહવાસીની તપાસ કરવા અભિયાન ચલાવી રહ્યું છે. જેના ભાગ‚પે નાસા દ્વારા ફલોરીડાથી એટલાસ-૫ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.

નાસાનું આ રોકેટ નેકસ્ટ જનરેશનનું રોબોટીક રોવર, કાર જેટલા કદનું સાયન્ટીફીક વ્હીકલ સહિતનું લઈ જશે. આ રોકેટમાં મીની હેલીકોપ્ટર જેવું યંત્ર પણ રહેશે. જે મંગળ ઉપર જીવન હતુ કે કેમ તેની શકયતાઓ પણ તપાસશે. આ રોકેટ આગામી ફેબ્રુઆરી મહિનામાં મંગળની સપાટી ઉપર ઉતરશે. યુનાઈટેડ લોન્ચ અલાયન્સ હેઠળ આ રોકેટ બોઈંગ અને લોકહેડના સંયુક્ત સાહસથી તૈયાર થયું છે. અત્યાધુનિક સંશાધનોથી સજ્જ આ રોકેશ મંગળના વાતાવરણમાં ટકવા સજ્જ બનશે.

નોંધનીય છે કે, કોઈપણ ગ્રહ ઉપર જીવનના ઉદ્ભવ માટે પાણીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કોઈ ગ્રહ ઉપર પાણી મળી આવે તો ત્યાં જીવનની શકયતા હોય શકે. મંગળમાં પણ વૈજ્ઞાનિકોએ ઘણા સમય પહેલા પાણી શોધી કાઢ્યું હતું. જેથી ત્યાં જીવનની શકયતા હોય શકે. આ રોકેટમાં રાખવામાં આવેલું રોવર સીગાર જેવડી મોટી કેપ્સ્યુલમાં નમુના લઈને પરત આવશે. રોવરની ઘર વાપસી ૨૦૩૧માં થશે તેવી ધારણા છે. તે પહેલા ૨૦૩૦માં અમેરિકા દ્વારા મંગળ ગ્રહ ઉપર સમાનવ અવકાશ યાન મોકલવામાં આવશે.

રોબોટીક રોવરમાં મુકાયા છે શ્રેષ્ઠ સાધનો

એક કારના કદનું રોબોટીક રોવર ખુબજ અત્યાધુનિક છે. જેમાં નાનકડુ હેલીકોપ્ટર પણ છે જે મંગળની સપાટીનો અભ્યાસ કરશે. આ ઉપરાંત રોવરમાં મુકાયેલા અત્યાધુનિક સાધનો દ્વારા ભવિષ્યમાં સમાનવ મિશન માટે માર્ગ મોકળો કરવામાં આવશે. આ રોવર દ્વારા કેપ્સ્યુલની સાઈઝના પુરાવા એકઠા કરવામાં આવશે અને જીવનની શકયતાઓ તપાસવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.