શું પ્રેમ આંધળો છે? પ્રેમિકા સાથે ઝઘડો થતા યુવાને રેસકોર્સમાં ફિનાઈલ પી લીધું

પ્રેમિકાના ત્રાસથી કંટાળી અગાઉ યુવાને ગળાફાંસો ખાય આપઘાત નો પ્રયાસ કર્યો’તો

શું પ્રેમ આંધળો હોય છે? કારણ કે હવે ના યુવાનો પ્રેમમાં પડી પ્રેમિકા કે પ્રેમી દ્વારા ધોકો મળતાં ન કરવાનું કરી બેસે છે ત્યારે શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા પ્રેમ મંદિર પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવકને તેની પ્રેમિકા સાથે ઝઘડો થતાં રેસકોસ ગ્રાઉન્ડમાં ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા પ્રેમ મંદિર પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા નરેન્દ્ર મનસુખભાઈ ઝાલા નામનો 35 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં હતો ત્યારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ફીનાઈલ પી લેનાર નરેન્દ્ર ઝાલા બે ભાઈ બે બહેનમાં મોટો છે નરેન્દ્ર ઝાલા છેલ્લા પાંચ વર્ષથી ચંદ્રિકા નામની યુવતી સાથે વગર લગ્ને સાથે રહે છે વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકા પૈસા પડાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને નરેન્દ્ર ઝાલાએ પ્રેમિકાના ત્રાસને કારણે અગાઉ પણ પુષ્કળ ધામમાં રહેતી બેનના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે .