Abtak Media Google News

Table of Contents

એપલ આઇફોન લોન્ચ થયાને 11 વર્ષ થયા. ટેકવર્લ્ડ માટે સ્માર્ટફોનની એન્ટ્રી આશિર્વાદરૂપ સાબિત થઈ છે. બિઝનેસથી માંડીને મીડિયા, પોલિટિક્સ અને બીજા દરેક ક્ષેત્રોમાં સ્માર્ટફોનની હાજરી અનિવાર્ય બની ગઈ. નાનામાં નાની સ્ક્રીનથી શરૂ કરીને સાત ઇંચની સ્ક્રીન સુધીનાં (હાથમાં અને ખિસ્સામાં પણ ન સમાઈ શકે એવા) સ્માર્ટફોન લોન્ચ થયા. એપલ ફાઉન્ડર સ્ટીવ જોબ્સ એક સમયે એવી વિચારધારા પણ ધરાવતાં હતાં કે મોબાઇલ-સ્ક્રીનની સાઇઝમાં ક્યારેય વધારો ન કરવો જોઇએ, કારણકે એનાથી કમ્ફર્ટ-લેવલ જતું રહે છે! પરંતુ અન્ય કંપનીઓનાં ફોન મોટી સ્ક્રીન સાથે માર્કેટમાં વધુ વકરો કરવા લાગ્યા ત્યારે એમને ખોટા પડ્યાનો અહેસાસ થયો! આજે તમે જુઓ, પ્રતિ વર્ષ આઇફોનની સ્ક્રીન-સાઇઝમાં નાનો-મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

Img 20210601 Wa0000 1

આઇફોનનો મોટાભાગનો નફો મોટી સ્ક્રીન ધરાવતાં ફોનનાં વેચાણમાંથી થાય છે! દર વર્ષે અલગ પ્રકારની અપડેટ અને ફીચર્સ સાથે નવા મોડેલ્સ પણ માર્કેટમાં આવ્યા. પરંતુ હવે ટેક-વિદ્વાનોનાં મનમાં ડર પેસી ગયો છે કે માણસનું સેલ-ફોન પ્રત્યેનું વળગણ ક્યાંક તેની આંખોને ગંભીર નુકશાન ન પહોંચાડે! ઇન શોર્ટ, આપણને મોબાઇલની લતે ચડાવનાર કંપનીઓને હવે ડહાપણ સૂઝી આવ્યું છે! તાજેતરમાં ગુગલ અને એપલની ડેવલપર કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેમણે મોબાઇલનાં વધુ પડતાં ઉપયોગ સામે ચિંતા વ્યક્ત કરી હતી.

ફક્ત એટલું જ નહીં, મોબાઇલનાં બંધાણી બની ચૂકેલા યુઝર્સ માટે ખાસ પ્રકારનું ટાઇમર (સ્ક્રીન-ટાઇમ) સોફ્ટવેર લોન્ચ કર્યુ. તમે કેટલા સમય સુધી ફોનનો વપરાશ કરો છો એની માહિતી આ સોફ્ટવેર વડે પ્રાપ્ય છે. કોઇ એપ્લિકેશન અગર વધારે પડતી હાનિકારક છે તો તેને બ્લોક કરી શકવી પણ સંભવ છે. ટાઇમ-લિમિટ ગોઠવેલી હોય એના કરતાં વધુ સમય સુધી જો તમે મોબાઇલનો ઉપયોગ કરશો તો એ સોફ્ટવેર તરત જ નોટિફિકેશન આપી દેશે! મોબાઇલ ડેવલપર્સ હાલ એન્ડ્રોઇડ/આઇઓએસનાં અપગ્રેડ પર પણ ધ્યાન આપી રહ્યા છે અને એનાં વધુ પડતાં વપરાશ પર પણ! સ્માર્ટફોન ધરાવતો કોઇપણ માણસ આજે દિવસમાં ચારથી પાંચ કલાક સ્ક્રીન સામે પસાર કરી રહ્યો છે.

સરેરાશ અમેરિકન દિવસનાં 11 કલાક લેપટોપ-ટીવી-સ્માર્ટફોનનાં સ્ક્રીન સામે પસાર કરી નાંખે છે! આ કારણોસર, ટેકનોલોજી જગતમાં હવે નવેસરથી પરિવર્તન આવવાનાં એંધાણ દેખાઈ રહ્યા છે. જેમાં આંખોનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એવા પ્રકારનાં ડિવાઇસ જેમકે, વોઇસ આસિસ્ટન્ટ્સ, હેડફોન, કાંડા-ઘડિયાળ (દાખલા તરીકે, એપલ વોચ)ને વધુ અપડેટ કરવાની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. અને આમ પણ એપલ કંપની પહેલેથી જ પોતાનાં બનાવેલા ક્રિએશનને તોડી-મરોડી નવા અખતરાઓ કરવા માટે જાણીતી છે. કેટલાક જાણકારો એવું પણ કહી રહ્યા છે કે એપલ હાલ પોતાનાં મોબાઇલ ફોનની રેન્જમાં ધરખમ ફેરફારો કરવાનાં મૂડમાં છે! આગામી સમયમાં લોન્ચ થનાર આઇફોન પહેલા કરતાં ઘણા અલગ અને એન્વાયરમેન્ટ-ફ્રેન્ડલી હશે.

બીક એ વાતની છે કે, સોફ્ટવેર ડેવલપર્સ ક્યાંક એવા પ્રકારનું કોઇ ડિવાઇસ શોધી ન કાઢે, જેનાથી આપણી રોજબરોજની જિંદગી વધુ એડિક્ટિવ બની જાય! ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી પરિસ્થિતિ સર્જાવાનો પૂરો ભય છે. આવા પ્રકારનાં ડિવાઇસ બનાવવા માટે એમેઝોન અને ગૂગલ મુખ્ય ખેલાડીઓ છે. ઉપરાંત, એપલ-વોચ અને એર-પોડ્સ પણ હાલ ખાસ્સા વધુ ફીચર્સ ધરાવતાં થઈ ગયા છે. મોબાઇલની ખોટ પૂરી કરી શકે એવી કાંડા-ઘડિયાળો આવી જાય તો આપણું એડિક્શન આપોઆપ જ ઓછું થઈ જશે, અત્યારે બને છે એવું કે આપણે વાંચવા-લખવા અથવા કોઇ કામ કરવા બેસીએ ત્યારે મોબાઇલને પણ બાજુ પર રાખીએ છીએ.

બે-પાંચ મિનિટ થાય કે તરત એનો સ્ક્રીન અનલોક કરીને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક પર કોઇ નોટિફિકેશન આવ્યું હોય તો જોવા લાગીએ છીએ. એમાં ને એમાં અડધી-પોણી કલાક વીતી જાય, અચાનક સમય સામે નજર કરીએ ત્યારે મોઢામાંથી સિસકારો નીકળી જાય! આ સમસ્યાનાં ઉપાય તરીકે આપણી પાસે હાલ બે રસ્તાઓ નજર સમક્ષ દેખાઈ રહ્યા છે : મજબૂત મનોબળ અને ટેકનોલોજીની મદદ! ટેકનોલોજીથી અંતર વધારવા માટે ટેકનોલોજીનો જ ઉપયોગ? યસ્સ, અફકોર્સ! ધારી લો કે, તમે મક્કમ મન સાથે મોબાઇલને હાથ ન લગાડવાનો નિર્ણય લીધો. પરંતુ તમારા મનોબળને પીઠબળ પૂરું પાડી શકે એવી ટેકનોલોજી વગર આ સંભવ છે ખરા!? એપલ કંપનીએ પોતાનાં ફોનમાં જે સ્ક્રીન-ટાઇમ સોફ્ટવેર લોન્ચ કર્યુ છે એ આવા પ્રકારનું પીઠબળ છે. એને એવા પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેની સહાયતા વડે મોબાઇલ-એડિક્ટેડ માણસ ધીરે-ધીરે એનાં વ્યસનમાંથી મુક્ત થતો જાય. તમે એકવાર એવું નક્કી કરી લો કે, આખા દિવસમાં ત્રણ કલાકથી વધુ મોબાઇલનો ઉપયોગ નથી કરવો અને સ્ક્રીન-ટાઇમ સેટ કરી દો! ત્રણ કલાકનો વપરાશ કરી લો પછી, મનમાં અપરાધભાવ ન જાગે એ માટે તમે જાતે જ મોબાઇલથી દૂર રહેવાનું પસંદ કરશો.

હજુ પણ કંઇક ખૂટતું હોય એમ જણાય અથવા મદદની જરૂર પડે તો બીજા ત્રણ નવા ડિવાઇસનો પણ સધિયારો છે! વોઇસ આસિસ્ટન્ટ્સ (એમેઝોનનું એલેક્સા અને ગુગલ આસિસ્ટન્ટને હાલ આ કેટેગરીનાં શ્રેષ્ઠ ડિવાઇસ માનવામાં આવે છે), એપલ વોચ અને એરપોડ્સ. આ બધાનો ઉપયોગ કરવા પાછળ એક સર્વસામાન્ય સિધ્ધાંત કામ કરે છે. સ્ક્રીનથી દૂર થવું હોય તો એવું કોઇક એવું ડિવાઇસ પકડી લો જેમાં કોઇ પ્રકારની સ્ક્રીન ન હોવા છતાં કામ તો સ્માર્ટફોનની માફક જ આપે! સ્વીચ અથવા ટચ-કંટ્રોલનો ઉપયોગ સાવ ઓછો થાય, ફક્ત અવાજથી આદેશો આપીને આપણા કામ પૂરા થઈ શકે. ફિલ્મ-ટિકિટ ખરીદી શકાય, ટેક્સ્ટ-મેસેજ પર એક નજર નાંખવાનું કામ પણ સરળ થઈ જાય, આખા દિવસનાં કામકાજનું શેડ્યુલ બનાવી રિમાઇન્ડર ગોઠવી શકાય, સોશિયલ મીડિયાની પણ કેટલીક અપડેટ્સ મળી શકે!

પરંતુ આ બધું હજુ પોતાનાં શરૂઆતી ફેઝમાં છે! એમેઝોન, ગૂગલ અને એપલનાં હજારો એન્જિનિયર્સ પોતપોતાનાં ડિવાઇસને અપગ્રેડ કરવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. એપલનું પોતાનું વોઇસ આસિસ્ટન્ટ સીરી પણ કોઇ મિનિ-કમ્પ્યુટરથી કમ નથી. નિષ્ણાંતો કહી રહ્યા છે કે, અગર એપલ ફક્ત સીરીને અપગ્રેડ કરતું રહેશે તો પણ તેની મદદ વડે લેપટોપ-ડેસ્કટોપનાં મોટા સ્ક્રીનમાંથી લોકોને છૂટકારો મળી જશે. કલ્પના કરો, મોબાઇલ અથવા અન્ય કોઇ ડિવાઇસ પર ગર્લફ્રેન્ડ માટે ડિનર-ડેટ ગોઠવતાં પહેલાં ફક્ત એર-પોડ્સ પર ડબલ-ક્લિક કરી, આદેશ આપો અને હોટલમાં ટેબલ બૂક થઈ જાય તો કેવું!?

જોકે, એપલે હજુ પોતાનાં ડિવાઇસનાં આવનારા ફીચર્સ વિશે જણાવવાની ઘસીને ના પાડી દીધી છે. પરંતુ તાજેતરમાં તેમણે એરપોડ્સને આઇફોનથી દૂર રાખીને પણ ઉપયોગમાં લઈ શકાય એવા પ્રકારનાં ફીચર્સ લોન્ચ કરીને ભવિષ્યનો અંદેશો તો આપી જ દીધો ગણાય! મોબાઇલનો સ્ક્રીન આજની પેઢી માટે વેમ્પાયર સાબિત થઈ રહ્યો છે. ટેકનોલોજીનો સદુપયોગ થાય ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ અતિશયોક્તિ આપણને પોસાય એમ નથી. મોબાઇલ-ફોનનો વધુ પડતો ઉપયોગ કેવા પ્રકારનાં દુષ્પરિણામ લઈને આવશે એ તો 40-50 વર્ષ પછી જ ખબર પડી શકશે કારણકે સ્માર્ટફોન લોન્ચ થયાને જ હજુ એક દશકો પૂરો થયો છે! અત્યારની આખી પેઢી જ્યારે વૃધ્ધાવસ્થામાં પહોંચશે ત્યારે તેમની આંખો, મન, મગજ અને શરીર પર જોવા મળતી અસરો ભયાનક ન હોય એવી જ આશા રાખી શકીએ!

તથ્ય કોર્નર

જેમ સીગરેટ, તમાકુ અને ડ્રગ્સની આદત લાગી શકે તેમ મોબાઇલ ફોનની પણ આદત લાગી શકે જે ડિપ્રેશન અને બેચેની જેવી માનસિક તકલીફ લાવી શકે છે. વિશ્વમાં લગભગ 60 ટકા યુવાનો આ મોબાઇલ એડિક્શનના ભોગ બની ગયા છે

વાઇરલ કરી દો ને

આજના બાળકો દિવસનો સૌથી  વધુ સમય મોબાઇલ પર ગાળે છે. તેથી જો ભણવાનું પણ મોબાઇલમાં જ હોય તો? લોકડાઉનમાં જાણ્યે અજાણ્યે આ પ્રયોગ થયો પણ નિષ્ફળ નિવડ્યો!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.