Abtak Media Google News

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતા વાતાવરણમાં પલટો: 3 દિવસ વાવાઝોડા સાથે માવઠાની આગાહી 

અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ તથા સૌરાષ્ટ્રના છૂટા છવાયા વરસાદની શકયતા: રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, વીરપુર, ભાયાવદર, મોટાદડવા, જસદણ, આટકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો

ચાલુ વર્ષે પણ રાજ્યમાં 100 ટકા વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદ થતાં શુ પ્રી મોનશુન એક્ટીવી જામી હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતા વાતાવરણમાં પલટો થતા હજુ આગામી  3 દિવસ વાવાઝોડા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, વીરપુર, ભાયાવદર, મોટાદડવા, જસદણ, આટકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા-અમદાવાદ તેમજ કચ્છમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. તો રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-જામનગર-અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની પણ સંભાવના છે.

Img 0282

ગુજરાતમાં હાલ ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી 2-3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક હિસ્સામાં તાપમાન 2-3 ડિગ્રી સુધી વધી શકે છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા-સાબરકાંઠા તેમજ અમદાવાદમાં ગરમીનું મોજું ફરી વળશે. આગામી ચાર દિવસ દરમિયાન જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-જામનગર-અમરેલી-ડાંગ-વલસાડમાં 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપે પવન  ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આમ, ગુજરાતમાં ક્યાંક કાળઝાળ ગરમી અનુભવાશે તો ક્યાંક કમોસમી વરસાદ પડશે.

કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર. રાજ્યમાં આજથી 30 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ તથા સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો અમદાવાદ શહેરમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેશે. કચ્છમાં વરસાદની આગાહીને લઈ ખેડૂતોને પોતાની જણસ ખુલ્લામાં ન રાખવા માટે સૂચના અપાઈ છે. કચ્છ જિલ્લા ડિઝાસ્ટર મામલતદારે આ બાબતે વિવિધ વિભાગોને પત્ર લખી જાણ કરી છે.

રવિવારે બપોર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમા માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટ, કચ્છ, અમરેલી, સુરેંદ્રનગર, મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, વીરપુર, ભાયાવદર, મોટાદડવા, જસદણ, આટકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો.તો મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.

કચ્છના નલિયા પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. તાલુકામાં જ્યાં પિયતની સુવિધા છે તેવા વિસ્તારોમાં હજુ ખેતરોમાં ઈસબગુલનો પાક ઉભો છે. તો ક્યાંક વાઢીને મૂકી દીધો છે. તેવામાં વરસાદી ઝાપટાના કારણે પાકને નુકસાન થવાની ભીતી છે. તો કેરી, ડુંગળી, મગ, તલ, બાજરીના પાકને પણ નુકસાનીની ભીતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.