- ઘણા લોકો દરરોજ સેવિંગ કરવી પસંદ છે, તો કેટલાંક લોકો મહિનાઓ સુધી દાઢી કરતા નથી: આજના યુગમાં લોકો પોતાની પર્સનાલિટી સારી પાડવા માટે વિવિધ પ્રકારની દાઢી રાખવાનું પસંદ કરે છે
- ઘણા કિલન રોવ લુક રાખે તો કેટલાક પોતાની બોડી પ્રમાણે કે જોબ પ્રમાણે બીયર્ડ લુક રાખવાનું પસંદ કરે છે: ઘણાં લોકો તો સવારે ઉઠતાવેંત દાઢી કરી લે છે: મોટી દાઢીની રોજ વ્યવસ્થિત સફાન ન રાખો તો ઇન્ફેકશન લાગવાની શકયતા વધી જાય છે
પ્રાચિનકાળથી આપણે દાઢી રાખતા આવ્યા છીએ. પહેલા તો મુંછનું વિશેષ મહત્વ ગણાતું, આજે પણ શોખીનો આંકડા ચડાવીને રાખતા જોવા મળે છે. સંતો-મહંતો લાંબા વાળની જટા અને દાઢી વિશે રાખતા જોવા મળે છે. આજના યુગમાં ટીવી – ફિલ્મના કલાકારોને જોઇને એવી સ્ટાઇલ યુવા ધન રાખતા જોવા મળે છે. છોકરીઓને કલિન શેવ ગમે આછી દાઢી – મૂંછ તે એક રસપ્રદ પ્રશ્ર્ન છે. આપણા ચહેરા ઉપર તરૂણા વસ્થા બાદ યુવાવસ્થાના પ્રારંભે વાળ-મૂંછ ઉગવાનું શરુ થઇ જાય છે. આજના યુગમાં પોતાની બોડી કે જોબ મુજબ લોકો દાઢી રાખે છે, બાળકની છોકરી કે છોકરા તથા વૃઘ્ધોની ચહેરાની ચામડી અલગ અલગ જોવા મળે છે. આડી – અવળી અને ઉંઘી દાઢી લવરાવતા તેની દાઢી ખુબ જ બરળ અને કડક જોવા મળે છે.
દાઢીની રસપ્રદ જાણકારીમાં આપણને પ્રથમ પ્રશ્ર્ન એ થાય કે શું દરરોજ દાઢી કરવી એ ફાયદાકારક કે નુશાનકારક છે, સાથે મહિનામાં કેટલી વાર દાઢી કરવી, ઘણી સામાન્ય લાગતી વાત ના સાચા જવાબો બહુ ઓછા જાણતા હોય છે. ઘણા લોકોને દરરોજ સેવિંગ કરવી પસંદ હોય છે, તો કેટલાક લોકો મહિનાઓ સુધી દાઢી નથી કરતા, આજના યુગમાં યુવાધન પોતાનું લુક બહેતર બનાવવા વિવિધ પ્રકારની દાઢી રાખવાનું પસંદ કરે છે. સરકારી કે ખાનગી નોકરી કરતાં લોકો મોટાભાગે કલિન સેવ વધુ પસંદ કરતાં હોય છે. અમુક જોબ પ્રમાણે બિયર્ડ લુક રાખવાનું પસંદ કરે છે. અમુક તો દાઢી મૂંછ તો અમુક ખાલી મૂંછ રાખતા જોવા મળે છે.
છેલ્લા બે દશકાથી બાળથી મોટેરા પોતાની ચેહરાની માવજત વધુ કરવા લાગ્યા છે. નિયમિત દાઢી સેવ કરવી તો અમુક અમિતાભ જેવી ફ્રેન્ચ કટ દાઢી રાખે છે. હિન્દી કે અંગ્રેજી ફિલ્મોમાં હિરો અલગ અલગ લુકની દાઢી રાખતા જોવા મળે છે. એક યુગમાં કાવ બોય ખુબ જ પ્રચલિત હતા. એક વાત નકકી છે કે જો તમે દાઢીની રોજ વ્યવસ્થિત સાફ સફાઇ ન રાખો તો ઇન્ફેકશન થવાની શકયતા વધી જાય છે. આપણે ક્રિસ- ફેમ કે લીકવીડ લગાડીને લુબ્રીકેન્ટ કરીને સેવિંગ કરતા હોવાથી આપણા ચહેરાની ચામડીને નુકશાન કરતું નથી. મેડીકલ જગત પણ દરરોજ સેવિંગ કરવાથી નુકશાન થતું નથી વાત કરે છે. હેટસ્ટાઇલ, દાઢી, મૂંછ સાથે આકર્ષક વસ્ત્રો તમારા લુકને ચાર ચાંદ લગાવતા હોવાથી આજનો યુવા વર્ગ તે બાબતે ીવશેષ કાળજી લે છે. હેરકટીંગ સલુન પણ તેના ફિકસ જોવા મળે છે.
રોજ દાઢી કરવાની કોઇપણ પ્રકારનું નુકશાન થતુ નથી. પરંતુ દાઢી સાવધાની સાથે સેવ કરવી જરુરી અને સારા ટ્રીમર અને રેઝરનો ઉપયોગ કરવો જરુરી છે. દાઢીની સફાઇ સાથે ચહેરાને મોસ્ચ્યુરાઇઝ કરવું પણ ખુબ જરુરી છે. પોતાની સ્કિન પ્રમાણે સાબુ, ફેસવોશ અને કલીન્ઝરનો ઉપયોગ કરવો જરુરી છે. અઠવાડીયામાં એક વાર દાઢી સેવ કરવી ફાયદાકારક છે. તેમ ચામડીના ડોકટર સલાહ આપવામાં આવે છે. ઘણા લોકોને દાઢી કરાવ્યા બાદ બળતરા ઉપડતી હોય છે, જો કે હવે લગભગ આફટર સેવ લિકવીડ લગાડે છે.
શેવિં ક્રિમ અને જેલની પસંદગી પણ તમારી સ્કિન પ્રમાણે કરવી હિતાવહ છે, કેમ કે અમુકની ચામડી ડ્રાય કે ઓઇલી જોવા મળતી હોવાથી બાબતે કાળજી લેવી જરુરી, આજે તો દાઢીવાળો માણસ અને કલિન શેવ વાળો માસણ જોવા મળે છે. ઘણા લોકો તો દાઢી મૂંછવાળો હેવી બોડી વાળાથી ડરતા પણ જોવા મળે છે. પ્લે હાઉસ કે ધો. 1 થી 4 માં મોટા ભાગે સ્ત્રી શિક્ષકોય હોય છે, પણ જો તેના વર્ગમાં દાઢી મૂંછવાળા પુરૂષ ટીચર આવે તો બાળક ડરીને રડવા માંડે છે. શું દાઢી- મૂંછ તેમને માણસ બનાવે છે. ના એક લોક વાયકા છે કે પુરૂષોએ તો દાઢી મૂંછ રાખવી જ જોઇએ. મુસ્લિમ દેશોમાં તમામ લોકો દાઢી-મૂંછ રાખતા જોવા મળે છે.
અમુક લેડીઝને પણ આછી રૂવાટી વાળી દાઢી-મુંછ ઉગતી હોય છે. હોર્મોન્સમાં ફેરફારને લીધે આવું બનતું હોય છે. આજકાલ તો લેસર ટ્રીટમેન્ટથી અણગમતા વાળને કાયમી દૂર કરી શકો છો. પૃથ્વીના લગભગ બધા જ વિસ્તારોમાં રહેતા લોકોમાં દેખાવની બાબતે દાઢી મહત્વનું સ્થાન ધરાવે છે. આપણાં દેશમાં પૌરાણિક કાળથી દાઢી ધરાવતા ઋષિમુનિઓ અને રાજવીઓના વર્ણન ચિત્રલ જોવા મળે છે. અત્યારે ચાલી રહેલા કુંભ મેળામાં લાંબી જટા વાળા અને દાઢી વાળા સાધુ-મહાત્માઓ જોવા મળી રહ્યા છે. જો યુવાન વયે પણ તેમને દાઢી ન ઉગે તો ડોકટરની સલાહ લેવી જરુરી છે.
આજે દાઢી અને વાળની એક નવી સ્ટાઇલ ચલણમાં
આજે તેમને જાત જાતની હેરસ્ટાઇલ, દાઢી મૂંછની જાત જાતની સ્ટાઇલ જોવા મળે છે. જે અગાઉ કયારેય જોવા મળતી ન હતી. બોલીવુડની અસર સાથે ફેશન યુગની પણ અસર જોવા મળતા આજે દાઢી અને વાળની એક નવી સ્ટાઇલ ચલણમાં છે. આજે યુવાધનમાં 15 દાઢીઓની સ્ટાઇલનો અનેરો ક્રેઝ જોવા મળે છે, જેમાં તમારી દાઢીને કેવી રીતે આકાર આપવો સાથે તમારા ચેહરાને અનુરુપ શૈલી પસંદ કરવી પડે છે. કેટલીક સ્ટાઇલમાં સર્કલ દાઢી, રોયલ દાઢી, ગોટી, પેટી ગોટી, વેન ડાઇક દાઢી, ટુંકી બોકસવાળી, બાલ્બો, એન્કર, શેવરોળ, સ્ટબલ, ઘોડાની મૂંછ, મૂળ સ્પેચ, મટન ચોપ્સ, ગન્સલિંગર, ચિન સ્ટ્રીપ વિગેરે સ્ટાઇલ જોવા મળે છે. અગાઉ ઋષિ મુનીઓ લાંબા વાળને જટા રાખતા હોવાથી સૂર્યના કિરણોની સીધી ગરમી ચારણીની જેમ ચળાઇને આવતા નુકશાન ઓછું કરતા હતા.