Abtak Media Google News

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે લગભગ દરેકના સ્માર્ટફોનમાં છે. જેની પાસે સ્માર્ટફોન છે તેની પાસે વોટ્સએપ હોવું જરૂરી છે. અહીં વાત કરવી વધુ સરળ છે. વોટ્સએપ તેના યુઝર્સને વિવિધ પ્રકારના ફીચર્સ આપે છે તેમાનું એક ફીચર છે કોઈને બ્લોક કરવા પરંતુ અત્યાર સુધી આપણે એ જાણી ન શકતા કે કોના દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે પરંતુ હવે Whatsaap એ સુવિધા પણ પૂરી પડશે

જો તમે કોઈની સાથે વાત કરવા નથી માંગતા અને તમે નથી ઈચ્છતા કે તમારા વોટ્સએપ પર કોઈનો કોલ કે વીડિયો કોલ આવે, તો તમે તેને બ્લોક કરી શકો છો, પરંતુ જો તમે કોઈને બ્લોક કરો છો, તો કોઈ તમને પણ બ્લોક કરી શકે છે. હવે જો કોઈએ તમને વોટ્સએપ પર બ્લોક કરી દીધા છે, તો તમે સરળતાથી જાણી શકશો. વોટ્સએપ FAQ પેજ મુજબ, એવા કેટલાક સંકેતો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે કોઈએ તમને WhatsApp પર બ્લોક કર્યા છે કે નહીં.

 

શું તમારા મેસેજ કોઈ બીજા વાંચે છે ? આ રીતે કરો ચેક

જો તમે કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાં web WhatsApp ઓપન કર્યું હશે અને log out કરવાનું ભૂલી ગયા હશો તો પણ કોઈ તમારા મેસેજ વાંચી શકશે અને તમને એની જાણ થશે નહિ જો તમારે આ કાર્ય થતું બંધ કરવું હોય તો તમારા જ ફોનમાં જમણી સાઈડ થ્રી ડોટમાં જઈને લીંક ડીવાઈસમાંથી log out  કરી નાખવું તમારા મેસેજ એકદમ સુરક્ષિત રહેશે.

 

તમે આ રીતે શોધી શકો છો

પ્રથમ સૂચક એ છે કે જો કોઈએ તમને બ્લોક કર્યા છે, તો તમે ચેટ વિંડોમાં સંપર્કનું છેલ્લે જોયું, ઑનલાઇન સ્ટેટસ જોઈ શકશો નહીં.

આ સિવાય એક અન્ય એક સાઈન એ છે કે જો તમે કોઈ કોન્ટેક્ટનો પ્રોફાઈલ ફોટો જોઈ શકતા નથી, તો તમને બ્લોક કરવામાં આવ્યા હશે.

અન્ય એક સાઈન એ છે કે જ્યારે તમે કોઈ કોન્ટેક પર મોકલો મોકલો છો અને ત્યાં ફક્ત એક જ ચેક માર્ક હોય છે, તો જો ડબલ ચેક માર્ક (વિતરિત) ન આવે, તો સમજવું કે તે બ્લોક થઈ ગયો છે.

આ સિવાય જો કોઈએ તમને વોટ્સએપ પર બ્લોક કરી દીધા છે, તો તમે તે કોન્ટેક્ટમાંથી કોઈપણ પ્રકારના ઓડિયો અને વીડિયો કોલ કરી શકશો નહીં.

 

આ રીતે કરી શકાય છે ? 

  • આ માટે પહેલા કોન્ટેક્ટ ચેટ પર જાઓ
  • સંપર્ક માહિતી પર જવા માટે ટોચની પટ્ટી પર ટેપ કરો
  • નીચે સ્ક્રોલ કરો અને બ્લોક વિકલ્પ દેખાશે
  • તમે અહીં ક્લિક કરીને કોઈપણ સંપર્કને અવરોધિત કરી શકો છો  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.